Tuesday, September 21, 2021
Homeજાપાનના એરપોર્ટ પર PM મોદી ઉતર્યા ત્યાં જ આ શબ્દોથી વાતાવરણ ગૂંજી...
Array

જાપાનના એરપોર્ટ પર PM મોદી ઉતર્યા ત્યાં જ આ શબ્દોથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પોતાની સરકારની બીજી ઇનિંગ્સમાં પીએમ મોદીની આ પહેલી મોટી કૂટનીતિક મુલાકાત છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થઇ ગયું છે. પીએમ મોદી આજે યજમાન વડાપ્રધાન શિંજો આબેની સાથે મુલાકાત કરી. તેમાં પરસ્પર બિઝનેસ સહિત તમામ મુદ્દાઓ પર વાત થવાની સંભાવના છે. વડાપ્રધાન શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.

પીએમ મોદીનું ઓસાકા એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું અને મોદી-મોદીની સાથે ભારત માતાની જય અને વંદેમાતરમના નારા લગાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત બાદ સાડા ત્રણ વાગ્યે ભારતીય સમુદાયના લોકોને મળશે. જી-20 સમિટ માટે રવાના થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ, ડિજિટાલાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર ખાસ જોર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન મોદી સિવાય ચીન અને રૂસના નેતા જી 20 શિખર સંમેલનમાં મુલાકાત કરશે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘સંરક્ષણવાદી’ વેપાર નીતિનો મુકાબલો કરવાની રીત પર ચર્ચા કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની 28-29 જૂનના રોજ ઓસાકામાં શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જતા પહેલાં ચીનના સહાયક વિદેશ મંત્રી ઝાંગ જુનએ કહ્યું કે જિનપિંગ, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે બેઠકમાં મુલાકાત કરશે.

ટ્રમ્પ અને શીની બહુપ્રતીક્ષિત મુલાકાત વેપાર યુધ્ધને સમાપ્ત કરવા માટે શિખર સંમેલનનું મુખ્ય આકર્ષણ હશે પરંતુ શી ની મોદી અને પુતિનની સાથે ત્રિપક્ષીય બેઠક પણ ધ્યાનાકર્ષિત કરશે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રૂસના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ-અલગ પણ મુલાકાત કરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments