રાજકોટ : યુનિવર્સિટી પોલીસ મથકમાં યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ, જાતિ વિરૂદ્ધ અપશબ્દ કહ્યાનો પોલીસ પર આક્ષેપ

0
4

રાજકોટમાં ગત મોડી રાત્રે પોલીસના ત્રાસના આક્ષેપ સાથે યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે જાતિ વિરૂદ્ધ અપશબ્દ અને હેરાનગતિ કરવામાં આવી હોવાનો પોલીસ પર આક્ષેપ કર્યો છે. યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે અટકાવ્યો હતો અને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યુવકનુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની વિગત અનુસાર ગત મોડી રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક યુવકે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. રવિ નામના યુવકે યુવરાજસિંહ નામના પોલીસ દ્વારા અવારનાવર ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવક દીવાસળી ચાંપે તે પહેલા જ પોલીસે આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો અને યુવક પાસેથી કેરોસીનનું કેન અને માચીસ કબ્જે કરી લીધી હતી. બાદમાં યુવકને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here