Friday, April 26, 2024
Homeબહુચરાજી : પીએમ આંગડિયા પેઢીમાં ધોળેદહાડે છરીની અણીએ બે લૂંટારુઓનો લૂંટનો પ્રયાસ.
Array

બહુચરાજી : પીએમ આંગડિયા પેઢીમાં ધોળેદહાડે છરીની અણીએ બે લૂંટારુઓનો લૂંટનો પ્રયાસ.

- Advertisement -

બહુચરાજીમાં નીચલી બજારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં શનિવારે બપોરે લૂંટના પ્રયાસની ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ખડો કર્યો છે. છરી લઇને ઘૂસેલા બે શખ્સો પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલાં આંગડિયા કર્મીએ બૂમાબૂમ કરી એક શખ્સનો હિંમતપૂર્વક સામનો કરતાં બંને લુટારુ મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યા હતા. જોકે, લૂંટમાં કંઇ ગયું ન હોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

બહુચરાજીની નીચલી બજારમાં શિવ કોમ્પલેક્ષની સામે આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં શનિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં બે અજાણ્યા બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને રૂ.500-500ની બે-ચાર નોટ કાઢી કામ હોવાનો ડોળ કરી એક શખ્સે છરી કાઢી હતી. આથી સચેત થયેલા આંગડિયા કર્મી મહેશભાઇ ઠક્કરે બારીમાંથી બૂમાબૂમ કરતાં દાદરામાં ઊભેલો શખ્સ ભાગી ગયો હતો.

જ્યારે બીજા શખ્સનો હિંમતપૂર્વક સામનો કરતાં તે પણ ભાગી ગયો હતો. ઘટનાને લઇ આસપાસના વેપારીઓ ભેગા થઇ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક લુટારુ રેલવે સ્ટેશન તરફ અને બીજો શખ્સ દયાનંદ કોમ્પલેક્ષ તરફ ભાગી ગયા હતા. આ ઘટનામાં રોકડ કે કોઇ ચીજવસ્તુ ગઇ ન હોઇ આંગડિયા કર્મીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

સપ્તાહ અગાઉ થયેલી લૂંટના આરોપી હજી પકડાયા નથી ત્યાં બીજી ઘટનાથી ભય

દશેક દિવસ અગાઉ બહુચરાજીમાં વિરમગામ હાઇવે પર નિલકંઠ કોમ્પલેક્ષમાં મની ટ્રાન્સફર કરાવવા આવેલા 3 શખ્સોએ દુકાનદાર જેરામભાઇ ઓડને રિવોલ્વર જેવું હથિયાર બતાવી બંધક બનાવી રૂ.75,550ની લૂંટ કરી હતી. જેના આરોપીઓ હજુ પકડાયા નથી, ત્યાં લૂંટના પ્રયાસની ઘટના બનતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊઠી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular