Friday, March 29, 2024
Homeગાંધીનગર : બટાકાની આડમાં હરિયાણા અને પંજાબથી દારૂ ઘૂસાડવાનો પ્રયાસ,
Array

ગાંધીનગર : બટાકાની આડમાં હરિયાણા અને પંજાબથી દારૂ ઘૂસાડવાનો પ્રયાસ,

- Advertisement -

ગાંધીનગર. લોકડાઉનના હોવા છતાં અનેક જગ્યાએથી દારૂના જથ્થા પકડાવાના બનાવ બની રહ્યા છે. વધુ બે બનાવમાં બટાકાં અને સેનિટાઇઝરની આડમાં છેક હરિયાણા અને પંજાબથી દારૂ ભરેલી ટ્રકો રાજ્યમાં ઘૂસાડવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવ્યું છે. આ ટ્રક ડ્રાઇવરો પાસેથી હરિયાણા અને પંજાબના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના મુક્તિ પાસ પણ મળી આવ્યા છે. ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર કરતા વાહનોની મુક્તિની આડમાં આ વ્યવસ્થાનો ગેરલાભ લઈને કેટલાક લોકો ગુનાઇત પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.

બટાકાંની હેરફેરના બહાને દારૂની અવરજવર થતી હતી

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સેનિટાઇઝર લઈ આવવા હરિયાણાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી સાથેના પત્રની આડમાં એસેન્સિયલ સર્વિસનું સ્ટિકર લગાવીને ટ્રકમાં લઈ જવાતો રૂ. 11.40 લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. અન્ય એક કિસ્સામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પંજાબના એક જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો મંજૂરી પત્ર બનાવીને બટાકાંની હેરફેરના બહાને દારૂની અવરજવર થતી પકડી પાડીને 16.80 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને કિસ્સામાં ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લૉકડાઉન દરમિયાન બૂટલેગરો એમ્બુલન્સમાં દારૂની હેરાફરી કરતા હતા. હવે જ્યારે લૉકડાઉનમાં થોડી રાહત આપવામાં આવી છે ત્યારે બુટલેગરો શાકભાજી અને સેનેટાઇઝ કરવાના બહાને દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular