પંજાબ : ઘર બહાર પરિવાર સાથે ઊંઘેલી 4 વર્ષિય બાળકીના અપહરણનો પ્રયાસ

0
0

પંજાબના લુધિયાણાના રીશીનગર વિસ્તારમાં 4 વર્ષિય બાળકીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.ઘર બહાર પરિવારના સભ્યો સાથે રાત્રે બાળકી ઊંઘી રહી હતી.આ દરમ્યાન રાત્રીના 1 વાગ્યે એક શખ્સ ત્યાં ત્રણ પૈડાવાળી સાયકલ સાથે આવે છે.તે બાળકીને ઉઠાવી ભાગી જાય તે પહેલા જ બાળકનો રડવાનો અવાજ સાંભળી બાજુમાં ઊંઘતી એક મહિલા જાગી જાય છે.મહિલાએ બાળકીને પોતાની પાસે લઈ લીધી તો આરોપી ત્યાંથી નાસી જાય છે.જોકે તે ભાગીને દૂર જાય તે પહેલા જ લોકોએ પકડી લીધો હતો.સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here