રાખડી દ્વારા લોકોને ‘વેક્સિન લો અને સુરક્ષિત રહો’ નો મેસેજ આપવાનો પ્રયાસ

0
0

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાજ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઇને એક મહિલા અવનવી રાખડી બનાવી રહ્યા છે. આ વર્ષે રાજકોટમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં મહિલા દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતી રાખડી બનાવવામાં આવી છે. જેમાં માસ્ક અને સેનિટાઇઝર, ફાફડા-જલેબી, કાર, આઈફોન, વેફર, ડેરીમિલ્ક અને મોદી-રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ વાળી રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

‘વેક્સિન લો અને સુરક્ષિત રહો’ નો મેસેજ આપવાનો પ્રયાસ
શહેરનાં એરપોર્ટ રોડમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી અવનવી રાખડીઓ બનાવતા હીનલબેન જીજ્ઞેશભાઈ રામાનુજે પોતાની આ અવનવી રાખડી વિશે જણાવ્યું હતું કે, રક્ષાબંધનને લઈને રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં દરવર્ષની જેમાં આ વખતે પણ હું એક નવો કન્સેપ્ટ લાવી છું. રક્ષાબંધનનાં તહેવારમાં બહેન ભાઈને રક્ષાનાં પ્રતીક રૂપે રાખડી બાંધે છે. અને હાલ કોરોના કાળમાં વેકસીન પણ એક સુરક્ષાનું પ્રતીક છે. ત્યારે આ બંનેનો સમન્વય કરી રાખડી બનાવી છે. અને લોકોને ‘વેક્સિન લો અને સુરક્ષિત રહો’ નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે.

અવનવી રાખડીઓ બનાવતા હીનલબેન જીજ્ઞેશભાઈ રામાનુજ
અવનવી રાખડીઓ બનાવતા હીનલબેન જીજ્ઞેશભાઈ રામાનુજ

PM અને CMના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ મુકવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વેકસીન રાખડીમાં PM મોદી અને CM વિજય રૂપાણીનાં ફોટા સાથે વેક્સિનની નાની બોટલ મુકવામાં આવી છે. સાથે જ લોકોને વેકસીન લેવા માટે પ્રેરણા મળે તેવા જુદા-જુદા મેસેજ પણ આ રાખડીઓ ઉપર લખવામાં આવ્યા છે. જો કે ખરેખર વેક્સિન તો બુથ પર જઈને જ લઈ શકાશે, પણ રાખડી દ્વારા આ માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારી અપીલ છે કે જેમણે વેક્સિન નથી લીધી તે તુરંત લઇ લે અને દેશને કોરોનામુક્ત બનાવવામાં સહયોગ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here