11 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારે ધન જાતકોને ગ્રહ સ્થિતિ અને ભાગ્યનો સાથ મળશે,

0
6

મેષઃ

પોઝિટિવઃ– ધાર્મિક સંસ્થાઓમાં સેવા સંબંધિત કાર્યોમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. સામાજિક સીમા વધશે અને તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં આજે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલા માટે સાવધાન રહો. કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં જો મુશ્કેલી આવી રહી હોય તો તેમાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ– ટેક્સ અને ઉધાર સંબંધિત મામલાઓને આજે સ્થગિત જ રાખો.

લવઃ– ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– આજે લોકોની ચિંતા કરશો નહીં અને તમારા મન પ્રમાણે કાર્યો કરવામાં ધ્યાન આપો. કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થયા હોવા છતાં આ લોકો તમારી યોગ્યતાના આશિક થઇ જશે.

નેગેટિવઃ– મનને સંયમિત રાખવું વધારે જરૂરી છે. ક્યારેક-ક્યારેક ઈગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકી શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો વ્યક્તિ પોતાની પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– નિયમિત ચેકઅપ ઉપર ધ્યાન આપો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી તમે તમારી અંદરની ઊર્જાને એકત્રિત કરવા માટે જે પ્રયાસ કર્યાં છે. તેના કારણે તમારો સ્વભાવ ખૂબ જ વધારે પોઝિટિવ થઇ ગયો છે.

નેગેટિવઃ– જો પ્રોપર્ટી કે વાહન સાથે સંબંધિત લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેને સ્થગિત રાખવું યોગ્ય છે. ગ્રહ ગોચર તેમના પક્ષમાં રહેશે.

વ્યવસાયઃ– ધન સંબંધિત મુશ્કેલીઓના કારણે પ્રોડક્શનનું કામ અટકી શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાં તેમનો સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો થઇ શકે છે.


કર્કઃ

પોઝિટિવઃ– થોડાં વિશેષ કાર્ય સંબંધિત બનેલી યોજના આજે શરૂ થશે. ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. સંતાનની કોઇ ઉપલબ્ધિથી સુકૂન અને સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– અન્યના હસ્તક્ષેપના કારણે તમારે આર્થિક નુકસાન થવાની આશંકા છે. આજે કોઇપણ નિર્ણય સ્વયં લેશો નહીં. મતભેદ ઉત્ત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓમાં થોડાં પરિવર્તન આવે તેવી સંભાવના છે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન અવ્યવસ્થિત હોવાના કારણે કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત આજે તમારા ભાગ્યોદય સંબંધિત કોઇ દ્વાર ખોલી શકે છે. યુવા વર્ગ પોતાની કોઇ દુવિધાના દૂર થવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ– તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. તમારી વાણીના કારણે તમારે અપમાનનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– કારોબારી વિસ્તાર સંબંધિત કોઇ યોજના હાથમાં આવી શકે છે.

લવઃ– પરિવારમાં એકબીજા સાથે પ્રેમ રહેશે.

સ્વાસ્થ્યઃ– એલર્જી થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા કાર્યો ઉપર જેટલો વધારે પરિશ્રમ કરશો તેના જ પ્રમાણે તમને યોગ્ય રિઝલ્ટ પણ મળશે. વિદ્યાર્થી વર્ગની પણ શિક્ષા સંબંધિત કોઇ મુશ્કેલી દૂર થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ સભ્યને લઇને તમારી અંદર શંકા કે વહેમ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર એકાગ્ર ચિત્ત થઇને કામ કરવું.

લવઃ– પારિવારિક સભ્યોનું એકબીજા સાથે તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– મેડિટેશન અને યોગની મદદ લો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. દિવસથી ચાલી રહેલી વ્યસ્તતાથી આજે રાહત મળશે અને શાંતિ અને સુકૂન મળશે.

નેગેટિવઃ– ઘરના વડીલોના માન-સન્માનમાં કોઇપણ પ્રકારની ખામી ન કરો. નકારાત્મક વિચારોને પોતાની અંદર વધારશો નહીં.

વ્યવસાયઃ– આજે માર્કેટિંગ સંબંધિત બધા કાર્યોને સ્થગિત કરો.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ લાવશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલી તમારી આસ્થા તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવશે. તમારો આખો દિવસ વિશેષ કાર્ય સંબંધિત યોજના બનાવવા અને તેને સંપન્ન કરવામાં પસાર થશે.

નેગેટિવઃ– શેર બજાર અને સટ્ટા જેવા રિસ્કી કામોથી દૂર રહો. કોઇ મોટું નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– વેપારમાં જે પરિવર્તન સંબંધિત યોજના બની રહી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ એલર્જી થઇ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિઓ તથા ભાગ્ય તમારા માટે સારા અવસર લઇને આવશે. તેનો ભરપૂર સહયોગ કરો. તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ કરો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. સેવિંગ પણ ઓછી થશે.

વ્યવસાયઃ– જો પાર્ટનરશિપ સંબંધિત કોઇ યોજના બની રહી છે તો હાલ થોડો સમય રોકાઇ જાવ.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી નબળી રહેશે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ– કોઇ સંબંધી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. ઘરના વડીલોની સલાહથી સંબંધોને ખરાબ થવા દેશો નહીં.

વ્યવસાયઃ– રૂપિયાની લેવડ-દેવડ સંબંધિત કાર્યોને વધારે સાવધાનીપૂર્વક કરો.

લવઃ– તમારી મનોસ્થિતિને સામાન્ય રાખો.

સ્વાસ્થ્યઃ– ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ વધશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– થોડાં સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઉકેલાઇ જશે. એક નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને અહંકાર તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. ભાઇઓ સાથે જમીન સંપત્તિ સંબંધિત વિભાગને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– સંપર્ક સૂત્રો અને માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધારે સમય વ્યતીત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ખૂબ જ પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે રચનાત્મક અને ઘરની સજાવટ સંબંધિત કાર્યોમાં રસ રહેશે. થાક વધારે રહેશે. રાહત મેળવવા માટે કોઇ એકાંત અથવા ધાર્મિક સ્થાનમાં જવાનો વિચાર બનશે.

નેગેટિવઃ– કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. તમે તમારા નિર્ણયને સર્વોપરિ રાખો. તમારે તમારી એનર્જીને પોઝિટિવ જાળવી રાખવાની જરૂર છે.

વ્યવસાયઃ– ભવિષ્ય સંબંધિત યોજનાઓને હાલ સ્થગિત કરો.

લવઃ– પારિવારિક વ્યક્તિઓનો સંપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– મેડિટેશન અને યોગ કરવો તમારી સમસ્યાઓનો ઉકેલ છે.