Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને લાફો માર્યો
Array

અમદાવાદ : ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને લાફો માર્યો

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને મહિલાએ લાફો મારી ગાળાગાળી કરી હોવાની ઘટના બની હતી. દુબઇથી આવેલી મહિલાએ શરીર પર દાગીના પહેરેલા હોવાથી કસ્ટમ સુપ્રિટેન્ડન્ટએ રોકી બિલ માંગતા મહિલા અને તેની સાથેના લોકોએ બોલાચાલી, ગાળાગાળી કરી હતી. એરપોર્ટ પોલીસે બે દંપતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાએ બિલ નથી કહી બૂમાબૂમ કરવા લાગી
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા જ્યોચીમોન ડેચન ગઈકાલે રાતે એરપોર્ટ પર હાજર હતા. મોડી રાતે દુબઈથી આવેલી ફ્લાઈટમાં એક મહિલા શરીર પર દાગીના પહેરેલા હોવાથી જ્યોચીમોને તેને રોકી દાગીનાના બીલ માંગ્યા હતા. મહિલાએ બિલ નથી તેવું કહેતા તેને આસિસ્ટન્ટ કમિશનર મિગ્યુઅલ મીરન્ડા પાસે મોકલ્યા હતા. તેમની સાથે આવેલા બહેન સાથે મળી બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

બે શખ્સોએ પણ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી
ગાળાગાળી કરી અને એક મહિલાએ મિગ્યુઅલને લાફો મારી દીધો હતો. તેમની સાથે આવેલા અન્ય બે શખ્સએ પણ તમે બહાર નીકળો પછી તમને જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. ચારેયના પાસપોર્ટ જમા હોવાથી નામ જોતા નસીફા ચૌહાણ અને અલ્તાફ ચૌહાણ (રહે. કરીમાબાદ સોસાયટી, જુહાપુરા) અને હિના કૌશર પઠાણ અને ફિરોજખાન પઠાણ (રહે. બાગે એ જોહરહીબા એપાર્ટમેન્ટ, ત્રણ દરવાજા) હોવાનું જાણવા મળ્યું હતું. એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ એરપોર્ટ પર આવી પહોંચી હતી. પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પુરુષ 12, સ્ત્રી 27 ગ્રામ દાગીના પહેરી શકે છે
કસ્ટમના નિયમ પ્રમાણે પુરુષ હાલના ભાવે 45 હજાર એટલે કે, 12 ગ્રામ સોનાના દાગીના જયારે સ્ત્રી 1 લાખ એટલે કે 27 ગ્રામ સોનાના દાગીના પહેરીને આવી શકે છે. કસ્ટમના નિયમ પ્રમાણે શુદ્ધ સોનું લાવી શકાતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments