Thursday, August 5, 2021
No menu items!
Home1 ઓક્ટોબરનું રાશિફળ : મહિનાની શરૂઆતમાં સિંહ રાશિના જાતકોને માન-સન્માન અને સુખની...
Array

1 ઓક્ટોબરનું રાશિફળ : મહિનાની શરૂઆતમાં સિંહ રાશિના જાતકોને માન-સન્માન અને સુખની પ્રાપ્તિ થશે

મેષ

પોઝિટિવઃ– આ સમય પારિવારિક જીવનમાં મોટું સુખ મળી શકે છે. આ દરમિયાન ઘરમાં લગ્ન, મુંડન કે સંતાનના જન્મ સાથે જોડાયેલું કોઇ માંગલિક કાર્ય સંપન્ન થવાની સંભાવના છે. અભ્યાસ પ્રત્યે તમારી મહેનત અને લગ્ન જોવા લાયક રહેશે.

નેગેટિવઃ– કોઇ અન્ય વ્યક્તિના કારણે તમારા ઘરમાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. તમારે કોઇ ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

લવઃ– દાંપત્ય જીવનને લઇને તાલમેલ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– આ સમય નોકરી અને વેપારમાં શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ આવશે.

વૃષભ

પોઝિટિવઃ– આ સમયે તમે માનસિક રૂપથી સારો ગ્રોથ કરી શકશો. તમારા કામકાજમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આ સમયે તમે ખુલીને ખર્ચો કરશો. બહારગામ જવાનું થશે તો તમે સુખની અનુભૂતિ કરશો.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિ તમારી વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યો હોય તો તેનાથી દૂર ભાગવાની જગ્યાએ તેનો સામનો કરવાની કોશિશ કરો.

લવઃ– તમારા પ્રેમી સાથે તમારો સંબંધ સારો બની રહેશે અને તમે એકબીજાનો સહયોગ પ્રાપ્ત કરી શકશો.

વ્યવસાયઃ– કરિયરની દ્રષ્ટિએ સ્થિતિ સારી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા થશે.

મિથુન

પોઝિટિવઃ– આર્થિક લાભની સાથે-સાથે માન સન્માન અને સુખ સુવિધા પણ પ્રાપ્ત થવાની સંભાવના છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ મેળવવા માંગે છે તેમની માટે આ સમય શુભ રહેશે.

નેગેટિવઃ– રૂપિયાની લેણ-દેણમાં સાવધાની રાખો. કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં બાધા ઉત્પન્ન થવાની સાથે-સાથે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે.

લવઃ– જીવનસાથી તમારી ભાવનાઓની કદર કરશે.

વ્યવસાયઃ– પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક હોવાથી તમારા વ્યવસાય તથા કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

 

 

 

કર્ક

પોઝિટિવઃ– કઠોર પરિશ્રમ કરવાથી જ તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક કાર્યોથી મન પ્રસન્નચિત રહેશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકો સારો લાભ પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ– ઘરેલૂ વિવાદના કારણે કામકાજમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે તમે કોઇ ઠોસ નિર્ણય લેવાની કોશિશ કરશો નહીં. વાદ-વિવાદથી બચવાની કોશિશ કરશો તો સારું રહેશે.

લવઃ– પ્રેમી કે પ્રેમિકાને જીવનસાથી બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો છે.

વ્યવસાયઃ– કામકાજને સારી દિશા આપવાનો પ્રયાસ લાભદાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– હ્રદયના દર્દીઓ માટે આ દિવસ સારો નથી.

 

સિંહ

પોઝિટિવઃ– કામકાજ સાથે સંબંધિત મન પ્રસન્નચિત રહી શકે છે. માન-સન્માન અને સુખ-સુવિધાઓ સાથે ઉન્નતિના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાના આશીર્વાદ તમારી ઉપર રહેશે. કોઇપણ કાર્યને તમે સરળતાથી કરી શકશો.

નેગેટિવઃ– કાર્યમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે કોઇપણ પ્રકારનું નવું કાર્ય શરૂ કરશો નહીં. રૂપિયાની લેણ-દેણ પરેશાની અને અશાંતિ ઉત્પન્ન કરી શકે છે.

લવઃ– એકબીજાને મનાવવામાં સમય પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ– કામકાજના ક્ષેત્રોમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.

 

કન્યા

પોઝિટિવઃ– આ સમયે વિદેશ યાત્રા થઇ શકે છે. સંતાન પક્ષને લઇને સ્થિતિઓ અનુકૂળ રહી શકે છે. સંતાનના અભ્યાસ તથા તેના કરિયરને લઇને સંતુષ્ટિ રહેશે. પરિવારમાં સંતુલન જાળવી રાખવામાં તમારી મુખ્ય ભૂમિકા રહેશે.

નેગેટિવઃ– જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં છો તો તમને રાજનીતિક લાભ લેવા માટે વિરોધીઓને આકરી ટક્કર આપવી પડી શકે છે. કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના પણ છે.

લવઃ– તમને તમારા પરિજનો સાથે સમય વિતાવવાનો અવસર મળશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દ્રષ્ટિથી કોઇ નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો છે.

સ્વાસ્થ્યઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

 

 

તુલા

પોઝિટિવઃ– ભાગ્ય તમારો સારો સાથ આપી શકે છે. કામકાજ સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારા કર્મ ઉપર વિશ્વાસ કરવો તમારી માટે ફળદાયક સાબિત થઇ શકે છે. ધર્મ તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં રસ વધી શકે છે. સંતાનના અભ્યાસ તથા કરિયરને જોઇને મન ખુશ થશે.

