Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

  • મેષ

પોઝિટિવ: તમે કાર્યસ્થળે સારા વિકલ્પ બનાવશો જે તમારું ભાગ્ય બદલી શકે છે. તમે ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત કરશો અને તે તમને અથાગ પરિશ્રમ કરવા માટે પ્રેરણા આપશે. તમે એક જ જગ્યા પર કામ કરવાનું પસંદ નહીં કરો અને અન્ય વિકલ્પ શોધવાના પ્રયાસ કરશો.

નેગેટિવ: તમારી પ્રાથમિકતાઓ બદલી જશે અને માટે તમારું સંબંધ ક્ષેત્ર સંકોચાઈ શકે છે. તમે ભૂતકાળમાં અથાગ મહેનત કરેલી છે અને હવે તે શ્રમના ફળનો આનંદ લેવાનો સમય આવી ગયો છે. પરંતુ તમારો અહમ વચ્ચે લાવશો તો નુકસાન ભોગવવું પડી શકે છે.

લકી કલર: સિલ્વર
લકી નંબર: 5

લવ: તમે પ્રેમી સાથે સમય વિતાવશો, તેમની સમસ્યાઓ પર ચર્ચા કરશો અને તેમની મદદ કરશો ને સલાહ આપશો. તમારા ઘરમાં શાંતિ, ખુશી અને સદભાવ કાયમ રહેશે.

વ્યવસાય: આ સમય અમુક પ્રભાવશાળી લોકો સાથે નવી પડકારજનક યોજનાઓ પર કામ કરવા માટે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંબંધ વિકસિત કરવા માટે યોગ્ય છે.

સ્વાસ્થ્ય: આ સમયે તમારું ધ્યાન ઘર, પરિવાર અને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય પર રહેશે. કરિયર હાલ તમારા માટે પાછળ રહેશે અને તે ઠીક છે. ગ્રહો હાલ અનુકૂળ નથી માટે તમારે સંયમ રાખવો પડશે.

——–
વૃષભ

પોઝિટિવ: જે લોકો ટેક્નોલોજી, આર્ટ અથવા સામાજિક વિજ્ઞાનમાં કોર્સ કરતા હશે તેમનું પ્રદર્શન સારું રહેશે. ગ્રહો તમારી તરફેણમાં છે અને કોઈપણ વસ્તુ તમને જ્ઞાન મેળવતા અટકાવી નહીં શકે જે તમારા કરિયરને પ્રેરિત કરશે અને તમને સફળતા અપાવશે.

નેગેટિવ: આ સમયે તમારું ધ્યાન કરિયર પર હશે. જો તમે તમારું કામ કુશળતાપૂર્વક અને સમયસર પૂરું કરવા ઈચ્છો છો તો તમારે સમૂહકાર્યની ભાવના રાખવાની જરૂર છે. સમૂહમાં કામ કરતા શીખવું જોઈએ.

લકી કલર: ગુલાબી
લકી નંબર: 8

લવ: આ મહિને તમે તમારા પાર્ટનર સાથે એક સરસ રોમેન્ટિક સબંધનો આનંદ લઇ શકશો નહીં કારણકે તમારા બન્ને વચ્ચે મતભેદ હશે. મોટેભાગે વિવાદ સામાન્ય મુદ્દાઓ પર હશે અને તમારે એમાંથી બચવા માટે નેતૃત્ત્વ લેવું પડશે.

વ્યવસાય: તમે તમારા કામને કારણે સફર કરી શકશો નહીં પણ આ ઠીક છે. તમને ભવિષ્યમાં ઘણા અવસર મળશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના મુદ્દે તમારા ખરાબ આહારને કારણે તમારે તકલીફોનો સામનો કરવો પડશે. તમારે સમયાંતરે સંતુલિત આહાર લેવો જોશે જેમાં બહારનું ભોજન સામેલ ન હોય.
———–

મિથુન

પોઝિટિવ: આ સમયે તમારી સામાજિક કુશળતામાં ઘણો સુધારો થશે જે તમને સારા સંબંધો બનાવવામાં મદદ કરશે. જે લાંબા સમયે તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવ: આ સમય તમારા માટે સારો રહેશે. જોકે, તમારે વિકલ્પ પસંદ કરવામાં અને પૈસા ખર્ચ કરવામાં ઘણી સાવધાની રાખવી પડશે. નહીં તો તમને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે.

લકી કલર: લાલ
લકી નંબર: 9

લવ: થોડો સંયમ રાખવાથી અને તમારા પાર્ટનરની સમસ્યા સાંભળવાથી તમને લડાઈમાં અડધી જીત મેળવવામાં મદદ મળશે. જો તમે કુંવારા છો તો તમે અમુક સમય કુંવારા જ રહેશો કારણકે તમે તમારી સ્વતંત્રતાને બધી વસ્તુથી ઉપર રાખો છો.

વ્યવસાય: તમારા કરિયરને લઈને સાવધાની રાખો કારણકે એક ખોટો નિર્ણય ઘણો વિનાશકારી સાબિત થઇ શકે છે. કામનું દબાણ, રાજનીતિ વગેરે દરેક જગ્યાએ હશે અને તેના કારણે તમે તમારી વર્તમાન નોકરી છોડી શકો નહીં.

સ્વાસ્થ્ય: તમને સામાન્ય માથાનો દુખાવો થઇ શકે છે. તમારા શરીરમાં પણ દુખાવો થઇ શકે છે માટે ધ્યાન રાખો કે જ્યારે તમે બહાર કામ કરતા હોય ત્યારે થાકી જવાય તેવા કામમાં ભાગ ન લો.

————
કર્ક

પોઝિટિવ: દરેક સ્તરે સફળ તા તમારા મગજમાં છે. આ સમયે તમે તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કોઈ કસર નહીં છોડો. તમે ખૂબ જ જુસ્સાથી કાર્ય કરી રહ્યાં છો અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે ઉચ્ચ ઊર્જાથી પ્રેરિત રહેશો.

નેગેટિવ: આ સમય ઉત્તમ સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે યોગ્ય લાગે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી વ્યવસાયની દરખાસ્ત આવે તો વિશ્વાસ કરશો નહીં. આ બનાવટી હોઇ શકે છે.

લકી કલર: કેસરી
લકી નંબર: 7

લવ: ઘરેલુ સ્તરે વસ્તુઓ બરાબર દેખાતી નથી. તેમ છતાં તમે ખાતરી કરવા પ્રયાસ કરશો કે તમારા પરિવારના બધા સભ્યો એકસાથે રહે અને તેમની વચ્ચે સારા સંબંધો રહે. જો હજી પણ કોઈ સમસ્યા હોય તો પછી તફાવતોને દૂર કરવા માટે વચ્ચેનો રસ્તો અપનાવો.

વ્યવસાય: તમે સમજદારીપૂર્વક યોગ્ય પગલા લેશો અને તમારી નમ્રતા તમને અન્યથી અલગ તારવશે. જ્યારે તમે વાતચીત કરશો ત્યારે આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરશે.

સ્વાસ્થ્ય: એકંદરે તમારું આરોગ્ય સારું રહેશે. પરંતુ તમે ફ્લૂ જેવા કેટલાક નાના રોગોથી પીડાઈ શકો છો. તેનાથી બચવા માટે તમારે પોતાનું ખૂબ ધ્યાન રાખવું પડશે.
————

સિંહ

પોઝિટિવ: તમે તમારી આસપાસના લોકોને ખૂબ સારી અસર કરશો. તમે આ સમયે મહાન સફળતા અને લક્ષ્યો સુધી પહોંચવા માટે તૈયાર છો. તમે કોઈને નિરાશ નહીં કરો.

નેગેટિવ: તમે આ સમયે તમારા ઘર અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરશો. કારકિર્દી અને તમારી વ્યક્તિગત રુચિઓ અત્યારે તમારા માટે પ્રાથમિક નહીં હોય. તમારે થોડી નિષ્ફળતાઓનો સામનો કરવો પડશે. પરંતુ સમય પસાર થતાની સાથે વસ્તુઓ ખૂબ જ સહજ બની જશે.

લકી કલર: પીળો
લકી નંબર: 4

લવ: પિકનિક પર જવાની અથવા સાથે ફરવા જવાનો પ્લાન બનાવો અને તમારા પરિવારના સભ્યોકેટલીક મનોરંજક અને અસાધારણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. જેથી તણાવ દૂર થાય અને પરિવારના સભ્યો વચ્ચે સારો સંબંધ બંધાય.

વ્યવસાય: તમે પરિપૂર્ણ કારકિર્દી અને સમૃદ્ધ ભવિષ્યનું સપનું જોશો અને તે મુજબ યોજના બનાવશો. તમે તમારા લક્ષ્યોને પહોંચી વળવા આર્થિક સ્થિતિનું સંચાલન કરશો.

સ્વાસ્થ્ય: તમારા સ્વાસ્થ્ય લક્ષ્યોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે આ સમય સારો છે અને તમારા સ્નાયુઓને પડકારવા માટે કેટલીક કસરતનો સમાવેશ કરો.
———-

કન્યા

પોઝિટિવ: તમારી આર્થિક સ્થિતિ સમય જતાં સારી થશે અને તમે કોઈપણ મુશ્કેલી વિના તમામ ખર્ચ પૂરા કરશો. કેટલાક નવા વ્યવસાયોનું સાહસ કરવા માટે આ સારો સમય છે અને તે આગામી મહિનાઓમાં તમારા માટે નફાકારક હોઈ શકે છે.

નેગેટિવ: જ્યારે તમે કેટલાક અજાણ્યા લોકોની સારવાર કરો ત્યારે ખૂબ કાળજી રાખો કારણ કે, તેઓ તમને છેતરી શકે છે. જો તમે રજા પાડવાનું પ્લાન કરતા હો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો.

લકી કલર: લીલો
લકી નંબર: ત્રણ

લવ: આ સમયે તમારા જીવનમાં પ્રેમ અને સંબંધોનું મહત્વ વધુ રહેશે અને તમારી આજુબાજુના લોકો પણ તેના પર ધ્યાન આપશે. જો તમે પ્રેમની શોધ કરી રહ્યા હો તો તમને તમારા સપનાનો સાથી મળી શકે છે.

વ્યવસાય: શિક્ષણના સ્તરે તમે ખૂબ જ સારું પ્રદર્શન કરશો. તમે પડકારના ભારનો સામનો કરશો પરંતુ તમારા લક્ષ્યો હાંસલ કરી નવી ઊંચાઈએ પહોંચશો.

સ્વાસ્થ્ય: નિયમિત અને સંતુલિત આહારથી તમારા શરીરનું પોષણ કરવાનું ભૂલશો નહીં. લોકો તમારા ઉત્સાહની પ્રશંસા કરશે અને પ્રેરિત થશે.
——–

તુલા

પોઝિટિવ: તમારી મહેનત તમને ચોક્કસ ફળ આપશે. તમારી જવાબદારી અને પરિશ્રમિક મામલામાં વૃદ્ધિ થશે. તમે રોકાણ અને તમારી વ્યવસાયિક ગતિવિધિઓથી ઘણો સારો લાભ મળશે.

નેગેટિવ: તમારી આસપાસના લોકો તમારા નિર્ણયથી પ્રભાવિત થશે. તમારે સાવધાન રહેવાની જરૂર છે કોઈ વ્યક્તિના વિશે સાંભળીને અને તે વ્યક્તિ પર સહેલાઈથી વિશ્વાસ કરવાથી બચો.

લકી કલર: વાદળી
લકી નંબર: 7

લવ: આ સમયમાં પ્રેમ ચોક્કસપણે જળવાઈ રહેશે. એકલ વ્યક્તિ માટે આ સારો સમય છે કારણ કે, તેમને સાથીદાર મળી શકે છે. તમે અને તમારો સાથીદાર એકસાથે સારો સમય વિતાવી શકો છો.

વ્યવસાય: આ તમારો સમય ચાલી રહ્યો છે તમારી બધી જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી થશે. કેટલાક લોકો તમારી પાસે આર્થિક મદદ માગી શકે છે. સમજદાર બનીને બીજાના ખોટા ઈરાદાઓથી બચવું પડશે.

સ્વાસ્થ્ય: આ સમયમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાઓ થઇ શકે છે. યોગ્ય રીતે તમે તેનો સામનો કરી શકો છો. નિયમિત વ્યાયામ કરીને શરીરને મજબૂત બનાવો.

————–
વૃશ્ચિક

પોઝિટિવઃ આ સમયે તમે ઘણા લોકો સાથે સંવાદ કરશો અને એટલા માટે સામાજીક કાર્ય વધશે. તમારી આજુ-બાજ ઘણા લોકો હોવાથી તમને તે લોકોથી મદદ મળશે.

નેગેટિવઃ તમે નોકરી છોડી શકો છો અથવા અન્ય નવી તક શોધશો, જ્યારે તમારામાંથી અમુક લોકો શાંત રહેશે અને અન્ય વિકલ્પોની શોધ ચાલું રાખશે.

લકી કલરઃ સોનેરી
લકી નંબરઃ 3

લવઃ તમે તમારા પરિવારને પ્રેમ કરો છો અને તેમની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરશો. તમારા બાળકો પહેલાની જેમ તમારી નજીક આવશે અને પરિવારમાં એકબીજા માટે પ્રેમ વધશે.

વ્યવસાયઃ આ સમય દરમિયાન તમે તમારુ ભવિષ્યનું નિર્માણ કરવા માટે યોગ્ય નિર્ણય લઈ શકો છો. કોઈ પણ ધાર્મિક કાર્યમાં સામેલ થવા માટે આ એક યોગ્ય સમય છે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે, એવી ગણેશજી ભવિષ્યવાણી કરે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.
———–

ધન

પોઝિટિવઃ ઘરમાં શાંતિ રહેશે અને તમારા બાળકો નિયમોનું પાલન કરશે. તમારા પ્રેમ અને સમર્થનથી તમારા બાળકોને અભ્યાસમાં સારું પરિણામ મળશે અને આંતરિક ગતિવિધિઓમાં સારું પ્રદર્શન કરશે. વડીલોના આશિર્વાદથી તમે ખુશ રહેશો અને તમારા પ્રતિ સન્માન પ્રદર્શિત કરવામાં કોઈ કમી નહીં રાખે.

નેગેટિવઃ યોગ્ય યોજના બનાવી અને પોતાની મહેનતની કમાણીથી યોગ્ય ઉપયોગ કરવા માટે પ્લાન બનાવવો જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

લકી કલરઃ સફેદ
લકી નંબરઃ 2

લવઃ પતિ-પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પરિવારમાં એકબીજા પ્રત્યે માન-સન્માન વધશે.

વ્યવસાયઃ કરિયરને લઈને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. નોકરીમાં ઉંચો હોદ્દો મળી શકે છે તે માટે તમારા કામ પર ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ તમને એવું લાગતું હશે કે આ એક નાની બીમારી છે, પરંતુ તે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને એટલા માટે સુસ્ત ન થવું. તરત ડોક્ટર પાસે જઈને સારવાર કરાવવી અને બીમારીને અટકાવવા માટે દવા લેવી.
———

મકર

પોઝિટિવઃ છેલ્લી કેટલીક ઘટનાઓની સમીક્ષા અને જે કંઈ ખોટું થયું તેનું વિશ્વલેષણ કરતા ભવિષ્ય માટે રણનીતિ બનાવવાનો સમય છે. નવું કાર્ય શરૂ કરવામાં મોડું ન કરવું, જે નવી તક મળશે તેનાથી આવકનો નવો રસ્તો મળશે.

નેગેટિવઃ નવા લોકો સાથે મળવાનું થશે અને એક મજબૂત સંપર્ક ક્ષેત્રનું નિર્માણ ચાલું રાખવું. કેમ કે, તે તમારા માટે નવો રસ્તો ખોલશે. તે ઉપરાંત કાર્યસ્થળ પર ખર્ચ ઓછો કરવો કેમ કે તેનાથી તમને લાભ થશે.

લકી કલરઃ વાદળી
લકી નંબરઃ 6

લવઃ આ મહિનો પરિવાર પર તમે ધ્યાન આપશો. પ્રેમ અને સંબંધ માટે આ એક સારો સમય છે. તમે ખુશ રહેશો.

વ્યવસાયઃ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓની સાથે યોગ્ય આવક થશે.

સ્વાસ્થ્યઃ તમને કેટલી બીમારીઓ થઈ શકે છે. જો બીમારી થઈ હોય તો તરત તેની સારવાર કરાવવી નહીં તો આગળ જતા વધી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી.
———–

કુંભ

પોઝિટિવ: પરિવાર આ સમયે તમારી સર્વોચ્ચ પ્રથમિકતા રહેશે અને તમારું મુખ્ય ધ્યાન પોતાના કર્તવ્યોને પૂરા કરવામાં હશે. તમે સમાજની ભલાઈ માટે કામ કરવા માટે પણ સમય આપી શકો છો. તમે દાન પુણ્યના કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો અને લોકોની બધી રીતે સંભવ મદદ કરશો.

નેગેટિવ: તમે સારી નાણાકીય સ્થિરતાના લાભ ઉઠાવશો. જોકે તેમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. તમારે સેવિંગની આદત વિકસિત કરવાની જરૂર છે. આવશ્યક વસ્તુઓ પર જ ખર્ચ કરવાનું રાખો.

લકી કલર: કેસરી
લકી નંબર: 9

લવ: આ સમય તમારા જીવનમાં પ્રેમભર્યો રહેશે. તમે એકલા અથવા કોઈ સંબંધમાં હશો તો પણ તમે પ્રેમ ભર્યું વાતાવરણનો અહેસાસ કરશો. એકલા લોકો માટે કોઈ એવા વ્યક્તિને શોધવો સરળ બનશે તેમજ તેમની સાથે સંબંધ પણ જાળવી રાખવામાં સરળતા રહેશે.

વ્યવસાય: તમે આ સમયે તમારા સામાજિક સંબંધોમાં સુધાર આવશે. તે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરશે અને તમારે સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરવો પડશે.

સ્વાસ્થ્ય: કેટલાક મનોવૈજ્ઞાનિક મામલાઓને છોડીને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ મામલે તમે કોઈ નિષ્ણાતની સલાહ લઇ શકો છો. ત્યારબાદ તમે વધારે સારો અનુભવ થશે.
——–

મીન

પોઝિટિવ: જમીન- મિલ્કતમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. તેમ કરવાથી લાંબાગાળે ફાયદો થશે. અભ્યાસ કરનારા બાળકો આવતા વર્ષ માટે અગ્રિમ લક્ષ્ય નિર્ધારિત કરશે અને તેને હાંસિલ કરવા માટે આવશ્યક પ્રયાસ કરશો. ખાસ કરીને પ્રાદ્યોગિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે.

નેગેટિવ: પૈસા કમાવવા માટે મહેનત કરવી પડશે. બજારમાં ઘણી સ્પર્ધાઓ છે અને વર્ચસ્વ વધારવા માટે ઘણી મહેનત કરવી પડશે.

લકી કલર: જાંબલી
લકી નંબર : 1

લવ: એકબીજાને સમજવા માટે થોડોક સમય પસાર કરો અને જાણી લો કે તમે એકબીજાને પસંદ આવો છો કે નહિ અને તે જાણી લો કે પરસ્પર તમારું સમાધાન સારું છે કે નહીં. તમારું દાંપત્ય જીવન આનંદિત અને પ્રેમભર્યું રહેશે.

વ્યવસાય: આવક ઉભી કરવા માટે વધારે પદ્ધતિઓ વિશે વિચારો તો જ તમે વ્યવસાય અને ઘરના ખર્ચાને સંતુલિત કરી શકશો.

સ્વાસ્થ્ય: રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે તાજાં શાકભાજી, ફળો અને સંતુલિત આહાર લેવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments