‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘આત્મારામ ભીડે’ એક એપિસોડથી આટલી કરે છે કમાણી.

0
8

ટેલીવિઝનના સૌથી લોકપ્રિય, જૂનો અને કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ હાલમાં જ ત્રણ હજાર એપિસોડ પૂરા કર્યા છે. ગોકુલધામવાસીઓએ તેનું સેલિબ્રેશન પણ કર્યું હતું. આ શો છેલ્લા 12 વર્ષથી લોકોના દિલો પર રાજ કરતો આવ્યો છે અને આટલા લાંબા સમય સુધી ચાલનારો આ પ્રકારનો પહેલો શો છે. ટીવી ટીઆરપીમાં આ શો હંમેશા ટોપ ફાઈવમાં સામેલ રહે છે.

શોની લોકપ્રિયતાનું ખાસ કારણ તેના પાત્ર અને સમકાલીન મુદ્દા છે. જે સામાન્ય માણસ સાથે સીધા કનેક્ટેડ હોય છે. એવું જ એક પાત્ર આત્મારામ તુકારામ ભીડેનું છે. જેને છેલ્લા 12 વર્ષથી મન્દાર ચંદવાદકર ભજવી રહ્યાં છે. તે આ સીરિયલમાં એક શિક્ષક છે. જે બાળકોને ટ્યૂશન આપે છે અને તેની સાથે જ સોસાયટીના સેક્રેટરી છે. જે તમામ નિયમોથી સોસાયટીના કામો કરાવે છે.

પોતાની એક્ટિંગ અને વ્યવહારાથી આત્મારામ ભીડે લોકોને હસાવે પણ છે. પણ શું તમે જાણો છો કે, મન્દાર ચંદવાદકર એક એપિસોડની કેટલી ફી લે છે. મન્દાર ચંદવાદકર એક એપિસોડની ફીસ 80 હજાર રૂપિયા લે છે. મન્દાર પોતાના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here