કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં સૌથી વધુ લગભગ 62 હજાર દર્દી સાજા થયા, 11 રાજ્યમાં રિકવરી રેટ 75%થી વધુ થયો; દેશમાં કુલ 29.04 લાખ કેસ

0
5

દેશમાં કોરોનાના કેસ 29.04 લાખ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 61, 873 દર્દી સાજા થયા છે. 68,518 દર્દી વધ્યા અને 981 સંક્રમિતોના મોત થયા છે. 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 75%થી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. જેમાં દિલ્હીમાં સૌથી વધુ 90.1% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં સૌથી વધુ 50.8% એક્ટિવ કેસ સિંગરૌલીમાં છે. અહીંયા 299 કેસ આવી ચુક્યા છે. જેમાંથી 152ની સારવાર ચાલી રહી છે. રિકવરી રેટ સૌથી સારો ભિંડનો છે. અહીંયા 95.5% દર્દી સાજા થઈ ચુક્યા છે. જિલ્લામાં કુલ 534 કેસ નોંધાયા છે. જેમાંથી 510 દર્દી સાજા થઈ ચુક્યા છે. સૌથી વધુ સંક્રમણની ટકાવારી 7.5% સિહોરમાં છે. જેનો અર્થ અહીંયા 100 લોકોની તપાસ કરવા પર 6 થી 7 લોકો સંક્રમિત મળી રહ્યા છે. અહીંયા કુલ 524 કેસ નોંધાયા છે. જેમાંથી 154 એક્ટિવ કેસ છે.

રાજસ્થાનઃ અહીંયા સૌથી વધુ 69.5% એક્ટિવ કેસ બૂંદીમાં છે. જિલ્લામાં 439 કેસ નોંધાયા છે. જેમાંથી 305ની સારવાર ચાલી રહી છે. રિકવરી રેટ સૌથી સારો જાલૌરનો છે. અહીંયા 96.5% દર્દી સાજા થઈ ચુક્યા છે. જિલ્લામાં કુલ 1310 કેસ નોંધાયા છે. જેમાંથી 1264 દર્દી સાજા થઈ ચુક્યા છે. સૌથી વધુ સંક્રમણની ટકાવારી 8.4% અલવરમાં છે. એટલે કે દર 100 લોકોની તપાસ કરવા પર ત્રણ લોકો સંક્રમિત મળી રહ્યા છે. મોતની ટકાવારી સૌથી વધુ 3.3% સવાઈ માધોપુરમાં છે.

બિહારઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 2451 કેસ નોંધાયા છે, પરંતુ સારી વાત તો એ છે કે 3585 દર્દી સાજા પણ થઈ ગયા છે. રાજ્યના 13 જિલ્લામાં રિકવરી રેટ 80%થી વધુ થઈ ગયો છે. જેમાં જમુઈ(86.7%), નવાદા(86.3%), વૈશાલી(84.5%), ખગડિયા(84%),સમસ્તીપુર(83.3%), સીવાન(83.1%), રોહતાસ(82.3%), કૈમૂર(81.4%), ગયા(81.2%), પટના (81.1%), નાલંદા(80.5%), બાંકા(80.1%) અને ભાગલપુર(80%) સામેલ છે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણની ટકાવારી રોહતાસમાં છે. અહીંયા દર 100માંથી 28 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા 24 કલાકમાં સૌથી વધુ 14 હજાર 647 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી 1 લાખ 41 હજાર કેસ પૂણેમાં નોંધાયા છે. જિલ્લામાં દરરોજ 2-3 હજાર કેસ આવી રહ્યા છે. જો કે, હાલ સંક્રમણની સૌથી વધુ ટકાવારી 33% રાયગઢની છે. એટલે કે અહીંયા દર 100 લોકોની તપાસ પર 33 સંક્રમિત મળી રહ્યા છે. સાથે જ રિકવરી રેટ ગઢચિરૌલીનો છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 15 દિવસથી 4 થી 5 હજાર કેસ આવી રહ્યા છે. અહીંયા 70% દર્દી સાજા થઈ ચુક્યા છે. સૌથી સારો રિકવરી રેટ હાપુડાનો છે. અહીંયા 91.5% દર્દી સાજા થઈ ચુક્યા છે. ત્યારપછી નોઈડા(87.9%) અને સંભલ(86.8%) છે. સંક્રમણની ટકાવારી સૌથી વધુ ચંદૌલીમાં 17.1% છે. સૌથી વધુ 54.6% એક્ટિવ કેસ લલિતપુરમાં છે. જિલ્લામાં 864 કેસ નોંધાયા છે. જેમાંથી 472 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here