Home ગાંધીનગર  ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ!

ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ!

0
6

ગાંધીનગરના ઉદ્યોગભવનમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન થતુ હોવાના આરોપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદામાં પોલીસે વ્યક્તિની અટકાયત કરી લીધી હતી.

મળતી વિગત મુજબ, વલ્લભપુરમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન થતુ હોવાથી જસવંતસિંહ સોલંકીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને ઉદ્યોગભવન પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ દરમિયાન જસવંત સિંહ સોલંકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આત્મવિલોપનનો પ્રયાસ કરતા જસવંતસિંહ સોલંકીની પોલીસે અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગાંધીનગરના વલ્લભપુરના જસવંતસિંહ સોલંકીએ ગામમાં ગૌચરની જમીનમાં દબાણ થતા ચીમકી આપી હતી. જેમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવા અંગે જણાવવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. ત્યારે જસવંતસિંહ સોલંકી ઉદ્યોગભવન પોહંચ્યાં હતા જ્યાં તેઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી લીધી.

Live Scores Powered by Cn24news