રાહુલ ગાંધીના PM પર પ્રહાર : કહ્યું- મોદીએ સત્તામાં આવવા માટે પોતાની ફેક મજબૂત છબી બનાવી, તે હવે ભારતની સૌથી મોટી નબળાઈ બની ગઈ

0
18

નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું- પીએમએ સતામાં આવવા માટે પોતાની ફેક મજબૂત છબી ઉભી કરી છે. આ તેમની સૌથી મોટી તાકાત છે પરંતુ ભારત માટે આ સૌથી મોટી નબળાઈ છે.

રાહુલે ટ્વિટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ચીન આજે અાપણા વિસ્તારમાં આવીને બેઠું છે. તેમાં તેમણે ચીનની રણનીતીનો ખુલાસો કર્યો છે.

ચીન કોઈ રણનીતી વગર પગલા ભરતું નથી. તેના મગજમાં વિશ્વનો નકશો છે અને તે પોતાની રીતે તેને આકાર આપી રહ્યું છે. તેમાં ગ્વાદર અને બેલ્ટ એન્ડ રોડ પણ સામેલ છે. જ્યારે તમે ચીન વિશે વિચારો તો તમારે એ સમજવું પડશે કે તે કયાં સ્તરે વિચારી રહ્યું છે.

ચીન પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. પછી તે ગલવાન હોય, ડેમચોક હોય, પૈંગોંગ સરોવર હોય. તેમનો ઈરાદો સ્પષ્ટ છે- મજબૂત સ્થિતિમાં આવવું. તેઓ આપણા હાઈવેથી પેરેશાન છે. સાથે જ તે કાશ્મીરમાં પાકિસ્તાનની સાથે મળીને કઈક કરવા માંગે છે. આ કારણે આ કોઈ સાધારણ વિવાદ નથી.

મોદી માટે પ્રભાવી પોલિટિશિયન રહેવું મજબૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ બનાવવા માટે આ આયોજિત સીમા વિવાદ છે. ચીન એક ખાસ રીતે દબાણ બનાવવાનું વિચારી રહ્યું છે. તે વડાપ્રધાનની છબી પર હુમલા કરી રહ્યું છે. તેઓ જાણે છે કે મોદી માટે પ્રભાવી રાજકારણી રહેવું મજબૂરી છે. એક રાજકારણીના રૂપમાં બની રહેવા માટે તેમણે પોતાની 56 ઈંચની છબીની રક્ષા કરવી પડશે. તેમણે એ સમજવું પડશે કે ચીન આ બાબતે વોર કરી રહ્યું છે.

તેઓ ખાસ કરીને મોદીને કહી રહ્યાં છે કે જો તમે તે નહિ કરો તો ચીન ઈચ્છે છે કે તે પીએમની મજબૂત નેતાની છબીને નુકસાન પહોંચાડશે.

શું મોદી ચીનના પડકારનો સ્વીકાર કરશે

હવે સવાલ એ છે કે મોદી આ અંગે શું પ્રતિક્રિયા આપશે. શું તેઓ તેનો સામનો કરશે. શું તેઓ ચીનના પડકારનો સ્વીકાર કરશે અને કહેશે કે ના, હું ભારતનો વડાપ્રધાન છું, હું તમારો સામનો કરીશ. મને મારી છબીની ચિંતા નથી. કે પછી તેઓ તેમની સામે હથિયાર હેઠા મૂકી દેશે.

મારી ચિંતા એ છે કે વડાપ્રધાન હાલ દબાણમાં છે. ચીન આપણા વિસ્તારમાં બેઠું છે અને મોદી ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે તેઓ બેઠા નથી. તેનાથી મને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેમને પોતાની છબીની ચિંતા છે અને તેમનુ ધ્યાન તેને બચાવવા પર છે. જો તેઓ ચીનને સમજવાની તક આપે છે કે મોદી છબીને લઈને ચિંતિત છે તો તેમને ઘેરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો ભારતીય વડાપ્રધાન કોઈ કામના રહેશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here