કમાણીની શરૂઆતથી જ રોકાણ કરવામાં આવે તો લાંબાગાળે સારી એવી વેલ્થ ક્રિએટ કરી શકાય. લાંબા ગાળાના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા આ રોકાણ પર લાખોપતિ બની શકો છો. આ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે એલઆઈસીની એક સ્કીમ છે. જે દરમહિને રૂ. 1358ના રોકાણ પર મેચ્યોરિટી દરમિયાન રૂ. 25 લાખની વેલ્થ ક્રિએટ કરી આપે છે. સ્કીમનું નામ છે એલઆઈસી જીવન આનંદ પોલિસી..એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં રોજિંદા રૂ. 45નું નજીવુ રોકાણ તમને રૂ. 25 લાખથી વધુની મૂડીનું સર્જન કરવાની તક આપે છે. જો તમે ઓછા પ્રીમિયમમાં તગડુ રિટર્ન મેળવવા માગતા હોવ તો આ જીવન આનંદ પોલિસી શ્રેષ્ઠ છે. જે ટર્મ પોલિસી તરીકે પણ ઓળખાય છે.