Friday, March 29, 2024
Homeમહીસાગર : લુણાવાડા બસસ્ટેન્ડમાં મુસાફરો તેમજ કર્મચારીઓ માસ્ક વગર તેમજ સોસીયલ ડિસ્ટન્સનું...
Array

મહીસાગર : લુણાવાડા બસસ્ટેન્ડમાં મુસાફરો તેમજ કર્મચારીઓ માસ્ક વગર તેમજ સોસીયલ ડિસ્ટન્સનું ભંગ કરતા નજરે પડ્યા.

- Advertisement -

મહીસાગર જીલ્લામાં કોરોના કેસોમાં ઉતરોતર વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે લુણાવાડા બસસ્ટેન્ડમાં જ મુસાફરો તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સનું ભંગ કરતા કેમેરામાં નજરે ચડ્યા છે. ત્યારે ફરી એસ.ટી વિભાગ દ્વારા જ સરકારના નિયમોનું ચુસ્ત પાલન ન થતું હોય તો મુસાફરી કરી રહેલ આમ જનતા તેનું શું પાલન કરશે તે મોટો સવાલ છે.

જો સરકારી બાબુઓ જ સરકારના નિયમોનો સરેઆમ ઉલંઘન કરી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસ માટે દંડ તેવી પ્રથા બની ગઈ છે. ત્યારે એસ.ટી વિભાગ કેટલાય મુસાફરોને સલામત સવારી પૂરી પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી કોરોનાની મહામારીમાં એસ.ટી. તંત્ર ઘર-ઘર સુધી કોરના પહોંચાડવાનું કામ કરી રહી હોય તેવું કેમેરામાં દેખાઈ રહ્યું છે. ત્યારે કેસોમાં વધારો નોધતો હોવા છતાં કર્મચારીઓ તેમજ મુસાફરો બેફામ બની બેખોફ બન્યા છે. ત્યારે તંત્ર તેમના માટે શું પગલા લેશે તે જોવાનું રહ્યું.

રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, CN24NEWS, મહીસાગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular