Wednesday, September 29, 2021
Home4 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારના ગ્રહ ગોચર મકર અને મીન જાતકોના પક્ષમાં...
Array

4 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારના ગ્રહ ગોચર મકર અને મીન જાતકોના પક્ષમાં રહેશે,

મેષઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢશો. મિત્રો અને સંબંધીઓ સાથે સમય વ્યતીત થશે. ઘરની સજાવટ સંબંધિત કાર્યોમાં સમય વિતશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવી શકે છે. બહારની ગતિવિધિઓમાં તેમનું વધારે ધ્યાન રહેશે. થોડાં લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરી દે તેવી અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતથી જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી દો

લવઃ– જીવનસાથી સાથે કોઇ મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી ઘરમાં વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે થોડાં ખાસ નિયમ બનાવશો. સંતાન તરફથી કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ– તમારા પ્રતિસ્પર્ધી ઈર્ષ્યાની ભાવનાથી ખોટો આરોપ લગાવી શકે છે. જેના કારણે અપમાનની સ્થિતિ બનશે. આ સમયે તમારે તમારા ગુસ્સા અને આવેગ ઉપર નિયંત્રણ રાખવું પડશે.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં ભાગદોડ વધારે રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ રાખો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય બાળકોની પરેશાનીઓને સમજવામાં વ્યતીત થશે. ઘરના વાતાવરણને સામાન્ય જાળવી રાખવા માટે મનોરંજન અને આમોદ-પ્રમોદ સંબંધિત કાર્યોમાં ખર્ચ થશે.

નેગેટિવઃ– સવાર-સવારમાં નજીકના સંબંધીઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ ધ્યાન રાખવું, કોઇ પોલિટિક્સની સંભાવના છે.

લવઃ– પરિવારજનો વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધા સાથે સંબંધિત કોઇ પ્રકારનો દુખાવો થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– થોડાં નજીકના લોકો સાથે મેલ-મિલાપના સારા પરિણામ સામે આવશે. થોડી લાભદાયક પરિસ્થિતિઓ પણ બનશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ મળશે.

નેગેટિવઃ– તમારી ઉપલબ્ધિઓનો વધારે દેખાડો કરશો નહીં. આવું કરવાથી તમારા પ્રતિસ્પર્ધીઓમાં ઇર્ષ્યાની ભાવના આવશે.

વ્યવસાયઃ– વર્તમાન વાતાવરણના કારણે કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર આવવાની શક્યતા છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારા ઘરના કાર્યોમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે તમે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યોને પૂર્ણ કરો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા આસપાસના વાતાવરણમાં તમારા વખાણ થશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક એવું લાગશે કે તમારા સ્વભાવના કારણે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તમે તમારા આત્મબળમાં નબળાઇ અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે વધારે મહેનત કરવી પડશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાયેલાં વાતાવરણના નકારાત્મક પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– કોઇ સંબંધિને તેમની જરૂરિયાતના સમયે તમે સંપૂર્ણ રીતે સહયોગ કરશો. જેના દ્વારા તમને પણ હાર્દિક આનંદ પ્રાપ્ત થશે અને સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ– અનેકવાર તમે કાલ્પનિક યોજનાઓ બનાવશો. તમારા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. પરિવારમાં કોઇ દખલ કરે નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– આજે મહેનત વિરૂદ્ધ લાભ ઓછો પ્રાપ્ત થશે.

લવઃ– ઘરના સભ્યોને મન પ્રમાણે કામ કરવાની આઝાદી આપો

સ્વાસ્થ્યઃ– વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– સમય ધર્મ-કર્મ અને સમાજસેવી સંસ્થાઓના સહયોગ સંબંધી કાર્યોમાં વ્યતીત થશે. અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ રસ જાગશે. તમારી ઉન્નતિ માટે થોડાં નવા માર્ગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોઈ વસ્તુની ચોરી થવાની સંભાવના છે. તમારી વસ્તુની સંભાળ જાતે જ કરો.

વ્યવસાયઃ– તમારા સંપર્ક સૂત્રોથી લાભદાયક પ્રોજેક્ટ મળવાના યોગ છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક થાકના કારણે નબળાઇ અનુભવ થશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– થોડાં સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો લાભ પ્રાપ્ત થશે. તમે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– વારસાગત સંપત્તિ સંબંધિત કાર્યોમાં મોડું થઇ શકે છે. કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. કોઇ જૂની નકારાત્મક વાતના કારણે તણાવ ઉત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ અને મીડિયા સાથે સંબંધિત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– જીવનસાથી સાથે સમય મનોરંજનમાં વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે રોજિંદા કાર્યોથી અલગ તમારો સમય આત્મનિરીક્ષણમાં વ્યતીત કરો. આ સમયે કોઇ અસંભવ કાર્યની રૂપરેખા તૈયાર થઇ શકે છે.

નેગેટિવઃ– તમારા અહંકારના કારણે ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વાદ-વિવાદ થઇ શકે છે. દરેક સમસ્યાને પોતાની વ્યવહાર કુશળતા દ્વારા જ સમાધાન કરો.

વ્યવસાયઃ– કોઇપણ પ્રકારની પાર્ટનરશિપને આજે સ્થગિત કરી દો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઈગો સંબંધિત કોઇ વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– જો કોઇ સ્થાન પરિવર્તન સંબંધિત યોજના બની રહી છે તો આજે તેના ઉપર ગંભીર વિચાર કરો. ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે. આવક અને ખર્ચ સરખા રહેશે.

નેગેટિવઃ– અન્ય વ્યક્તિ ઉપર વધારે ડિસિપ્લિન ન રાખી તમારા વ્યવહારમાં લચીલાપણું રાખો. વધારે વિચારવાની અપેક્ષાએ પોતાની યોજનાઓને ગતિ આપવામાં સમય લગાવો.

વ્યવસાયઃ– નોકરી સંબંધિત કાર્યોમાં પરિસ્થિતિ સામાન્ય થઇ જશે.

લવઃ– જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય નરમ રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– જો કોર્ટ સંબંધિત કોઇ કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. તમારા પક્ષને મજબૂત કરો. કોઇ જૂના મિત્રના મળવાથી જૂની યાદ તાજા થઇ જશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઇ પાડોસી કે બહારના વ્યક્તિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. આજે તમારો મોટાભાગનો સમય કામ અને ઘરમાં જ વ્યતીત થશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ગંભીરતાથી ધ્યાન આપો.

લવઃ– જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનની વસ્તુઓમાં ધ્યાન રાખો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે તમે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ સ્થાપિત કરશો. તેના દ્વારા તમારો પ્રેમ વધશે. આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– અન્ય લોકોના કામમાં દખલ કરશો નહીં. માંગ્યા વિના કોઇને સલાહ આપશો નહીં. તમારા ગુસ્સા અને ઉતાવળ ઉપર પણ અંકુળ રાખો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિકોણથી સમય વધારે લાભદાયક રહેશે નહીં.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે થોડો તણાવ રહી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments