Saturday, October 16, 2021
Home13 ઓગસ્ટનું રાશિફળ : ગુરુવારે કર્ક જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશેષ...
Array

13 ઓગસ્ટનું રાશિફળ : ગુરુવારે કર્ક જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશેષ રસ રહેશે,

મેષઃ

પોઝિટિવઃ– આજે તમારું કોઇ સપનું સાકાર થવાનું છે. એટલે તમારા કાર્યોમાં સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત રાખો. કોઇપણ જગ્યાએ રોકાણ કરવું ફાયદાકારત સાબિત થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતા સંબંધિત પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક આળસના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઇ પ્રકારની દુવિધાની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– છેલ્લાં કેટલાંક દિવસોથી જે બિઝનેસ પાર્ટીઓ સાથે સારી વાતચીત ચાલી રહી હતી, આજે તેમના દ્વારા સારા પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સારા સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ થઇ શકે છે.


વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમારા માટે અનેક શુભ અવસર લઇને આવી રહ્યું છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે. બધા જ કામ સરળતાથી સંપન્ન થવાથી મનમાં પ્રસન્નતા અને તાજગી બની રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો અનેકવાર કઠોર વાણીથી મોટાભાગના લોકોમાં નિરાશા ઉત્પન્ન થઇ જાય છે. કામ વધારે હોવાના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળ પર તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.

લવઃ– પરિવાર સાથે મનોરંજન અને શોપિંગમાં સમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– કોઇ સમયે થાક અને નબળાઇ અનુભવ થશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– અચાનક જ કોઇ આર્થિક સમસ્યાનો ઉકેલ મળી જવાથી તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. ઘર તથા સમાજમાં તમને તમારી યોગ્યતા દ્વારા માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ઇગો અને અતિ આત્મવિશ્વાસની ભાવના તમારી મુખ્ય નબળાઇ છે. તેના ઉપર કાબૂ રાખો. ફોન અને મિત્રો સાથે તમારો સમય વ્યર્થ કરશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યથાવત ચાલતી રહેશે.

લવઃ– કુંવારા લોકો માટે સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી ફરિયાદ રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો વિશેષ રસ રહેશે. તેના કારણે તમારા વિચાર વધારે પોઝિટિવ અને સંતુલિત થઇ શકે છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ સાથે ધનનું લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો. તમે કોઇ પ્રકારની દગાબાજીનો શિકાર થઇ શકો છો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલાં લોકોની આજે કોઇ મોટી ડીલ થવાની સંભાવના છે.

લવઃ– કોઇ નજીકના સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગરમીથી તમારો બચાવ કરો

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ– અન્ય લોકોની સલાહની અપેક્ષા પોતાની યોગ્યતા અને ક્ષમતા ઉપર વધારે વિશ્વાસ કરો. આજનો દિવસ તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.

નેગેટિવઃ– કોઇપણ કોર્ટ સંબંધિત મામલાને આજે સ્થગિત રાખો. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ તમારા અભ્યાસથી ભટકી શકે છે.

વ્યવસાયઃ– મીડિયા તથા માર્કેટિંગ સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલાં લોકો આજે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.

લવઃ– બાળકો તરફથી શુભ સમાચાર મળશે.

સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– પ્રોપર્ટી સાથે સંબંધિત અટવાયેલાં સરકારી કામ આજે પૂર્ણ થઇ શકે છે. તમારું સંપૂર્ણ ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરો. રૂપિયા સંબંધિત રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ– કોઇ બહારના વ્યક્તિની દખલગીરીના કારણે થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. ઘરના વડીલોનું અપમાન થવાની આશંકા પણ છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારા સૌમ્ય અને સંતુલિત સ્વભાવના કારણે ઘર પરિવારમાં યોગ્ય સામંજસ્ય જળવાયેલું રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીઓનું સમાધાન આજે મળશે.

નેગેટિવઃ– બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિના કારણે તમારામાં તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી દેખરેખ અતિ જરૂરી છે.

લવઃ– જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારામાં આત્મબળ અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમારા પરિવારમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે જે નિયમ અને કાયદા બનાવ્યાં છે તે ખૂબ જ શ્રેષ્ઠ છે. તેનાથી ઘરમાં અનુશાસિત વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– ઘરના કોઇ વડીલનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. તમને કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાનો કે ચોરી થવાનો ભય રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી પીઠ પાછળ તમારું જ કોઇ નુકસાન કરી શકે છે.

લવઃ– બાળકોની કિલકારી સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– આજે રોજિંદા જીવનથી અલગ કઇંક નવું કરવાનું વિચારશો. તેનાથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે અને એક નવી ઊર્જાનો પ્રભાવ તમારી અંદર અનુભવ થશે.

નેગેટિવઃ– કોઇપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતાં પહેલાં બધા જ સ્તર ઉપર યોગ્ય વિચાર કરી લો. તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવસાયમાં પારદર્શિતા રાખવી અતિ જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત ઉપર વધારે ધ્યાન રાખો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે થોડી પોઝિટિવ ઉપલબ્ધિઓ લઇને આવી રહ્યું છે. તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં તમારી ઊર્જા લગાવો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમય લાગશે તો હાથમાં આવેલી ઉપલબ્ધિઓ દૂર થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇ પ્રકારની મુશ્કેલીને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

લવઃ– લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– આળસ અને નબળાઇ અનુભવ થશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– દિલની અપેક્ષા દિમાગથી નિર્ણય લો. ભાવુકતામાં આવીને તમે ખોટા નિર્ણય લઇ શકો છો. શેરબજારના કાર્યોમાં તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનશે.

નેગેટિવઃ– આજે પાડોસીઓ અને મિત્રો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇપણ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સમજાવો. ગુસ્સો કરવો સમસ્યાને વધારશે.

વ્યવસાયઃ– આજનો દિવસ માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે તમારી કાર્યકુશળતાના દમ પર અનેક મહત્ત્વપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે ગંભીરતાથી વિચાર કરવો અતિ આવશ્યક છે. કોઇ બહારના વ્યક્તિની ઈર્ષ્યા ભાવનાથી તમારી ઉપર બદનામીનો આરોપ લાગી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મતભેદ આજે ઉકેલાઇ જશે.

લવઃ– ઘરની સુખ-શાંતિ ઉપર અસર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં વધારે સાવધાની રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments