પાકિસ્તાનના સિંધમાં મંદિર પર હુમલો, માતા રાનીની મૂર્તિની તોડફોડ

0
25

ઇસ્લામાબાદ : પાકિસ્તાન પોતાની અવળચંડાઇ બંધ નથી કરી રહ્યું. પાકિસ્તાનમાં લઘુમતિઓ સાથે સતત ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ફરી એક વખત અહીં હિન્દુ મંદિર પર હુમલો (Hindu temple vandalised) કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ સિંધ પ્રાંતમાં માતા રાની ભાતિયાની મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ મહિને ત્યાં પવિત્ર ધર્મસ્થળ નનકાના સાહિબ (Nankana Sahib Gurdwara) પર પણ પથ્થમારો કરવામાં આવ્યો હતો.

મૂર્તિ પર કાળો રંગ ફેંકવામાં આવ્યો

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે દાવો કર્યો છે કે સિંધ પ્રાંતમાં માતા રાની ભાતિયાની મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ચાર તસવીર પણ શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે કોઈએ મૂર્તિ પર કાળો રંગ ફેંક્યો છે, આ ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી છે. સાથે જ મંદિરને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાયલાએ લખ્યું છે કે, ‘સિંધમાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. માતા રાની ભાતિયાનીના મંદિરમાં પવિત્ર મૂર્તિ અને ગ્રંથોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.’

માતા રાની ભાતિયાનીની પૂજા સામાન્ય રીતે પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કરવામાં આવે છે. જેમનું સૌથી મોટું મંદિર રાજસ્થાનના બાડમેરના જાસોલ જિલ્લામાં છે.

નનકાના સાહિબમાં પથ્થરમારોઆ જ મહિને પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર પથ્થરમારાનો એક વીડિયો વહેતો થયો હતો. આ વીડિયોમાં એક દેખાવકારે પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ નબી મુસ્તફ કરવાની ધમકી પણ આપી હતી. અહીં લોકો શીખ વિરોધી નારા લગાવી રહ્યા હતા. કટ્ટરપંથી ભીડ કરેલી ધમાલને કારણે નનકાના સાહિબમાં થોડા સમય માટે ભજન-કીર્તન રદ કરવા પડ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here