Tuesday, September 28, 2021
Homeઔરંગાબાદ : તંત્રનું ધ્યાન ઇન્જેકશન-ઓક્સિજન પર રહ્યું; સંક્રમણને અટકાવવા પર નહીં
Array

ઔરંગાબાદ : તંત્રનું ધ્યાન ઇન્જેકશન-ઓક્સિજન પર રહ્યું; સંક્રમણને અટકાવવા પર નહીં

સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં 5 શહેરોની વાસ્તવિક પરિસ્થિતિ જાણી રહ્યું છે, જ્યાં ખૂબ જ સ્થિતિ ખરાબ છે. પુણે અને નાસિક બાદ આજે ઔરંગાબાદનો રિપોર્ટ વાંચો, જ્યાં સંક્રમણથી થનારા મૃત્યુ દર દેશ કરતાં પણ વધુ થયો છે. અહીં મૃત્યુ દર 1.33% છે, જ્યારે મહારાષ્ટ્રમાં એ દર 1.73% અને દેશમાં 1.27% છે. જાણો શું છે ઔરંગાબાદની વાસ્તવિક પરિસ્થિતિ…

બેદરકારીને કારણે કેસ અને નવા સ્ટ્રેનથી મૃત્યુ વધ્યાં
ઉલ્કાનગરીમાં આર્મીના હેલ્થ સર્વિસના પૂર્વ ડેપ્યુટી ડિરેકટર ડો. સતીશ ઢગે સાથે વાત કરી હતી. ડો. ઢગે પબ્લિક હેલ્થ એક્સપર્ટ પણ છે. તેઓ જણાવે છે કે હાલમાં જે વિદર્ભ સ્ટ્રેન ચર્ચામાં છે, જ્યારે ઔરંગાબાદમાં દર્દીઓ વધવાનું કારણ છે. દોઢ વર્ષમાં કોરોનાવાયરસમાં 4 હજારથી વધુ વાર બદલાવ થયો છે. તેમાંથી કેટલાકનું મૃત્યુ વધવાનું કારણ છે. દુર્ભાગ્યથી વિદર્ભ સ્ટ્રેન પણ તેમાંનો એક છે.

તેને ડબલ મ્યૂટેટેડ સ્ટ્રેન પણ કહે છે, જેમાં બે વખત જિનેટિક બદલાવ થયો છે. ડો. ઢગે મુજબ, સુપર સ્પ્રેડિંગ ઇવેન્ટ્સ, જોખમી નવો કોરોનાવાયરસ અને રિલેક્સેશનને કારણે લોકોની અવર-જવર વધવાના કારણે પણ ઔરંગાબાદ સહિત અન્ય જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

ક્રાઈસીસ મેનેજમેન્ટ, વિશેષજ્ઞ અને મહારત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પાસે હોવી જોઈએ. જો આવું નથી તો એક્સપર્ટની સલાહ પણ લેવી જોઈએ. અથનિક તંત્રએ ઈન્પુટ લેવા જોઈએ. છેલ્લા દોઢ વર્ષથી અહીં એડમિનિસ્ટ્રેશન નિષ્ફળ છે.

સંક્રમણ અટકાવવા માટેનાં પગલાં ભરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ
ડો. ઢંગેનું કહેવું છે કે મૃત્યુ દર વધવા પર વહીવટીતંત્રની દલીલો છે કે લોકો હોસ્પિટલમાં આવવામાં મોડું કરી રહ્યા છે અને મોટા ભાગના મૃતકોની વય 50-60 વર્ષથી ઉપર છે. સવાલ તે છે કે લોકો મોડા આવી રહ્યા છે તો તેમાં ભૂલ કોની? આ વહીવટીતંત્રની નિષ્ફળતા છે.

ક્રાઈસિસ મેનેજમેંટનો અર્થ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાઇ કરવા અને રેમડેસિવરને ઇન્જેક્શન આપવાનો નથી. સ્થાનિક વહીવટ સંક્રમણને અટકાવવા માટેનાં પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોમાં જાગૃતિનો અભાવ અને જરૂરી જાહેર આરોગ્ય સિસ્ટમ ડેવલપમેન્ટનો પણ અભાવ રહ્યો.

બે કહાની, જે જણાવે છે કોરોનાને લઈને લોકો શું વિચારે છે.

સ્થળ: સુપર સ્પેશિયાલિટી બ્લોક, સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (ઔરંગાબાદ)

સમય: સાંજે લગભગ 7.30 વાગ્યે

ઔરંગાબાદના ઘાટી સ્થિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને જોકે સંપૂર્ણ પણે કોવિડ સેંટરમાં ફેરવવામાં આવી છે. મોડી સાંજે જ્યારે અમે જોયું કે હોસ્પિટલની બાઉન્ડરીથી થોડે દૂર આવેલા એક નાના મેદાનમાં 20-25 મોટરસાઇકલ પાર્ક છે. કેટલાક લોકો ત્યાં ઊભા છે. 10-12 મહિલા જમીન પર બેસેલી હતી.

આ તમામ લોકોના સંબંધીઓ પોઝિટિવ છે જેમને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના દુઃખને છોડીને તેઓ તેમના પરિવારજનની સ્વસ્થ થવાની આશામાં છેલ્લા ઘણા દિવસોથી અહીં આવી રીતે રહે છે. અમે આ લોકો સાથે વાત કરી હતી અને જાણ્યું કે તેઓ કોરોના વિશે શું વિચારે છે…

પહેલી કહાની: લોકોની અણસમજ પણ મહામારી વધવાનું કારણ
પ્રમિલા જાધવ સ્કૂલ ટીચર છે. તે ઔરંગાબાદના જાય ભવાની નગરમાં રહે છે. તેનાં 55 વર્ષનાં માતા લતાબાઈ જાધવ કોરોના પોઝિટિવ છે. પ્રમિલા પોતાનાં માતાની જરૂરિયાત માટે હોસ્પિટલની બહાર રહે છે. રાત્રે તેમના મામા અહીં આવીને રહે છે. તેમના માતા ઉપરાંત ભાઈ અને ભત્રીજા પણ પોઝિટિવ છે.

જાધવે જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં વધારો થવા પાછળ આપણે પોતે પણ જવાબદાર છીએ. કોરોના ટેસ્ટ અંગે કેટલાક લોકોમાં ભ્રમની સ્થિતિ છે. વૃદ્ધોને લાગે છે કે નાકમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા પીડાદાયક છે. આ ભ્રમને કારણે કેટલાક વૃદ્ધો ટેસ્ટ કરાવવાથી ગભરાય છે. મારાં માતાને પણ ટેસ્ટિંગ કરાવવાનો ડર હતો. તેને લાગ્યું કે જો તે પોઝિટિવ આવશે તો 8-10 દિવસ પરિવારથી દૂર રહેવું પડશે. તેમાં આપની પણ બેદરકારી છે કે આપણે આપના વૃદ્ધોને મહામારીથી થનારી નુકસાની સમજાવી શક્યા નથી.

પ્રમિલા કહે છે કે ઔરંગાબાદના લોકોમાં ટેસ્ટિંગ અંગે વિચિત્ર સમજ છે. તેઓ માને છે કે જો પોઝિટિવ આવ્યા તો તેમણે ઘરની બહાર જ રહેવું પડશે. જો હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, તો પછી કદાચ ઘરે પાછા ફરવાનું ભાગ્યમાં ન પણ હોય. મોટા ભાગના લોકોમાં કોરોનાનાં લક્ષણો હોવા છતાં પોતાનો ટેસ્ટ કરાવતા નથી. માત્ર આટલું જ નહીં, અન્યને સંક્રમણ લગાડ્યા પછી, જ્યારે તેમની સ્થિતિ ગંભીર બને છે, ત્યાર પછી ડોક્ટરની પાસે જાય છે. આ અણસમજના કારણે મહામારી વધી છે.

બીજી કહાની : પ્રોટોકોલનું પાલન કરવામાં નથી આવતું, લોકો સંક્રમણ ફેલાવી રહ્યા
ગજાનન અરવિંદરાવ જોશી કહે છે કે મારી માતા પુષ્પા જોશી (60) હોસ્પિટલમાં દાખલ છે. અમારા બંનેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મારો નેગેટિવ આવ્યો. મેં શરૂઆતમાં માતાને બે-ત્રણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ ત્યાં કોઈ બેડ ન મળતાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કર્યા. ઔરંગાબાદમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી. લોકો કોરોના ફેલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments