વડોદરા : પાદરા, સાવલી, ડભોઈ નગરપાલિકાના પદાધિકારીની પસંદગી કરાઈ : ઉત્સવમાં કાર્યકરોએ કોરોના નિયમોનો કર્યો ઉલાળિયો.

0
8

વડોદરા જિલ્લાના પાદરા, સાવલી અને ડભોઇ નગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આજે નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પસંદગી કરવામાં આવી હતી. નગર પાલિકામાં હોદ્દેદારો ની પસંદગી થયા બાદ કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વિજયોત્સવ મનાવવાના ઉત્સાહમાં કાર્યકરો કોરોનાની ગાઈડ લાઈનનું ભાન ભૂલી ગયા હતા.

નિમણૂંકના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.
નિમણૂંકના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.

 

વિવિધ પદો પર હોદ્દેદારો નિમાયા

આજે પાદરા નગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે મયુરધ્વજ સિંહ ઝાલા, ઉપ-પ્રમુખ તરીકે દેવ્યાનીબેન પટેલ, કારોબારી ચેરમેન તરીકે નયનકુમાર ભાવસાર, પક્ષના નેતા તરીકે તેજશભાઇ ગોહિલ અને દંડક તરીકે તેજલબેન શાહની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે સાવલી નગરપાલિકામાં પ્રમુખ તરીકે હેતલબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે દક્ષેશકુમાર ઉપાધ્યાય, કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ શાહ, પક્ષના નેતા તરીકે દર્શિતાબેન રાણા અને દંડક તરીકે રણજીતભાઈ વણઝારાની નિમણૂક કરવામાં આવી હતી.

નેતાઓ પણ માસ્ક વગર હાર પહેરીને બેઠેલા જોવા મળ્યાં હતાં.
નેતાઓ પણ માસ્ક વગર હાર પહેરીને બેઠેલા જોવા મળ્યાં હતાં.

 

મીઠાઈ ખવડાવી શુભેચ્છા અપાઈ

આ સાથે ડભોઇ નગરપાલિકામાં પ્રમુખ તરીકે કાજલબેન દુલાણી, ઉપપ્રમુખ તરીકે મિતેશકુમાર પટેલ, કારોબારી ચેરમેન તરીકે વિશાલભાઈ શાહ, પક્ષના નેતા તરીકે બિરેનકુમાર શાહ અને દંડક તરીકે મનોજકુમાર પટેલની નિમણૂક કરવામાં આવી હતી.નગરપાલિકાઓની ચૂંટણીઓ બાદ આજે મળેલી સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પસંદગી થયા બાદ સાથી નગરસેવકો, શુભેચ્છકો અને પક્ષના કાર્યકરો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર કરી મીઠાઇ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

જીતની ઉજવણીમાં એકબીજાને મીઠાઈઓ ખવડાવાઈ હતી.
જીતની ઉજવણીમાં એકબીજાને મીઠાઈઓ ખવડાવાઈ હતી.

કોરોના ગાઈડ લાઈનનો ભંગ

નગરપાલિકાઓની બહાર કાર્યકરો દ્વારા ભારે આતશબાજી કરવામાં આવી હતી. હોદ્દેદારોની પસંદગીના ઉત્સાહમાં કાર્ય કરોએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં કાર્યકરો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનુ કોઈ પાલન કરવામાં આવ્યું ન હતું કે પોલીસ દ્વારા પણ કોરોનાની ગાઇડ લાઇનનુ પાલન કરાવવામાં આવ્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here