હૈદરાબાદની નેત્રહિન જ્યોત્સના 25 વર્ષની ઉંમરે PhD કરનાર પ્રથમ મહિલા બની

0
8

હૈદરાબાદની દિવ્યાંગ જ્યોત્સના ફનીજાએ અનોખો ઈતિહાસ રચ્યો છે. નેત્રહિન જ્યોત્સના 25 વર્ષની ઉંમરે PhD કરનાર પ્રથમ મહિલા બની છે. તેણે ભારતીય વિશ્વવિદ્યાલયથી અંગ્રેજી સાહિત્યમાં PhD કર્યું છે. આમ કરનાર તે સૌથી ઓછી ઉંમરની મહિલા બની છે. જોકે જ્યોત્સના ઈતિહાસ, અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર ભણવા માગે છે, પરંતુ કોલેજે તેને એડમિશનની પરવાનગી આપી નહિ. આ વાતથી તે ખૂબ હતાશ હતી, પરંતુ તેને હાર ન માની વર્ષ 2011માં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી પોતાની જાતને સાબિત કરી.

આંધ્રપ્રદેશના કૃષ્ણા રાજ્યમાં કૈકાલૂર ગામમાં જ્યોત્સનાનો જન્મ થયો હતો. તે જન્મજાત નેત્રહિન છે. તેણે નરસાપુરની આંધ્ર બ્લાઈંડ મોડેલ હાઈ સ્કૂલમાં 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. વિજયવાડાના મેરિસ સ્ટેલા કોલેજમાંથી તેણે ગ્રેજ્યુએશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. જ્યોત્સનાએ અનેક પુસ્તકો અને પત્રિકા પણ પ્રકાશિત કરી છે. પોતાની અનેક યોગ્યતાનું પ્રમાણ સાબિત કર્યાં હોવા છતાં જ્યારે જ્યોત્સના ટીચિંગના ઈન્ટરવ્યૂ આપવા માટે જાય છે તો તેને પૂછવામાં આવે છે કે નેત્રહિન હોવા છતાં તેઓ વિદ્યાર્થીને કેવી રીતે ભણાવશે? ક્લાસમાં બાળકોને કેવી રીતે કન્ટ્રોલ કરશે. કેવી રીતે તેમની હાજરી પૂરશે? આ પ્રકારના અનેક સવાલો જ્યોત્સનાની હતાશાનું કારણ બને છે.

જ્યોત્સનાએ નક્કી કર્યું કે જીવનમાં આવનારા તમામ પડકારોનો સામનો કરતાં તે આગળ વધશે. આ જ વિચારો સાથે તે ઈન્ટરવ્યૂ આપે છે. આખરે તેની જીત થઈ. હાલ તે દિલ્હી યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે. જ્યોત્સનાનો એક કવિતા સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. તેનું નામ ‘સિરેમિક ઈવનિંગ’ છે. જ્યોત્સના તેની સફળતાનો શ્રેય તેમના પતિ કૃષ્ણાને આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here