વલસાડ નજીક ATS એ MD ડ્રગ્સ સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા

0
7

ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. વલસાડ નજીક ચાર શખ્સોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. રાજ્યમાં યુવા લોકોને નશાના રવાડે ચઢાવવાના પ્રયાસમાં પાછલા દિવસોમાં કરોડોના ડ્રગ્સના જથ્થાઓ ઝડપાયા છે. જેમાં અમદાવાદ અને સુરત મોખરે છે. ત્યારે ફરી એકવાર સુરતમાં ડ્રગ્સ પહોંચે તે પહેલા ATSએ નશાના કારોબાર કરતા લોકોના ઇરાદાને નાકામ કર્યા છે. એમડી ડ્રગ્સને લઈને સફળ ઓપેરશનમાં પોલીસે કુલ 27 લાખ 43 હજારનો ડ્રગ્સ કબ્જે કર્યો છે.

ATSએ વલસાડના ભીલડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 2.74 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો છે.

મુંબઈથી લાવવવામાં આવ્યું હતું ડ્રગ્સ

ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. ત્યારે બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે આ MD ડ્રગ્સ મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા બંને પાસેથી MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓને ATSએ ઝડપી પાડ્યા હતા.

ડ્રગ્સ મુંબઈથી લાવવવામાં આવ્યું હતું અને સમગ્ર સુરત તથા ભરૂચ શહેરમાં વેચવાનું આયોજન હતું તેવું આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. એટીએસએ ચાર આરોપી સાથે 27 લાખ 43 હજારનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટાપાયે ડ્રગ્સના કાળા કારોબારનો વેપલો ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. તો સાથે જ સુરતમાં વેચાતા ડ્રગ્સનો મોટું કૌભાંડ પણ ખૂલ્યું હતું. ત્યારે હજી પણ આ સિલસિલો અટકતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here