અમદાવાદ : અદાવતમાં હાટકેશ્વર વિસ્તારમાં બે પિતરાઇ ભાઇઓ પર હુમલો, એક પછી એક 16 ઘા માર્યા બાદ ચાર યુવકો પલાયન.

0
17

શહેરના હાટકેશ્વર વિસ્તારમાંથી બાઇક પર પસાર થઇ રહેલા બે પિતરાઇ ભાઇઓ પર ચાલુ બાઇકે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બન્ને ભાઇઓ નીચે પટકાયા હતા. ત્યારે ચાર જેટલા હુમલાખોરોએ એક ભાઇને એક પછી એક 16 છરીના ઘા માર્યા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઘાયલ યુવકે અગાઉની અદાવતમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અરાઇવાડી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રાકેશ નારણભાઇ કવંડર પોતાના પરિવાર સાથે રહે છે અને હાટકેશ્વર શાક માર્કેટ પાસે ઇડલીની લારી ચલાવી વેપાર કરે છે. 23મીના રોજ રાકેશ 8.45 વાગ્યે પોતાના માસીના દિકરા ભરત મુદલરા અને તેને મિત્ર વિજયને બાઇક પર તેને રબારી કોલોની મુકવા ગયા હતા. વિજયને મુકી ભરત તથા રાકેશ પરત આવી રહ્યા હતા. ત્યારે અમરાઇવાડી અજય ટેનામેન્ટ પાસે પોહોંચ્યા ત્યારે ત્યાં મોઢે રૂમાલ બાંધી ચાર યુવકો ઉભા હતા. તેમણે ભરતને ચાલુ બાઇકે દંડો મારતા બન્ને નીચે પટકાયા હતા. ત્યારે અજાણ્યા શખસો રાકેશ પર પણ દંડા વડે તુટી પડ્યા હતા.

આ દરમિયાન થોડે દૂરથી રાકેશ નાડીયા અને તેનો સાળો પ્રકાશ મદ્રાસી આવ્યા હતા અને ચાકુ વડે વારા ફરતી થાપાના ભાગે ચાકુ મારવા લાગ્યા હતા. રાકેશ પર થયેલા હુમાલામાં તે લોહીલુહાણ થઇ ગયો હતો અને નીચે પટકાયો હતો. જેથી ભરતે બુમાબુમ કરી મુકી હતી. જેથી આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. જેથી રાકેશ, પ્રકાશ સહિતના લોકો ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ રીક્ષામાં બેસાડી રાકેશને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ ચેક કરતા એક પછી એક 16 ઘા રાકેશને વાગ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે રાકેશે અગાઉની અદાવતને ધ્યાનમાં રહી રાકેશ નાડીયા, પ્રકાશ સહિતના લોકોએ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here