53 વર્ષની વયે અભિનેત્રી વિજયેતા પંડિત કમબેક કરી રહી છે

0
8

ફિલ્મ લવ સ્ટોરીથી બોલીવૂડમાં પોતાની ઓળખ બનાવનાર વિજયેતા પંડિત ૮૦ના દાયકામાં લોકપ્રિય હતી. તેણે બોલીવૂડની લગભગ ૧૫ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મ પછી વિજયતાને ફિલ્મોની ઘણી ઓફર્સો મળી હતી. પરંતુ એ સમયે તેણે ખાસ ફિલ્મો સાઇન કરી નહીં. અને ચાર વરસ પછી કમબેક કર્યું ત્યારે તે ઘણી મોડી પડી ગઇ હતી. તેથી તેની ફિલ્મની કારકિર્દી ખાસ કહી શકાય તેવી રહી નથી. જોકે વરસો પછી વિજયતા પંડિક બોલીવૂડમાં ફરી પાછી ફરવાની છે. તેણે મ્યુઝિક કમ્પોઝર આદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા.

વિજયેતાએ આ બાબતે જણાવ્યું હતું કે મારા પતિને કેન્સર જેવી ગંભીર બીમારી થઇ હતી. અમે તેમની સારવાર પાછળ ઘણા પૈસા ખરચ્યા હતા. અમેરિકા અને કેનેડાના ડોકટરોની પણ સારવાર કરી હતી. પતિએ એ સમયે તેમની રૂપિયા એક કરોડની કાર વેંચી દીધી હતી. તેમના અવસાન પછી મને પતિએ ભેટમા આપેલી લકઝરિયસ કાર પણ મારે વેંચી દેવી પડી હતી. પતિ આદેશ શ્રીવાસ્તવના નિધન પછી ધીરે ધીરે મેં મારા પરિવારને સંભાળ્યો હતો. મારો પુત્ર હવે અવિતેશ પણ હવે સંગીતની દુનિયા સાથે જોડાઇ ગયો છે અને તેણે ટાઇગર શ્રોફ માટે બે ગીતો પણ બનાવ્યા છે. જ્યારે મારો બીજો પુત્ર મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.

વિજયતાનો પૂર ોપરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. જાણીતા સંગીતકાર જતીન-લલિત તેના ભાઇ છે. પોતે એકટિંગની સાથેસાથે સિંગિંગ પણ જાણે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કરવાની સાથેસાથે ગીતો પણ ગાયા છે જોકે તેની ઓળખ એક અભિનેત્રી તરીકે થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here