રાજકોટ : ઓવરટેક મુદ્દે માથાકૂટ થતા STના ડ્રાઇવરનો લોખંડના પાઇપથી હુમલો,

0
10

રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ પર બેટી પુલ નજીક STના ડ્રાઇવરને ઓવરટેક મુદ્દે કારચાલક સાથે માથાકૂટ થઇ હતી. બાદમાં STના ડ્રાઇવર પ્રવીણ ભૂવાએ લોખંડની પાઇપ કાઢી કારચાલકના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ બનાવમાં કારચાલકની પત્ની વચ્ચે પડતા તેના હાથમાં પાઇપ મારી દેતા હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. અમદાવાદ-જૂનાગઢ રૂટની જીજે 18 ઝેડ 5529 નંબરની બસ હતી. ઇજાગ્રસ્ત કારચાલકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં કારચાલકે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ડ્રાઇવરે હુમલો કરતો વીડિયો કોઇએ મોબાઇલમાં કેદ કર્યો

પુત્રને પગમાં પાઇપ માર્યો હતો

કારચાલક પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું કે, બુધવારે તેઓ મોડી સાંજના પત્ની, પુત્રી સાથે અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા. કાર તેનો પુત્ર ચલાવી રહ્યો હતો. ત્યારે કુવાડવાના બેટી પુલ પાસે અચાનક બાઇક ચાલક આડો ઉતરતા બ્રેક મારી હતી. આથી પાછળથી ઓવરટેક કરી રહેલી એસટી બસના ડ્રાઇવરને પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. બાદમાં ડ્રાઇવર લોખંડની પાઇપ લઇને આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ પાઇપ વડે માર મારવા લાગ્યો હતો. પુત્રને પગમાં પાઇપ મારી હતી અને પત્ની ચેતનાબેનને હાથમાં પાઇપ મારતા ફ્રેક્ચર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here