ન્યુઝ ચેનલના એડિટર પર હુમલો : મુંબઈમાં અર્નબ ગોસ્વામી પર બે લોકોએ હુમલો કરવાની કોશિશ કરી, સહી પણ ફેંકી; પોલીસ ફરિયાદ નોંધાઈ

0
9

મુંબઈ. રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અને એન્કર અર્નબ ગોસ્વામી પર મુંબઈમાં બુધવારે મોડી રાતે બે લોકોએ હુમલો કરવાની કોશિશ કરી હતી. હુમલો કરવામાં નિષ્ફળ રહેલા હુમલાખોરો કાર પર સહીં ફેંકીને ભાગી છુટ્યા હતા. ઘટનાના સમયે તેમની પત્ની સમિયા ગોસ્વામી પણ સાથે હતી. આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ હુમલો ગણપતરાવ કદમ માર્ગ પર સ્થિત તેમના ઘરથી માત્ર 500 મીટરના અંતરે જ કરવામાં આવ્યો હતો. અર્નબ તે સમયે કાર ચલાવી રહ્યાં હતા. ફરિયાદ મુજબ હુમલાખોર અર્નબની ગાડીની આગળ આવ્યા હતા અને કારના કાચને તોડવાની કોશિશ કરી હતી. જોકે તે નિષ્ફળ ન રહેતા કાર પર સહી ફેંકીને ભાગી ગયા હતા. બીજી તરફ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે અર્નબ ગોસ્વામી પર કરવામાં આવેલી હુમલાની કોશિશની નીંદા કરીએ છીએ. જો આ મામલામાં ફરીયાદ થઈ હોય તો પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.

હુમલાની માહિતી અર્નબે એક વીડિયો દ્વારા આપી

ન્યુઝ ચેનલનું ટ્વિટ

સોનિયા ગાંધી અંગે ટિપ્પણી કરી

  • અર્નબે આચાર્ય પ્રમોદ કૃષ્ણનને કહ્યું કે જો કોઈ પાદરીની હત્યા થઈ હોત તો તમારી પાર્ટી અને તમારી પાર્ટીની રોમથી આવેલી ઈટલી વાળી સોનિયા ગાંધી બિલકુલ પણ ચૂપ ન રહેત. અર્નબે કહ્યું કે સોનિયા ગાંધી તો ખુશ છે. એ તો ઈટલીમાં રિપોર્ટ મોકલશે કે જુઓ, જ્યાં મેં સરકાર બનાવી છે, ત્યાં હિન્દુ સંતોને મરાવી રહી છું. ત્યાંથી તેમને વાહવાહી મળશે. લોકો કહેશે કે સોનિયા ગાંધીએ સારું કર્યું. આ લોકોને શરમ આવવી જોઈએ. શું તમને લાગે છે કે હિન્દુ ચૂપ રહેશે ? આજે પ્રમોદ કૃષ્ણને જણાવવું જોઈએ કે શું હિન્દુ ચૂપ રહેશે ? સમગ્ર ભારત પણ એ જ પૂછી રહ્યું છે. બોલવાનો સમય આવી ગયો છે.
  • આ દરમિયાન નાગપુરમાં અર્નબની વિરુદ્ધ ભડકાવવાના આરોપોમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે અર્નબની ધરપકડની માંગ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે કેટલાક મીડિયા હાઉસ હમેશાંથી નફરત ફેલાવવા તૈયાર રહે છે અને તેમની ટીવી ચેનલો દ્વારા સમાજ સુધી પહોંચાડે છે.

એડિટર ગિલ્ડ ઓફ ઈન્ડિયામાંથી રાજીનામુ આપી ચૂક્યા છે અર્નબ

અર્નબ ગોસ્વામીએ તાજેતરમાં જ એક લાઈવ શો દરમિયાન જ એડીટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયામાંથી રાજીનામું આપ્યું હતું. અર્નબે તેના રાજીનામા માટે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના ઘટતા મુલ્યોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એડિટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયાએ વ્યક્તિગત પૂર્વગ્રહો માટે નૈતિકતા સાથે સમાધાન કર્યું છે. તેઓ ઘણા લાંબા સમયથી એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય છે, જોકે હવે તે માત્ર કેટલાક લોકોનું ગ્રુપ છે, જેમનામાં ફેક ન્યુઝને ફેક કહેવાની હિંમ્મત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here