નેગેટિવઃ– બિનજરૂરી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિનો સામનો વધારે કરવો પડી શકે છે. ગુસ્સાથી નુકસાન થઇ શકે છે. ઘર પરિવારના લોકોનું સામંજસ્ય ખરાબ થવાથી ઘરની સ્થિતિ ખરાબ થઇ શકે છે.

લવઃ– તમારું લગ્નજીવન મધુર રહેશે.

વ્યવસાયઃ– તમને કરિયરમાં નવી દિશા મળશે.

સ્વાસ્થ્યઃ– બાળકોનું સ્વાસ્થ્ય આ સમયે થોડું નરમ રહેશે.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ– આ સમયે થોડાં સામાજિક કાર્યની સાથે-સાથે ધાર્મિક કાર્ય પણ સંભવ છે. શુભ માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના થઇ શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું જુનૂન અદભૂત રહેશે. તેના જ કારણે તમારી સ્થિતિમાં સુધાર થશે.

નેગેટિવઃ– ઘરના વિકાસમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે કોઇપણ પ્રકારના શુભ કાર્ય કરવાથી માનસિક પરેશાની વધી શકે છે. આર્થિક ગુંચવણના કારણે મન પરેશાન રહેશે. દાંપત્ય જીવનમાં થોડાં મતભેદ હોવાથી ધનહાનિની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પ્રેમી સાથે કોઇ કામને સફળ બનાવવાની કોશિશ કરો છો તો તેમાં સફળ થશો.

વ્યવસાયઃ– આ સમયે નોકરી અને બિઝનેસમાં મિશ્રિત પરિણામ મળશે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

 

ધન

પોઝિટિવઃ– સાસરિયા પક્ષ પાસેથી સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. બહારગામની યાત્રા સફળ થઇ શકે છે. આર્થિક લાભ માટે કરેલું દરેક પ્રયાસ સફળ થઇ શકે છે. આધ્યાત્મિક ક્ષેત્રોમાં વિકાસ થઇ શકે છે. સામાજિક માન-સન્માનની દ્રષ્ટિએ આ મહિનો ઉન્નતિદાયક રહેશે.

નેગેટિવઃ– આ સમયે કોઇ નવા કાર્યનો શુભારંભ કરવો તમારી માટે નુકસાનદાયક રહેશે. આ સમયે કોઇ કાર્યને લઇને મિટિંગ કરવી પરેશાનીઓ ઉત્પન્ન કરી શકે છે.

લવઃ– આજે તમારા સાથી સાથે તમે મનની વાત કરી શકો છો.

વ્યવસાયઃ– આ સમયે વ્યાવસાયિક ગતિવિધિઓ ઉથલ-પુથલ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

 

 

મકર

પોઝિટિવઃ– તમે તમારા સ્વાભિમાનથી કોઇ પ્રકારનો આર્થિક લાભ પ્રાપ્ત કરવાની યોજનાને સફળ બનાવી શકો છો. કરિયર, અભ્યાસ કે કોઇ કોર્સ સંબંધિત તૈયારી કરી રહ્યા છો તો સફળતા મળશે. આજે મિત્રોનો સહયોગ પણ તમને મળશે.

નેગેટિવઃ– આજે થોડો તણાવ રહી શકે છે. સંતાન સંબંધિત કે સ્વાસ્થ્યને લઇને ધન ખર્ચાય તેવી સંભાવના છે. આ સમયે ધનનું લેણ-દેણ કરવું નહીં.

લવઃ– આ સમયે પ્રેમ સંબંધોને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.

વ્યવસાયઃ– કામકાજની દ્રષ્ટિએ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી છુટકારો મળી શકે છે.

 

કુંભ

પોઝિટિવઃ– આ સમયે પારિવારિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના સારી છે. માતા-પિતાના આશીર્વાદથી કોઇપણ કાર્યને સફળ બનાવી શકાય છે. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ– સંતાન પક્ષને લઇને સ્થિતિ વિપરિત રહી શકે છે. આ સમયે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અચલ સંપત્તિ પ્રાપ્તિ માટે ધનનું રોકાણ કરવું ઠીક રહેશે.

લવઃ– આ સમયે તમને તમારા પ્રેમી તરફથી ભેટ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– કામકાજના ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– કાનમાં દુખાવો થઇ શકે છે.

 

મીન

પોઝિટિવઃ– તમે પરાક્રમી વ્યક્તિ છો. તમારી અંદર કોઇપણ કાર્યને કરવાની ક્ષમતા સારી છે અને કોઇપણ કાર્યને સમયે પૂર્ણ કરી શકશો. ઘર, વાહનનો લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. સંતાન પક્ષને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– બિનજરૂરી યાત્રાથી ધન ખર્ચની સંભાવના છે. ઉતાવળમાં કરેલાં કાર્યોથી નુકસાન થઇ શકે છે. તમારા જીવનસાથી સાથે મનમુટાવ ઉત્પન્ન થઇ શકે છે. જેથી માનસિક સમસ્યાઓથી પરેશાન થવું પડી શકે છે.

લવઃ– એકબીજા સાથે પ્રેમ વધવાની સંભાવના છે.

વ્યવસાયઃ– અચલ સંપત્તિ બનાવવાનો પ્રયાસ સફળ થશે.

સ્વાસ્થ્યઃ– પ્રસન્ન રહેવાનો તમારો પ્રયાસ સફળ થશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments