Friday, March 29, 2024
Home27 ઓગસ્ટનું રાશિફળ : ધન રાશિના જાતકો નવું મકાન ખરીદી શકશે, વૃષભ...
Array

27 ઓગસ્ટનું રાશિફળ : ધન રાશિના જાતકો નવું મકાન ખરીદી શકશે, વૃષભ રાશિના લોકોને આર્થિક નુકશાની આવી શકે

- Advertisement -

મેષ રાશિ

પોઝિટિવઃ સામાજિક મેળવડા સહિત ઘણા બધા કાર્યક્રમો હોઈ શકે છે. કેટલાક સારા લોકો સાથે ભળવાની અને સારા સંબંધો વિકસાવવાની તક મળશે. તમે પ્રથમ તમારી પ્રિય બાબાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો અને પછી અન્ય ક્ષેત્રો પર ધ્યાન આપશો.

નેગેટિવઃ તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ અને દલીલોને કારણે પરિવારમાં તણાવ રહેશે. જો કે, જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ઝઘડાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. પરિવારમાં ફરીથી શાંતિ સ્થાપિત થશે.

લવઃ તમે આ સમયે સહેલાઇથી પ્રેમમય જીવનનો આનંદ નહીં લઈ શકો. મતભેદ અને દલીલોથી ગેરસમજ થઈ શકે છે. થોડો સમય શાંત રહો અને આ સમય પસાર થવા દો.

કરિયરઃ પૈસા મેળવવા માટે તમને સારી તક મળી શકે છે. રોકાણ કરવાનો પણ સારો સમય છે, તેથી તમારા અનુભવ પ્રમાણે તમે રોકાણનો દ્રષ્ટિકોણ બનાવી શકો છો.

હેલ્થઃ નકામા વિચારોને મનમાં આવવા દેશો નહીં. શાંત અને તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો, જે તમારી માનસિક શક્તિમાં વધારો કરશે.

————

વૃષભ રાશિ

પોઝિટિવઃ નાણા અને સ્થાવર મિલકતનો સારો યોગ બની રહ્યો છે, તેથી સમય પ્રમાણે પ્રયાસ કરો. માતા-પિતા સાથે સંબંધ સારો રહેશે. માતા પ્રત્યે મનમા હકારાત્મક લાગણી આવી શકે છે. ભાઇઓ અને બહેનોનો સારો સહયોગ મળે તેવી સંભાવના છે.

નેગેટિવઃ થાક લાગે તો તમારે પૂરતો આરામ કરવો પડશે. આરામની કેટલીક તકનીકોમાં સંભાળ રાખવી પડશે. પરંતુ ગણેશજી કહે છે કે, તમે ઓછા પ્રયત્નોથી પ્રવૃત્તિઓ કરી શકશો. ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યનું સ્તર સુધરશે અને તમે ખૂબ જ મજબૂત થશો.

લવઃ જો તમે સિંગલ છો, તો તમારા માટે માગું આવે તેવી પ્રબળ સંભાવના છે, પરંતુ આ સંબંધ ઉંડો રહેશે નહીં. તમારે પહેલા થોડો સારો સમય પસાર કરવો અને પછી નિર્ણય લેવાની ઇચ્છા થશે.

કરિયરઃ આજે આર્થિક નુકશાની આવી શકે છે. જો તમે નાણાકીય બાબતોમાં સાવચેતીભર્યા પગલા ભરશો, તો પછી તમે આ પરિસ્થિતિથી બચી શકશો.

હેલ્થઃ આ સમય તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી. આ સમયે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જો આવું થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારા સ્વાસ્થ્ય અંગે યોગ્ય સારવાર કરાવો.

———

મિથુન રાશિ

પોઝિટિવઃ તમે હિંમતવાન અને અનુભવી વ્યક્તિ છો. તેથી પારિવારિક પરિસ્થિતિને અનુકૂળ રાખવામાં સફળ થશો. જરૂરિયાત મુજબ દરેક પ્રકારની નીતિનો ઉપયોગ થવો જોઈએ. કોઈપણ રીતે પરિવારના ઘરની સ્થિતિમાં સુધારો લાવવા માટે તમામ પ્રયત્નો કરો.

નેગેટિવઃ તમને ઘણી બાબતોમાં મદદ મળી રહેશે, જેના માટે તમારા માર્ગમાં તકો આવી શકે. જો કે, આસપાસના લોકોથી ખૂબ જ સાવચેત રહો. કારણ કે તેઓ તમને ગણકારતા નથી. આ ઉપરાંત તમારે ખૂબ કાળજી પૂર્વક વિકલ્પો પસંદ કરી શકો છો. ખોટા નિર્ણયને લીધે તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે તેથી આવા સંજોગોમાં પણ ખૂબ કાળજી રાખવી.

લવઃ તમારો પ્રેમ અથવા તમારા જીવનસાથી તમને એક સુંદર ભેટ આપી શકે છે. જોકે, ભાઇ-બહેનોનો સહયોગ મેળવવા તમારા માટે થોડી મુશ્કેલી આવી શકે છે.

કરિયરઃ કેટલાક રસપ્રદ વ્યવસાયોમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે, કારણ કે તમે તેમની પાસેથી સારુ વળતર મેળવી શકો છો. નસીબ તમને ટેકો આપશે. જેથી પરિસ્થિતિઓ પણ કામગીરી માટે અનુકૂળ રહેશે.

હેલ્થઃ તમને થોડી શારીરિક પીડા થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય નાજુક હોઈ શકે. આ સમયે તમને કફ, તાવ, તાવ, સોજો વગેરે થઈ શકે છે.

———-

કર્ક રાશિ

પોઝિટિવઃ આર્ટ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમના કામમાં વધુ વ્યસ્ત રહેશે. આ સમયે તેઓ સારી કમાણી પણ કરી શકશે. આવકમાં સતત વધારો થશે. ગણેશજીની કૃપાથી તેમના ધનમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. વિદ્યાર્થીઓએ પણ આ સમયે તેમના શિક્ષણ વિશે સાવધ રહેવું પડશે. કારણ કે તેમના શિક્ષણમાં કોઈ પ્રકારની ખલેલ આવી શકે છે. તમે દૂરની મુસાફરી પર જઈ શકો તેવી સંભાવનાઓ બની રહી છે.

લવઃ જો તમે કોઈને પ્રેમ કરો છો, તો સમયે વ્યક્ત કરવું તમારા માટે ફાયદાકારક બની શકે છે. વિભિન્નતાના હેતુથી તમે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો.

કરિયરઃ આ સમય દરમિયાન તમારા સાથીદારો સાથે મતભેદ થઈ શકે છે. આ સિવાય કંપનીમાં કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, તેથી સાવચેત રહો.

હેલ્થઃ આ સમયે આંખોમાં કોઈ પ્રકારના ચેપનું જોખમ આવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્ય વિશે વધુ સાવધ રહેવું.

————

સિંહ રાશિ

પોઝિટિવઃ તમે કેટલીક બાબતોને શાંત કરવા અને કુટુંબના દરેક સભ્યો ખુશ થાય તેવી ભૂમિકા નિભાવવા પ્રયત્નશીલ રહેશો. વડીલો તમારું વલણ જોઈને ખુશ થશે અને વિશિષ્ટતાપૂર્વક તમારા પર આશીર્વાદ આપશે.

નેગેટિવઃ કોઈ બિનજરૂરી કામ કરવાનો પ્રયાસ ન કરો. નહીં તો પરિવારમાં વિવાદ ઊભો થઈ શકે છે. પરિવારના બધા સભ્યો સાથે મળીને કોઈપણ નિર્ણય લેવાનો પ્રયત્ન કરો. માતાપિતા સાથે સંબંધ સારો હોઈ શકે છે. માતાપિતાનો તમને ટેકો મળી શકે છે.

લવઃ આ સમય દરમ્યાન તમે ઘરેથી દૂર ફરવા જઈ શકો છો, ખાસ કરીને તમે પ્રેમમાં વ્યસ્ત થઈ શકો છો. દાંપત્ય જીવન અનુકૂળ રહેવાની સંભાવના છે.

કરિયરઃ તમારે લાંબા અંતરની મુસાફરી પર જઈ શકો છો. આ યાત્રા તમારા માટે શુભ સાબિત થશે. આ સમયમાં તમને ઘણા સારા અનુભવો મળશે. તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો, જે તમારા સારા મિત્ર બનશે.

હેલ્થઃ આ સમય દરમ્યાન તમને મરડો, તાવ, માથાનો દુખાવો, પેટનો દુખાવો, અપચો વગેરેની સમસ્યા થઈ શકે છે. રાત્રે હળવા ભોજન લો અને મસાલેદાર તથા તળેલા – શેકેલા ખોરાક ટાળો.

—————

કન્યા રાશિ

પોઝિટિવઃ આ સમય સોફ્ટવેર એન્જિનિયરને ખાસ ગિફ્ટ લઈને આવશે. આ ક્ષેત્રમાં વિદેશ યાત્રાની પણ સંભાવના છે. માતાને સ્વાસ્થ્ય લાભ મળશે અને ભાઈ-બહેનોને આ સમયે સફળતા મળશે. વિદેશ યાત્રાની સંભાવનાઓ પણ છે. પરિવારજનોને સ્વાસ્થ્ય લાભ મળશે.

નેગેટિવઃ તમારે તમારા ઘરમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા અને કુટુંબના સભ્યો વચ્ચેના વિરોધોને સમાપ્ત કરવા આવશ્યક છે. બળજબરીમાં કોઈપણ પ્રકારનું રોકાણ અથવા પૈસાની આપ-લે નુકસાનકારક હોઈ શકે છે.

લવઃ બિનજરૂરી ચીજો ટાળો અને પ્રેમ વિશે વાત કરો. પ્રેમ સંબંધિત વાતોમાં ભળવાનો પ્રયાસ કરો જેથી તમારા પ્રેમ સંબંધમાં સુધારો આવી શકે.

કરિયરઃ વેપારીઓને ધંધામાં નુકસાન થઈ શકે છે, તેથી દરેક પ્રકારના વ્યવહારમાં સાવચેત રહેવું વધુ સારું રહેશે.

હેલ્થઃ જીવનસાથીની તબિયત લથડી શકે છે. આ સમયે જીવનસાથીને તાવ, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવી બીમારી હોઈ શકે છે, તેથી તેનું ધ્યાન રાખજો.

——–

તુલા રાશિ

પોઝિટિવઃ આર્થિક લાભ થશે. તમારા જીવનસાથી સાથે વધુ સારી સમજદારી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. ખૂબ લાંબા સમય પછી તમારા મિત્રને મળવાનો વિચાર તમારા ધબકારા વધારી શકે છે.

નેગેટિવઃ પૈતૃક સંપત્તિને લઇને પરિવારના સભ્યોમાં અસ્પષ્ટતા હોઈ શકે છે, પરંતુ આ પરિસ્થિતિ થોડા સમય માટે જ રહેશે. પાછળથી બધું સામાન્ય થઈ જશે. પિતાને નોકરીમાં બઢતી મળશે.

લવઃ આ સમયે તમે જીવનસાથીની ભાવનાઓની પ્રશંસા કરશો. તમારા બંને વચ્ચે સુમેળ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ફરવા પણ જઈ શકો છો.

કરિયરઃ આ સમયે તમારું વર્તન થોડું ચીડિયા સ્વભાવનું થઈ શકે છે, જેનાથી તમે વધારે ગુસ્સે થશો. જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના છે. ગણેશજી તમને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપે છે.

હેલ્થઃ ફક્ત સ્વસ્થ ખોરાક લો. ચિંતા તમને તાણ તરફ ધકેલી શકે છે, તેથી કોઈ પણ બાબતમાં વધારે વિચારશો નહીં.

—————–

વૃશ્ચિક રાશિ

પોઝિટિવઃ પારિવારિક જીવન સારું રહેશે. પરિવારમાં એકબીજા વચ્ચે સુમેળ અને એકતા રહેશે. કોઈ પણ પ્રકારના શુભ સમાચાર ઘરની ખુશીઓને વધુ તેજ બનાવશે. આ સમયે પૂર્વજોની સંપત્તિમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે.

નેગેટિવઃ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન તેમની તબિયત બગડી શકે છે. બાળકો તેમના સ્વભાવમાં પરિવર્તન લાવશે. તેઓ આ સમયે ચીડિયા થઈ શકે છે. તેઓ તમારી પાસેથી કોઈ વસ્તુ માટે જીદ કરી શકે છે. આ દરમિયાન તેમને પ્રેમથી સમજાવો.

લવઃ આ સમયે તમે તમારા પ્રિયજનને અનેક વખત મળશો. આ સમયે કોઈની સાથે નવો સંબંધ પણ શરૂ થઈ શકે છે, ઓફિસ અથવા કૉલેજમાં કોઈ વ્યક્તિ તમાને વધુ પસંદ આવી શકે છે.

કરિયરઃ બિઝનેસમાં ભાગીદારી પર ભરોસો રાખવો. આ વર્ષે તમે નવું વાહન ખરીદી શકશો. લોખંડથી સંબંધિત નફાની વધુ સંભાવના છે. બીજી બાજુ ખેતીમાં અપેક્ષિત પરિણામ મેળવવું મુશ્કેલ છે.

હેલ્થઃ તમારે તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે. તમારી ખાણી-પીણી પર પણ ખાસ ધ્યાન આપો. તમારું સ્વાસ્થ્ય જ તમારી સંપત્તિ છે તેનું ધ્યાનમાં રાખો.

—————-

ધન રાશિ

પોઝિટિવઃ તમે નવું મકાન બનાવી શકો છો અથવા નવું મકાન ખરીદી શકો છો. તમે તમારા પરિવાર સાથે વિદેશ પણ જઈ શકો છો. તમારું વૈવાહિક જીવન મધુર રહેશે. જીવનસાથી સાથે નાના-નાના વિવાદો થશે, પરંતુ તેનો થોડો પ્રભાવ પડશે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં તમે સફળ થશો.

નેગેટિવઃ સારા પરિણામ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમારા નાણાકીય જીવન વિશે વાત કરવામાં આવે તો આ સમય આર્થિક સંબંધિત બાબતોમાં સામાન્ય કરતાં વધુ સારો રહેશે. જો કે, આર્થિક સ્થિતિમાં સુધારો થતાં ખર્ચમાં પણ વધારો થશે.

લવઃ તમે તમારી પ્રેમિકા સાથે સુખદ પ્રવાસ ખેડી શકશો. બીજી બાજુ સાચો પ્રેમ શોધનારાઓની ખોજ આ વર્ષે પૂર્ણ થશે. તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે ક્યાંક લોંગ ડ્રાઇવ પર જઈ શકો છો.

કરિયરઃ તમારો વ્યવસાય વધારવા માટે તમે ડિજિટલ માધ્યમ અપનાવશો. નાણા અને સંપત્તિ અંગે સાવધ રહેવું. જો શેરબજારમાં રોકાણ કરો તો આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લો.

હેલ્થઃ આ સમયે તમારા સ્વાસ્થ્ય પર કોઈક પ્રકારની નકારાત્મક અસર પડી શકે છે, જે માનસિક તાણનું કારણ બનશે. આવી સ્થિતિમાં પોતાને તાણ મુક્ત રાખવા માટે ધ્યાન અને યોગ લો.

—————-

મકર રાશિ

પોઝિટિવઃ મનને સ્થિર રાખવા માટે યોગ અને ધ્યાન કરો. એન્જિનિયરિંગ અને મેડિકલના ક્ષેત્રમાં જતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ રહેશે, તેથી સખત મહેનત કરો. ભાગ્ય તમને સાથ આપશે. જીવનસાથીને હંમેશાં સારા કાર્યોમાં સહયોગ મળશે.

નેગેટિવઃ તમારા પિતાના સ્વાસ્થ્ય માટે પણ આ સમય સારો નથી. તમારા પરિવારમાં સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમયે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ફરજિયાત રહેશે, અન્યથા તમારી ગેરહાજરીમાં ઘણી યોજનાઓ મુલતવી રાખવામાં આવી શકે છે.

