દૃષ્ટિકોણ : અદા શર્માએ કહ્યું- ટ્રોલિંગથી કોઈના મગજ પર કેટલી ખરાબ અસર થઈ શકે છે

0
0

ફિલ્મ ‘કમાન્ડો’ ફેમ અદા શર્માના ઘણા પ્રોજેક્ટ કોરોના મહામારીને કારણે લોકડાઉન થવાને લીધે હોલ્ડ પર છે. ઘણા લોકોની જેમ તે પણ આખા વિશ્વમાં માહોલ નોર્મલ થઈ જવાની રાહ જોઈ રહી છે જેથી તે પોતાનું કામ શરૂ કરી શકે. તાજેતરમાં અભિનેત્રીએ જણાવ્યું કે, લોકડાઉનમાં તેણે ઘણી નવી વસ્તુઓ પણ શીખી છે. અત્યારે અભિનેત્રીનો ફેસ માસ્ક સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

અદા પોતાના માસ્ક પર્સનલી ડિઝાઈન કરાવે છે
અદા કહે છે કે, આપણે બધા જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, સોશિયલ મીડિયા પર પણ ઘણી નેગેટિવિટી છે. આવી સ્થિતિમાં પોતાની જાતને મોટિવેટેડ રાખવી જરૂરી છે. હું મારી જાતને ફેશનમાં અપડેટેડ રાખવાનું પસંદ કરું છું. આ જ કારણ છે કે મેં યુનિક માસ્ક પહેરવાનું શરૂ કર્યું પછી ભલે તે સ્કેલિટન લુક, ડ્રેક્યુલા લુક હોય કે બુલ ડોગ લુક. હું પર્સનલી તેને ડિઝાઈન કરાવું છું અને પહેરું છું. હું ખુશ છું કે લોકોને મારો લુક ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

અદાએ મેન્ટલ હેલ્થ વિશે વાત કરી
સોશિયલ મીડિયા પર નેગેટિવિટી અંગે અદા કહે છે કે, હું ભાગ્યશાળી છું કે હું તે અભિનેત્રીઓમાંની એક છું જે લોકો સોશિયલ મીડિયા પર મારો ઘણો સપોર્ટ કરે છે. જો કોઈ વિચિત્ર માસ્ક પણ પહેર્યું હોય તો પણ લોકો તેની પ્રશંસા કરે છે. જો કે, એ વાતને નકારી શકાય નહીં કે સોશિયલ મીડિયા પર ઘણા લોકોને નેગેટિવિટીનો સામનો કરવો પડ્યો છે. આ ટ્રોલર્સે સમજવું પડશે કે તેમનાટ્રોલિંગથી કોઈની મેન્ટલ હેલ્થ પર કેટલી ખરાબ અસર પડી શકે છે. આપણે બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, આવી સ્થિતિમાં એકબીજાની હિંમત વધારવી જોઈએ અને નેગેટિવિટી ફેલાવવાથી બચવું જોઈએ.

અદા તેની આસપાસના લોકો માટે કંઈક કરવા માગે છે
લોકડાઉનમાં પસાર કરી રહેલી પોતાના દિવસો વિશે અદા કહે છે કે, સૌથી સારી વાત એ છે કે, મારી માતા મારી સાથે રહે છે, આવા સમયમાં હું એકલી નથી. જે તકલીફ હું બીજા લોકોની સાંભળું છું તેની સાથે હું મારી જાતની તુલના નથી કરી શકતી. લોકોની સમસ્યા મારા કરતાં વધારે છે. એક અભિનેત્રી તરીકે હું પણ બને તેટલી જલ્દી શૂટ પર પરત ફરવા માગું છું. આ મહામારીએ મને ઘણું શીખવ્યું છે, હવે હું મારી જાત કરતાં વધારે મારી આસપાસના લોકો માટે કંઇક કરવા માગું છું. પહેલાં હું મારી જિંદગી વિશે વિચારતી હતી, પરંતુ હવે લોકો માટે પણ કંઇક કરવા માગું છું.

અદાને ફિઝિકલી ફિટ રહેવાનું પસંદ છે
ફિલ્મ ‘કમાન્ડો’ વિશે વાત કરતાં અદા કહે છે કે, આ ફિલ્મ દ્વારા મને એક અલગ ઓળખ મળી છે. મને લાગે છે કે આ ફિલ્મની તૈયારી હું બાળપણથી જ કરતી હતી. પર્સનલી હું મારી જાતને ફિઝિકલી ફિટ રાખવાનું વધારે પસંદ કરું છું. આ ફ્રેન્ચાઈઝી દ્વારા મને દરેક સ્ટન્ટ કરવાની તક મળી છે. ફિલ્મની આગામી ફ્રેન્ચાઈઝીનું સ્ક્રિપ્ટિંગ પૂરું થઈ ગયું છે, જેવી પરમિશન મળશે અમે શૂટિંગ શરૂ કરી દઈશું. વાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે, તે આ લોકડાઉનમાં વાંસળી વગાડતાં શીખી છે. તેને મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ સાંભળવાની સાથે સાથે શીખવાનો પણ શોખ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here