સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ દરમિયાન હવે એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. પેલું કહેવાય છે ને કે, ‘Age is Just a Number’ ઉંમર વધવાથી થુ થાય, હૃદય યુવાન રહેવું જોઈએ. એક વૃદ્ધ મહિલા જેમનું હૃદય યુવાન છે, તેમણે પોતાના નૃત્યથી લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં આંટી “મેરે રશ્કે કમર” ગીત પર સુંદર રીતે ઝૂલતા જોવા મળે છે. આ ઉંમરે તેમનો જીવંત અને મસ્તીભર્યો ડાન્સ જોઈને લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
શુભમ શર્માએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે વીડિયો સાથે એક રમુજી કેપ્શન પણ આપ્યું છે. ‘આંટી સમજીને નબળી માનો છો’. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. સૂટ ઉપર કાળો કાર્ડિગન પહેરેલી આ મહિલા કોઈ ફંક્શનમાં ડાન્સ કરતાં જોવા મળે છે. અને રસપ્રદ વાત એ છે કે તે સ્ટેજ પર નાચી રહ્યા નથી પણ વક્તાની બાજુમાં ઊભા છે. જાણે આ ગીત સાંભળ્યા પછી તે પોતાને નાચતા રોકી ન શક્યા. તેમના ડાન્સને જોઈને સ્પષ્ટ થાય છે કે, તે કેટલી મજા કરી રહ્યા છે. આ વીડિયોમાં તેમના ડાન્સ પર લોકોની તાળીઓનો અવાજ પણ સાંભળી શકાય છે. આંટીની ઉર્જા અને તેમની ચાલને કારણે આ વીડિયો વાયરલ થયો છે. લોકો ઇન્ટરનેટ પર તેમના વખાણ કરતા થાકતા નથી.
આ વીડિયોને અત્યાર સુધીમાં 1,36,900 લાઈક્સ મળી છે અને લોકો પ્રશંસાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “પુષણા નામ સુનકે ફ્લાવર સમજે કયા, ફાયર હે આંટીજી” એકે લખ્યું, “જૂના ખેલાડીઓ મેદાનમાં પ્રવેશી ગયા છે.” “મેરે રશ્કે કમર” ગીત રાહત ફતેહ અલી ખાન દ્વારા ગાયું “બાદશાહો” ફિલ્મનું છે. આ ફિલ્મ 2017 માં રિલીઝ થઈ હતી આ ગીત હજુ પણ લગ્ન અને પાર્ટીઓમાં ખૂબ સાંભળવામાં આવે છે. તેનું સંગીત એવું છે કે લોકો નાચવા માટે મજબૂર થઈ જાય છે.