લવઃ પ્રેમ સંબંધિત બાબતો માટે આ સારો સમય રહેવાની અપેક્ષા છે. કારણ કે પ્રેમીની વર્તણૂક તમારા પ્રેમ સંબંધમાં ભળી જાય તેમ છે. જો કે, આ સમય દરમિયાન તમારું મન પ્રેમથી મગ્ન રહેશે. આ સમય દરમિયાન તમારે તમારા ગૌરવને ધ્યાનમાં રાખીને કેટલાક પગલા લેવાની જરૂર રહેશે.

કરિયરઃ આ સમય દરમિયાન તમને આર્થિક લાભ માટેની સારી તકો મળી શકે છે. સમય અને સંજોગો પ્રમાણે કામ કરવાનો પ્રયાસ કરો. તમારા પૈસાની જાતે સુરક્ષા કરો અને તમારા કાર્ય પ્રત્યે જાગૃત બનો.

હેલ્થઃ તમારી દિનચર્યામાં યોગ, કસરત, ધ્યાન, દોડ, મોગ્નિંગ વૉક, જિમ વગેરેનો ઉમેરો કરો. આળસ છોડી દો. રાત્રે પણ સમયસર સૂઈ જાઓ અને સવારના સૂર્યોદય પહેલા જાગા.

—————–

કુંભ રાશિ

પોઝિટિવઃ આર્થિક જીવનની દ્રષ્ટિએ પરિસ્થિતિ ખૂબ સારી રહેવાની સંભાવના છે. આ સમયે તમે સારા ક્ષેત્રમાં રોકાણ કરી શકો છો. જેથી આર્થિક લાભ માટેની સારી તક મળી શકે.

નેગેટિવઃ તમારા કાર્યક્ષેત્ર અને કારકીર્દિ ક્ષેત્રની પસંદગી કરતી વખતે ખૂબ સાવધ અને સાવચેત રહો. આ સમયે લક્ઝરી વસ્તુઓ પર ન ખર્ચો નહીં તો તે તમને ઘણું નુકસાન પહોંચાડશે. જો કે, પાછળથી વસ્તુઓ સામાન્ય પર પાછા આવશે.

લવઃ તમારા પ્રેમી સાથે તમારું ભવિષ્ય સુધારવા માટે આ સમયે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આ સમય દરમિયાન તમે યાત્રા પર જવાનું પણ વિચારી શકો છો. જે તમારા સંબંધોને વધુ સુંદર દેખાશે.

કરિયરઃ જ્યાં રોકાણ કરવું છે તે સ્થળ વિશે સારી રીતે માહિતી મેળવી લો. કોઈના કહેવામાં અથવા તોફાનમાં ન આવો. તમારી વિચારશીલ વ્યૂહરચના હેઠળ કામ કરો.

હેલ્થઃ તમારે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. સ્વાસ્થ્યને લગતી બેદરકારી તમને ખૂબ મોંઘી પડી શકે છે. તંદુરસ્તીમાં સમસ્યા ન થાય તે માટે તમારે શારીરિક વ્યાયામ કરવાની જરૂર છે.

—————–

મીન રાશિ

પોઝિટિવઃ આ સમયે તમારું આર્થિક જીવન સામાન્ય કરતાં વધુ સારું રહેશે. રોકાણમાં તમને લાભ થશે. ઘરમાં પૂર્વજોની સંપત્તિમાં વધારો થશે. જો સંપત્તિ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

નેગેટિવઃ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે. જો તમે બિનજરૂરી ખર્ચોને નિયંત્રિત ન કરો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

લવઃ આ પ્રેમસંબંધથી મન પ્રસન્ન રહેશે. તમે તમારા પ્રેમી/ગર્લફ્રેન્ડથી હંમેશા ખુશ રહેશો. તમને આ સમયમાં ઘણો પ્રેમ મળશે.

કરિયરઃ કાર્યક્ષેત્રમાં તમારા સફળ પ્રયત્નો તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અસરકારક રહેશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા પર તમારા પૈસા ખર્ચ થઈ શકે છે.

હેલ્થઃ સ્વાસ્થ્યની સામાન્ય ચિંતા થઈ શકે છે. જો કે આ ઉપરાંત કોઈ ગંભીર સમસ્યાઓ ઊભી થવાની સંભાવના નથી. નાની-નાની સમસ્યાઓ સમસ્યાઓનું કારણ બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular