Friday, February 14, 2025
Homeસુરેન્દ્રનગરSURENDRANAGAR : લખતરના ઓળક ગામમાં યુવકના પિતા અને નાના ભાઇ પર હુમલો

SURENDRANAGAR : લખતરના ઓળક ગામમાં યુવકના પિતા અને નાના ભાઇ પર હુમલો

- Advertisement -

લખતર તાલુકાના ઓળક ગામે ત્રણ વર્ષ પહેલા કરેલ પ્રેમલગ્ન બાબતનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ બે શખ્સોને ધારીયા, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે ત્રણ વ્યક્તિ સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લખતરના તલસાણા ગામે રહેતા મયુરભાઈ મોહનભાઈ રાઠોડ અને તેમના પિતા સહિતના પરિવારજનો બેન-બનેવી વગેરે લોકો છારદ ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. ત્યાંથી બપોરે ઓળક ગામે રહેતા સબંધી નટુભાઈ ગોવાભાઈ ઉપદળાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન ફરિયાદીના મામા રતનસંગ તેમનો દિકરો પૃથ્વીરાજસિંહ તેમજ અન્ય મામા ચંદુભાઈનો દિકરો નસુભાઈ (તમામ રહે.ઓળક) ત્યાં આવ્યા હતા અને એકસંપ થઈ લોખંડનો પાઈપ, ધારીયું સહિતના હથિયારો સાથે બોલાચાલી કરી હતી. આરોપીઓએ મયુરભાઇ અને તેમના પિતા મોહનભાઈને ધારીયા તેમજ લોખંડના પાઈપ વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર મયુરભાઇએ લખતર પોલીસ મથકે રતનસંગ કેહુભા જાદવ, પૃથ્વીરાજસિંહ રતનસંગ જાદવ અને નસુભાઈ ચંદુભા જાદવ (તમામ રહે. ઓળક) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદી મયુરભાઇના મોટાભાઈએ કૌટુંબિક મામાની દિકરી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખી હુુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular