12 ઓગસ્ટનું રાશિફળ

0
36

મેષ – પોઝિટિવ – નવી યોજનાઓ શરૂ થશે. પરિવાર સાથે આનંદ માણશો. ફક્ત તમારા પ્રયત્નોથી તમે લોકપ્રિયતા અને સામાજિક સમ્માન મેળવશો. તમારી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. મૂડી રોકાણથી ફાયદો થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવ – કાર્યની સફળતામાં શંકા રહેશે. અંધશ્રદ્ધા ટાળીને તાકાત વધારવાની તકોનો લાભ લો. માનસિક શાંતિ જાળવવી. આ સમયે સ્થિતિ સારી છે અને થોડી સારી તકો મળશે. પરંતુ થોડો ખર્ચ અને સમસ્યા આવતી રહેશે.

લકી કલર: લાલ

લકી નંબર: 3

લવ – પ્રેમ સંબંધ અથવા નવા પ્રેમ સંબંધ બંધાશે. આ સમયગાળામાં તમે ભાવનાથી વધુ બુદ્ધિને પ્રાધાન્ય આપશો.

વ્યવસાય – સંચાલકો માટે આર્થિક વિકાસનો યોગ છે. સરકારી કામમાં યોજનાઓ ફળ આપશે. મનમાં ઉત્સાહ રહેશે, જે કાર્યને વેગ આપશે. કાર્યોમાં સમય પસાર થશે. ધંધામાં પ્રગતિ થશે.
………………………………………………
વૃષભ – પોઝિટિવ – મહાનુભાવો સાથેના સંબંધોમાં થતો વધારો આત્મગૌરવ વધારશે. માનસિક સંતોષ મળશે. સંતાન પ્રગતિ કરશે. તમે ભૂતકાળમાં જે કર્યું છે તેનું પરિણામ તમને મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. મજબૂત આત્મવિશ્વાસ મુશ્કેલ કાર્યો હલ કરશે.

નેગેટિવ – આ સમયગાળા દરમિયાન તમારા વિચારો નેગેટિવ થવાની સંભાવના છે. જેમ કે તમે વિચારવાનું શરૂ કરો છો કે તમે શું નથી અને દરેક વિષયની ઉંડાણમાં જતા રહો છો. પરંતુ યોજનાઓનું ખોટું ફળ મળશે. તમે સારા સ્વભાવના લોકોની ખરાબ બાજુ જોવાનું શરૂ કરો છો. આ સમયે તમારી ચિંતા વધી શકે છે.

લકી કલર: પીળો

લકી નંબર: 4

લવ – પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જીવનમાં સ્થિરતાની ભાવના રહેશે. ભાઇઓ પ્રત્યે સહકારની ભાવના વધશે.

વ્યવસાય – ભૌતિક સફળતા મળવાથી તમને આનંદ મળશે. તમે નવા સાહસો અજમાવી શકો છો, જેથી તમારી આવક વધે. તમે આ સમયે તમારા વ્યક્તિત્વથી ખુશ રહેશો.

સ્વાસ્થ્ય – આ સમયગાળામાં તમારી મુખ્ય ચિંતા કૌટુંબિક આરોગ્યની બાબતો રહેશે. સમસ્યાઓ વિશે ચિંતા કરવાને બદલે સમસ્યાઓના ઉકેલોની શોધમાં તમારા વિશ્લેષણાત્મક મગજને જોડો.
…………………………………………………
મિથુન – પોઝિટિવ – આ સમયે મહત્વપૂર્ણ નિર્ણયો તમને તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. આ સમયગાળો તમારા માટે આર્થિક શુભ અને સફળ રહેશે. જો તમે આવક અને ખર્ચ બંને પાસા ધ્યાનમાં રાખવાની યોજના ઘડી રહ્યા છો તો તમારે નુકસાન સહન નહીં કરવું પડે.

નેગેટિવ – તમારા કર્મો પર વિશ્વાસ રાખી કર્મ કરતા જાઓ. દુશ્મનોની સંખ્યામાં વધારો થશે. આ સમયે ગ્રહની ગતિને લીધે વધુ આર્થિક ખર્ચ અને નુકસાનની ઘટનાઓ બનશે. તમે અજાણતા ખોટના ખાડામાં પડી શકો છો.

લકી કલર: લીલો

​​​​​​​લકી નંબર: 9

લવ – પારિવારિક જીવનમાં તણાવ વધવાની સંભાવના છે. તેથી, ગણેશજી તમને તમારા પરિવારના સભ્યો પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપે છે. તમારી બુદ્ધિ અને તર્ક વ્યવસાયને સફળ બનાવવાની સંભાવના રાખે છે. પરંતુ કુટુંબમાં બુદ્ધિનો ઉપયોગ સારી રીતે કરી શકાશે નહીં.

વ્યવસાય – ગણેશજીની કૃપાથી વ્યવસાયિક અને વ્યક્તિગત ક્ષેત્રમાં યોગ્ય સંતુલન રાખી શકશો. વેપાર અને આનંદના સંયોજનથી મનોરંજન મળશે. છેલ્લી વાતચીત જે અપૂર્ણ છે, તે સફળતાપૂર્વક પૂર્ણ થશે.

સ્વાસ્થ્ય – આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન થશો. અકસ્માત – ઈજાથી સાવધ રહો. નાની બીમારીથી પરેશાન રહેશો.
……………………………………………
કર્ક – પોઝિટિવ – તમે તમારા પ્રિયજનો અને ખાસ કરીને વડીલો અને માંદા લોકો જેમને તમારી જરૂર હોય એવા લોકોની સારવાર કરશો. ગણેશજી તમારી આ ભાવનાને પ્રોત્સાહન આપે છે અને ઇચ્છે છે કે તમે આ સારાં કાર્યમાં આગળ વધો. તમારા નવા દૃષ્ટિકોણને શુભકામના.

નેગેટિવ – વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભાવિની ચિંતા રહેશે. બાળકો સાથે ઝઘડો થઈ શકે છે. તમારી મહેનત કરતાં ઓછું ફળ મળશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. જેની સામે તમને સુવિધાઓ ઓછી મળશે.

લકી કલર: કાળો

લકી નંબર: 2

લવ – યોગ્ય પાત્ર પસંદ કરવામાં સમય લાગશે. પરંતુ તમે આ સંદર્ભે પરિવાર અને સબંધીઓનો સહયોગ મેળવી શકશો.

વ્યવસાય – તમે નવા સર્જનાત્મક વિચારો બનાવવાનો અને આગળ વધવાનો માર્ગ શોધી શકશો. આ સમયે કોઈની મહત્ત્વપૂર્ણ કાર્યની સિદ્ધિ માટે મદદ લેવી પડશે.

સ્વાસ્થ્ય – તમારી માનસિક સ્થિતિ ઉત્તમ અને ઉત્સાહપૂર્ણ રહેશે. ઉત્સાહ અને આનંદનો અનુભવ કરશો.

……………………………………………….

સિંહ – પોઝિટિવ- આર્થિક સંતુષ્ટિ થશે. કાર્યોની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોનું મહત્વ સમજો. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જોકે આ સમયમાં તમારા બધા કાર્યો પૂરા નહીં થાય

નેગેટિવ- તમારી એક ભૂલના કારણે વિરોધીઓ તમને વશમાં કરી શકે છે. પારિવારિક સમસ્યાઓને સમજદારીથી ઉકેલો. તમને ભેંટ મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. ઉધારની ચિંતા રહેશે.

લકી કલર- બદામી

લકી નંબર- 5

લવ- પરિવારજનને તમારાથી સ્નેહ મળશે. પરિવારથી સકારાત્મક પ્રેમ મળશે.

વ્યવસાય – બધી સારી વસ્તુ હંમેશા સારી રીતે જ થાય તે જરૂરી નથી. આ સમયે તમારું ખિસ્સું હળવું થશે અને ધન પ્રાપ્તિમાં સમયમાં લાગશે. ઉકેલી ન શકાય તેવા સવાલોનો ઉકેલ લાવવામાં અને ઓફિસના કામોમા તમારી કુશળતા સુધારવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય- કારણ વગર વિવાદ થશે. માનસિક મુશ્કેલી થશે. બાળકોને લઈને પ્રશ્નો ઉભા થશે કારણકે તેઓ અભ્યાસ, સ્વાસ્થ્ય, યાત્રા પર વિચાક કરશે.
——————————
કન્યા – પોઝિટિવ- સમયનો ઉપયોગ કરીને તમે અલગ અલગ રીતે આર્થિક લાભ ઉઠાવવામાં સક્ષમ બનશો.પ્રગતિ માટે કેટલાક અવસર મળશે. તમારા બાળકોના પ્રશ્નો ચિંતાનું કારણ બનશે આ સમય નવીનીકરણનો છે. ઘરનું સુશોભન થઈ શકે છે.તમારું ધ્યાન તમારા બાળકો અને કર્મચારીઓ તરફ જશે.

નેગેટિવ- ગણેશ ભગવાનની આજ્ઞા અનુસાર ખર્ચા ઓછા કરો. બધી પરિસ્થિતિને પહોંચીવળવા માટે આખો દિવસ લાગી શકે છે. સામાજિક સ્થિતિમાં સુધારો થશે.

લકી કલર- લાલ

લકી નંબર – 4

લવ- એક સાથીદારના આવવાથી તમે પ્રેમની દુનિયામાં પ્રવેશ કરવા માટે તૈયાર હશો. ગ્રહણોનો પ્રભાવ તમારા મૂડને સંતુલિત રાખશે.

વ્યવસાય – તમે એક સપનાનાં ઘરનાં નિર્માણના વિચારને સંશોધિત કરવાનો પ્રયાસ કરશો. તમે અન્ય લોકોનું જીવન સ્તર જોઈને પોતાના જીવનમાં ફેરફાર નથી લાવતાં.

સ્વાસ્થ્ય- આ સમયે સ્વાસ્થ્યને લઈને કોઈ ફરિયાદ નહીં રહે. પરંતુ તમારે ગળી વસ્તુ ન ખાવી જોઈએ જેનાથી ફાયદો થશે.
————–
તુલા – પોઝિટિવ- મજબૂત આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ મુશ્કેલ કામોનું સમાધાન લાવશે. પરિવારમાં આનંદ રહેશે. આધ્યામિકતા તરફ ધાન વધુ રહેશે. સંપત્તિ ખરીદવાનો યોગ છે. જુના કાર્યોનું ફળ મળશે.

નેગેટિવ- આળસ છોડીને વધારે અને સમયસર કામ કરવાનો પ્રયત્ન કરો. આજનો દિવસ મઘ્યમ ફળદાયી રહેશે. આર્થિક નુકસાનનો યોગ છે. ઉદ્ધરથી બચવું. માસનિક સ્થિતિ મજબૂત રહેશે. એક તરફ તમારો મૂડ નહીં તો, બીજી તરફ નવી આશા અને ઉત્સાહ જન્મ લેશે.

લકી કલર- વાદળી

લકી નંબર- 8

વ્યવસાય- પોતાના ગ્રહોને જોઈને તમારી નાણાકીય સ્થિતિને સંરક્ષિત કરવા માટે ધ્યાન આપો. તમારા દ્વારા કરવામાં આવેલા રાજસ્વ લાભને વધારે કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય- આ સમયગાળામાં વધારે પડતી સારસંભાળ કરવા માટે ગણેશજી સલાહ આપે છે. પેટની સમસ્યાઓને કારણે ખાનપાન પર સંયમ રાખો.
—–
વૃશ્ચિક – પોઝિટિવ- ચિંતા અને નિરાશાથી બહાર આવશો. તમારા મૂડમાં સુધારો આવશે. આર્થિક સ્થિતિ સકારાત્મક રહેશે.ઓછા ખર્ચા કરો.

નેગેટીવ- જેટલા તમે તણાવના વિશે વિચારશો એટલો તણાવ વધશે. વર્તમાનનો આનંદ લો. ભવિષ્યની ચિંતા ન કરો. દિવસો વિતવાથી તમારી સ્થિતિ ખરાબ થશે.

લકી કલર- સફેદ

લકી નંબર- 2

લવ- ઘરેલું સંઘર્ષ કરવાથી માનસિક સમસ્યા વધશે. જીવનસાથી સાથે તણાવ પેદા થઈ શકે છે. પ્રેમ પ્રસંગમાં તણાવની સંભાવના છે.

વ્યવસાય- તમે વિવિધ પ્રકારનાં લક્ષ્યોનો પૂરા કરવા માટે આગળ વધશો. તમારો વ્વહારિક પક્ષ તમને રોજિંદા જીંદગીના સંઘર્ષોનો સામનો કરવા માટે મજબૂર કરશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય બગડી શકે છે અને લાંબા સમય સુધી તેની સારવાર થશે. ખાનપાનમાં ધ્યાન રાખો.

…………………………

ધન – પોઝિટિવ- યાત્રા સફળ અને સુખદ રહેશે. કોઈ ખરાબ આદત વધી જશે, પરંતુ તમે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેના વ્યવસાયની યોજના બની શકે છે. સંતાન માટે કરેલા પ્રયત્નો સફળ થતા દેખાશે

નેગેટિવ- આજુબાજુના વિસ્તાત એટલે કે ઘર, પરિવારમ સંબંધીઓ અને મિત્રોને કારણે મગજને પ્રભાવિત થાય તેવી નાની-મોટી ગડબડવળી ઘટના થશે. તેના લીધે તમારે ગભરાવવાની જરૂર નથી. ગણેશજીની કૃપાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે

લકી કલર-કેસરી
લકી નંબર- 5

લવ-અચાનક તમારા ઘરનું વાતાવરણ કોઈ યુદ્ધના મેદાનમાં બદલાઈ જશે, કારણકે જવાબદારીનો બોજ તમારા ખભા પર આવી શકે છે. અવિશ્વસનીય ઉર્જા અને ઉત્સાહ સાથે નવી પરિયોજના અને રોમાંચ પર કામ કરો.

વ્યવસાય- આ સમય દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ સમૃદ્ધ થશે. કાર્યસ્થળ પર આ સમયમાં કોઈ પણ ખરાબ કામ ન થાય તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્ય- સંતાન કે પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે. તમારા સ્વાસ્થ્યની ઉપેક્ષા ન કરો

——————

મકર – પોઝિટિવ- તમે તમારા લોન્ગ ટર્મ લક્ષ્યો જાણો છો અને તે તમારી સકારાત્મક માનસિકતાને દર્શાવે છે. ગણેશજી કહે છે કે, હવે તમે સારું અનુભવી શકશો, કારણ કે તમે જીવન અને પરિવારમાં સંતુલન રાખવાનું શીખી લીધું છે

નેગેટિવ- તમારી સમસ્યા આ સમયે સોલ્વ થવાને બદલે વધારે બગડી જશે. એક પછી એક નાણાકીય ચિંતા આવશે. રોજગાર માટે આ સમય વિશેષ રૂપથી શુભ અને અનુકૂળ નથી.

લકી કલર- નારંગી
લકી નંબર– 6

લવ – ગણેશજી તમને અભિમાન અને ક્રોધ પર કંટ્રોલ રાખવાનું કહે છે. કારણ કે સંભાવના છે કે, તમને અત્યાર સુધી જે પ્રેમ મળ્યો છે તેને ખોવાનો સમય આવી ગયો છે.

