વર્કિંગ ટુગેધર : ‘અટેક’ ફિલ્મમાં ફરીવાર જ્હોન અબ્રાહમ અને જેક્લીન ફર્નાન્ડિઝ સાથે દેખાશે, ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થશે

0
23

બોલિવૂડ ડેસ્ક: જ્હોન અબ્રાહમ તેના પ્રોડક્શન હાઉસ હેઠળ ‘અટેક’ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર હોવાની સાથે સાથે જ્હોન ફિલ્મનો લીડ હીરો પણ છે. આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર લક્ષ્ય રાજ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં જ્હોન અબ્રાહમની સાથે રકૂલ પ્રીત સિંહ અને જેક્લીન ફર્નાન્ડિઝ લીડ રોલમાં છે. જેક્લીન ફર્નાન્ડિઝે સેટ પરનો જ્હોન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું કે, ‘અટેક બેક વિથ જ્હોન.’ સ્વાભાવિક છે કે અગાઉ આ બંનેએ 2012માં આવેલ ફિલ્મ ‘હાઉસફુલ 2’, 2013માં આવેલ ‘રેસ 2’ અને 2017માં આવેલ ફિલ્મ ‘ઢીસૂમ’માં કામ કર્યું હતું.

https://www.instagram.com/p/B7TemJknCK8/?utm_source=ig_embed

‘અટેક’ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલાં જ શરૂ થયું છે જ્યારે ફિલ્મનો ફર્સ્ટ લુક જ્હોને ગયા વર્ષે જ રિલીઝ કરી દીધો હતો. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય જ્હોન ‘મુંબઈ સાગા’ ફિલ્મ અને ‘સત્યમેવ જયતે 2’માં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here