સુરત : SVNIT નજીક રાત્રે કારના ચાલકે મોપેડ સવાર બે યુવકોને ઉડાવ્યા, બંનેની હાલત ગંભીર

0
0

શહેરમાં આવેલી SVNIT નજીક રાત્રે એક કારના ચાલકે મોપેડ સવાર બે યુવકોને ઉડાવ્યા હતા. ત્યારબાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મોપેડ સવાર બંને યુવકોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારે પૂરપાટ ઝડપે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
(કારે પૂરપાટ ઝડપે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.)

 

અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર બંને ઇસમોને ગંભીર ઈજા

સુરત શહેરની SVNIT કોલેજ પાસે આવેલ રાધિકા હોસ્પિટલની સામે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં GJ-05-JQ-1271 નંબરના ચાલકે તેમની આગળ ચાલતી ડીઓ મોપેડને પાછળથી પૂરપાડ ઝડપે હંકારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ સ્થળ ઉપર ગાડીને છોડીને નાસી છૂટયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર બંને ઇસમોને ગંભીર ઈજા થતાં એકને મિશન હોસ્પિટલમાં ખસેડાયો અને બીજાને લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ગત 11 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પીપલોદ કારગિલ ચોક પાસે કારે બે યુવકોને કચડી માર્યા હતા.
(ગત 11 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પીપલોદ કારગિલ ચોક પાસે કારે બે યુવકોને કચડી માર્યા હતા.)

 

11 ઓક્ટોબરે હીટ એન્ડ રનમાં બે યુવકના મોત થયા હતા

ગત 11 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પીપલોદ કારગિલ ચોક પાસેથી પગપાળા પસાર થઇ રહેલા બે શ્રમજીવી ગોવિંદસિંહ ઉમેદસિંહ કથાયત અને પરેશ ઉત્તમ માળવીને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે અડફેટમાં લઇ અંદાજે 30 મીટર સુધી ઘસડી ગયો હતો, જેમાં બન્ને શ્રમિકને ગંભીર ઇજા થતાં તેમનાં મોત થયાં હતાં. હિટ એન્ડ રનની આ ઘટનામાં ઉમરા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા તૂટેલા સાઇડ ગ્લાસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં સર્જનાર લૂમ્સ કારખાનેદાર પ્રણવ વિજય પટેલ (ઉં.વ. 33 રહે. થોભા શેરી, મહિધરપુરા) ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here