વ્યવસાય- આ એક મહાન અને વ્યસ્ત સમય છે, કારણ કે દરેક વસ્તુ એક જ સમય પર ધ્યાન આપશે. તમારી કમજોરીને તમે સારી રીતે દૂર કરવા સક્ષમ હશો.

સ્વાસ્થ્ય- ગ્રહોની ચાલ જોઈને લાગે છે કે તમને માનસિક શાંતિ નહીં મળે. આશા ન હોય તેવી સ્વાસ્થ્ય હાનિ થઈ શકે છે.

—————-

કુંભ – પોઝિટિવ – ઈચ્છાઓ અને સપના પર કામ શરુ કરવાનો સમય આવી ગયો છે. તમારો આંતરિક વિકાસ પર્યાપ્ત છે અને તમે તેનું મહત્ત્વ સમજો છો અને તેને રાખવા માગો છો. આ તમને વધારે પરોપકારી બનાવે છે. અને તમને સમાજ પ્રત્યે જવાબદારી સમજાવે છે

નેગેટિવ- ગણેશજી કહે છે કે, તમારી કુશળતા પર કામ કરો. આ સમયે તમારે પરિવાર અને પૈસા એમ બંને પર ધ્યાન આપવું પડશે. આ મામલે તમારી ચિંતા વધી શકે છે.

લકી કલર- લીલો

​​​​​​​લકી નંબર- 3

લવ- બીજા સાથે સુસંગત થઈને કામ કરતા શીખો. તનરી અંદર રચનાત્મક શક્તિઓ છે, તે બહાર આવશે. નસીબ તમને સાથ આપશે. માનસિક ચિંતાથી રાહત મળશે.

વ્યવસાય- આ સમયે તમારે સપના અને અપેક્ષાઓ વધારે ન રાખવી. તમારા સંતાનના પ્રશ્નોની ચિંતા કરવાની જરૂર નથી. સંતાનનું દરેક કામ તેને પ્રગતિ તરફ લઇ જશે.

સ્વાસ્થ્ય- દુર્ઘટના અને વાગવાની ચેતવણી આપીને ગણેશજી કહે છે કે, ઓછા અંતરની સફર કરવી. વેપાર યાત્રા વધારે થઈ શકે. પોતાના નવા વિચારો કે કદમથી સારો અનુભવ ન થાય.

——————–

મીન – પોઝિટિવ- સ્વાભાવિક રીતથી તમે સંતુષ્ટ મહેસૂસ કરશો અને તે તમારી કલ્પના કરતાં વધારે ઉર્જા આપશે. ગણેશજીનિકૃપાથી તમારો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે. જો તમને યોગ્ય સમય નહીં મળે તો સફળતા અને નિષ્ફ્ળતાની વચ્ચે રહેવું પડશે.

લકી કલર- વાદળી
લકી નંબર- 2

લવ- તમારે સંવેદનશીલ છો તેથી તમે પ્યારથી કામ કરો છો. આ વસ્તુ લોકોને આકર્ષક કરે છે. તમારે તમારા વિશ્વાસો અને દ્રષ્ટિકોણમાં સુરક્ષિત રહીને બીજાની મદદ કરો છો.

વ્યવસાય- તમારા કામના અધિકારીઓ વખાણ કરશે. આ સમય દરમિયાન વ્યવસાયિક કામ પર વધારે સતર્ક રહેવું. ફ્લેક્સિબલ પરિસ્થિતિઓ તમારી આવક વધારવામાં સક્ષમ બનાવવા માટે બનાવી છે.

સ્વાસ્થ્ય- તમારે જેટલું ચિંતાથી દૂર રહેશો તેટલો જ તનાવ અને અશાંતિ વધશે, પણ હિંમત ન હારો. કેટલીક મુશ્કેલીઓ પછી અનુકૂળ સમય આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here