મહેસાણા : જેતલપુરમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં દીકરીઓને પ્રેમલગ્ન ન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા

0
27

મહેસાણાઃ જેતલપુરમાં સત્યાવીસ ગામ કડવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એક ઘણી મહત્વની ઘટના બની છે. આ કાર્યક્રમમાં સમાજે દીકરીઓને પ્રેમલગ્ન નહીં કરવાના શપથ લેવડાવ્યા છે. એસપીજી લાલજી પટેલના મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ લેવડાવવમાં આવ્યા છે.

આ શપથ સમારોહમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજમાં પ્રેમલગ્ન વધી રહ્યાં છે તેને ધ્યાને રાખી સમાજની દીકરીઓને પ્રેમલગ્ન ન કરાવવાના શપથ લેવડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here