9 ઓગસ્ટનું રાશિફળ : રવિવારે કન્યા જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો

0
5

મેષઃ

પોઝિટિવઃ– આજે કોઇ જમીન સંબંધિત ખરીદારીનું કામ સંપન્ન થઇ શકે છે. આજે તમને દરેક કામમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. સંપૂર્ણ મહેનત સાથે તમારા કાર્યને સંપન્ન કરો.

નેગેટિવઃ– મિત્ર કે નજીકના સંબંધીઓ તમારી વિરૂદ્ધ કોઇ યોજના કે અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે સમાજમાં બદનામી ફેલાઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્ય સંબંધિત કોઇ લાભદાયક યાત્રા સંપન્ન થઇ શકે છે.

લવઃ– ઘરમાં વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.


વૃષભઃ

પોઝિટિવઃ– આજે આર્થિક યોજનાઓને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. રોકાણ સંબંધિત કાર્યો ઉપર ધ્યાન આપો. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે નિસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– આજે તમારા બહારના સંપર્કોથી દૂર રહો. તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે. કોઇ ષડયંત્રના શિકાર થવાની આશંકા છે.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળ પર તમને નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે.

લવઃ– તમારી ગતિવિધિઓમાં જીવનસાથીને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારા માટે ધનદાયક પરિસ્થિતિઓ બની રહી છે. આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો. તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા તમને સન્માનજનક પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમય તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. ક્યારેક તમારો અહંકાર અને ઘમંડ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– તમારો સમય બગાડવાની જગ્યાએ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિઓ સાથે સંબંધો મજબૂત કરો

લવઃ– જીવનસાથી સાથે કોઇ બહારના વ્યક્તિને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવો અને ગેસની પરેશાની થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી કોઇ નકારાત્મક વાતને છોડવાનો સંકલ્પ કરો. આ કાર્યમાં ઘરના વડીલોનો પણ આશીર્વાદ અને સહયોગ રહેશે. વિદ્યાર્થીઓએ કરિયર સંબંધિત કોઇ સમસ્યાનું સમાધાન કરવું પડશે.

નેગેટિવઃ– જો કોઇ પ્રકારનું દેવું લેવાની યોજના ચાલી રહી છે તો આજે તેને સ્થગિત રાખવામાં જ ભલાઇ છે.

વ્યવસાયઃ– ઓફિસ કે દુકાનના સ્ટાફ ઉપર નજર રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે ભાવનાઓના જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું સ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. બાળકોની કિલકારી સાથે સંબંધિત શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– તમારી યોગ્યતા ઉપર વિચાર કરો. અનુભવી વ્યક્તિની સલાહ લેવી. રૂપિયાના મામલે પણ કોઇ ઉપર વિશ્વાસ કરવો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સારી ચાલશે.

લવઃ– જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ રહેશે

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની પરેશાની રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરો. કર્મથી જ ભાગ્ય બનશે. આજે સંતાનની શિક્ષામાં કરિયર સંબંધિત કોઇ સારી સૂચના મળવાથી વધારે રાહત મળશે.

નેગેટિવઃ– વધારે ભાવુકતા રહેવાથી નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરશો. થોડાં લોકોના કારણે થોડાં લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– રૂપિયાનું રોકાણ કરવાથી બચવું.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવો થશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તુલા રાશિના વ્યક્તિ સંતુલિત સ્વભાવના હોય છે. આજે તમારા સ્વભાવમાં થોડી આવી જ સ્થિતિ રહેશે. તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ અને અશુભ પ્રત્યેક પક્ષમાં સામંજસ્ય જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– કોઇની ખોટી વાતને ગુસ્સાથી ન લઇને સમજણથી કામ લેવું.

વ્યવસાયઃ– પ્રભાવશાળી લોકો સાથે સંબંધ ખરાબ ન કરો.

લવઃ– દાંપત્ય જીવન સારું ચાલશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.


વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– સ્થાન પરિવર્તન સંબંધિત કોઇ યોજના કાર્યરૂપમાં પરિણિત થવાની સંભાવના છે. કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. સાથે જ, તમારે અપમાનજનક સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યવસાયિક ગતિવિધિઓને ગંભીરતા પૂર્વક લો,

લવઃ– સ્વભાવમાં ગુસ્સો તમારા પરિવાર અને લગ્નજીવન ઉપર અસર કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય અંગે આયુર્વેદની મદદ લેવી.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને આધ્યાત્મમાં આસ્થા વધશે. તમે તમારી અંદર ભરપૂર સકારાત્મક એનર્જી અનુભવ કરશો. આ સ્વભાવની અસર તમારા કામ અને પરિવાર બંને ઉપર પોઝિટિવ પ્રભાવ છોડશે.

નેગેટિવઃ– તમારા થોડાં કાર્યોમાં અમુક કારણોના લીધે વિઘ્ન પડી શકે છે. આ સમયે ધૈર્ય જાળવીને રાખશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હવે ધીમે-ધીમે સામાન્ય થઇ રહી છે.

લવઃ– લગ્નજીવન સારું ચાલશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારો શાંતિપ્રિય વ્યક્તિત્વ અન્ય માટે ઉદાહરણ બની શકે છે. આજે પણ તમારો આ સ્વભાવ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે મદદ કરશે.

નેગેટિવઃ– સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં ખૂબ જ વધારે સમય ખરાબ કરશો નહીં. કોઇ ખરાબ વ્યક્તિ દ્વારા અપયશ મળવાની આશંકા છે.

વ્યવસાયઃ– આ સમયે ખર્ચની સ્થિતિ જળવાયેલી રહેશે.

લવઃ– જીવનસાથી અને પરિવાર સાથે તમારું મનોબળ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ– ઇમ્યૂનિટી સ્ટ્રોંગ કરવા માટે સંતુલિત આહાર અને કસરતની જરૂર રહેશે.


કુંભઃ

પોઝિટિવઃ– તમારું કર્મ અને પુરૂષાર્થ તમારા દરેક કામમાં સફળતા અને ઉપલબ્ધિ પ્રદાન કરશે. ઘર સાથે સંબંધિત કાર્યોમાં આજે તમારું વિશેષ ધ્યાન રહેશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. સંબંધોમાં થોડી ખટાસ ઉત્પન્ન થવાની સ્થિતિ બનશે. જેનું કારણ કોઇ અન્ય વ્યક્તિ દખલ કરી શકે છે.

વ્યવસાયઃ– આજે તમારો મોટાભાગનો સમય માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વ્યતીત કરો.

લવઃ– ઘરના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્નીમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ભેજવાળા વાતાવરણના કારણે ગભરામણ થઇ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– જો કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવાનું મન હોય તો મનના અવાજ ઉપર કાર્ય કરો. ભવિષ્યમાં આ પોલિસી લાભદાયક રહેશે. આ સમયે લાભ સંબંધિત ગ્રહ સ્થિતિ ચાલી રહી છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કામ વધારે હોવાના કારણે ચીડિયાપણું રહી શકે છે. બાળકોની સમસ્યાનો ઉકેલ શોધવા માટે પણ સમય કાઢો.

વ્યવસાયઃ– વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પતિ-પત્ની બંનેના ઘર અને વ્યવસાયમાં સામંજસ્ય જાળવીને રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.