પીએમ મોદી હાલ પટના સાહિબ પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ અસ્સલ શીખ લુકમાં જોવા મળ્યા હતા. ભગવા રંગની પાઘડીમાં સજ્જ થઇને પીએમ મોદી પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.પીએમ મોદી લંગરમાં સેવા આપતા પણ જોવા મળ્યા હતા. જેના દ્રશ્યો સામે આવ્યા છે. પીએમ મોદીએ ભોજનશાળામાં રોટલી વણતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે લંગરને ભોજન પણ પીરસ્યુ હતું.
મહત્વનું છે કે પીએમ મોદીની આજે બિહારમાં 3 જનસભા રેલી છે. હાજીપુર, મુઝફ્ફરપુર અને સારણ એમ ત્રણ બેઠકો પર રેલી કરવાના છે. ત્યારે આ ત્રણેય બેઠક પર રેલી કરે તે પહેલા પીએમ મોદીએ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.