ગાંધીનગર સેકટર-૭ શાકમાર્કેટ ખાતે રાજયપાલશ્રીએ સ્વચ્છતા કરીને શ્રમદાનમાં સહભાગી થયા.

0
34
આજરોજ ગાંઘીનગર મહાનગરપાલિકાના સેકટર-૭ માર્કેટ ખાતે યોજાયેલ શ્રમદાન કાર્યક્રમનો આરંભ કરાવતાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય  દેવરત હાથમાં ઝાડું લઇ પડેલા કચરાની સફાઇ કરી રાજયપાલશ્રીએ શ્રમદાન કાર્યક્રમનો આરંભ  કર્યો હતો.
ગાંધીનગરને સ્વચ્છ રાખતાં સર્વે સફાઇ કર્મયોગી ભાઇ-બહેનોને અભિનંદન પાઠવતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે,
ગંદકી કરે તે મોટો અને ગંદકી સાફ કરે તે નાનો, તેવી નાની સમજ દૂર કરવાનો સમય આવી ગયો છે.  રાજયપાલશ્રીએ સર્વે નાગરિકોને કુદરતનું સંચાલન કરતાં ભગવાનના આદેશનું પાલન કરીને પર્યાવરણને નુકશાન ન કરવા અને તેનું જતન કરવા અનુરોઘ કર્યો હતો.  આ કાર્યક્રમમાં રાજયપાલશ્રી દ્વારા સફાઇ કર્મી  શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના ડે. મેયર નાઝાભાઇ ઘાંઘલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા રતનકંવર ગઢવીચારણ સહિત સેકટર-૭ના સૌ વેપારીઓ, સફાઇ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : પ્રકાશ રાઠોડ, CN24NEWS, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here