સોમનાથ મંદિરે CM રૂપાણીએ શીશ ઝુકાવ્યું, પરિવાર સાથે કરી વિશેષ પૂજા-અર્ચના

0
7

કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણીએ પરિવાર સાથે કર્યા સોમનાથ મહાદેવના દર્શન

કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવને શિશ ઝૂકવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે મહાપૂજા કરી હતી. CM રૂપાણીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ જોડાયા હતા.

CM રૂપાણી શુક્રવારે પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં અને રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ કર્યું હતું. આજે સવારે વિજય રૂપાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી.

જણાવી દઇએ, સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓએ તાબડતોબ કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાકર્મીને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થ આવતા કોઈ દર્શનાર્થીઓમાંથી ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

ગીર સોમનાથ જિલ્લામાં વધુ 15 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં તાલાલાનાં અંકોલવાડીમાં 1, ધાવામાં 1, વેરાવળમાં 1, ઉનામાં 2 , દાંડીમાં 1, દેલવાડામાં 1, અંજારમાં 1, ગરાળામાં 2, કણેક બરડામાં 1 આમોદ્રામાં 1, તાલામાં 1, બોરવાવમાં 1 અને ચિત્રોડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here