કોલસા કૌભાંડ : અટલ સરકારના મંત્રી દિલીપ રેને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની સજા

0
8

ઝારખંડમાં 1999માં થયેલા કૌલસા કૌભાંડ મામલે રાજ્યકક્ષાના પૂર્વ કોલસા મંત્રી દિલીપ રેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. વાજપેયી સરકારના પૂર્વ કોલસા મંત્રી દિલીપ રે ને દિલ્હીની એક વિશેષ CBI કોર્ટે સજા ફટકારી છે. આ સાથે, કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય બે દોષિતોને પણ ત્રણ વર્ષની સજા ફટકારી છે. તેમજ ત્રણેય પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

થોડાંક દિવસો પહેલા દિલ્હીની એક વિશેષ કોર્ટે વાજપેયી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને 1999માં ઝારખંડમાં એક કોલસા બ્લોક ફાળવણીમાં અનિયમિતતાઓને સંબંધિત કોલસા કૌભાંડ મામલે દોષી જાહેર કર્યાં હતા. કોર્ટે કોયલા મંત્રાલયે તત્કાલીન બે વરિષ્ઠ અધિકારી, પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કેસ્ટ્રોન ટેકનોલોજીજ લિમિટેડ (સીટીએલ), તેના નિદેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કેસ્ટ્રોન માઇનિંગ લિમિટેડને પણ દોષી જાહેર કર્યાં હતા.

વિશેષ સીબીઆઈ કોર્ટે એપ્રિલ 2017માં રે ઉપરાંત કોલસા મંત્રાલયમાં અતિરિક્ત સચિવ એને સલાહકાર પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યાનંદ ગૌતમની સાથે સાથે કેસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડ અને તેના ડિરેક્ટર મહેન્દ્ર કુમાર અગ્રવાલ સામે છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસ હનનના આરોપ નક્કી કર્યા હતા.

દિલીપ રે ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજૂ જનતા દળના સંસ્થાપક સભ્યોમાં સામેલ રહ્યા છે. બીજૂ પટનાયકની સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા હતા. વર્ષ 2002માં BJDએ રેને પાર્ટીમાંથી કાઢી નાખ્યા હતા. ત્યાર પછી તેઓ ભાજપામાં સામેલ થઇ ગયા હતા. દિલીપ રે એક હોટલ ચેનના માલિક પણ છે.

કૌભાંડ સમયે દિલીપ રે વાજપેયી સરકારમાં કોલસા રાજ્યમંત્રી હતા. જ્યારે પ્રદીપ કુમાર બેનર્જી કોલસા મંત્રાલયમાં અતિરિક્ત સચિવ અને પરિયોજના સલાહકારના પદ પર હતા. આ મામલો ઝારખંડના ગિરડીહમાં બ્રહ્મડીહ કોલસા બ્લોક અલોકેશનથી જોડાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here