મેક્સિકોમાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં હુમલો, 24નાં મોત-કેટલાંક ઘાયલ

0
5

મેક્સિકોનાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં બંદૂકધારીઓએ કર્યો હુમલો, 24નાં મોત

મેક્સિકોનાં ઇરાપુઆટો શહેરમાં એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં 24 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા. હુમલા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્વવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે. હાલ આ મામલે વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.