ઓસ્ટ્રેલિયા : સ્કાય ડાઈવિંગ દરમિયાન પેરાશૂટ ન ખૂલતાં 30 વર્ષીય સ્કાયડ્રાઈવરની મોત

0
8

લાઈફમાં તમામ લોકોને એક અભિલાષા હોય છે કે તેઓ જીવનકાળમાં તેમને ગમતાં એડવેન્ચરની મજા માણે પરંતુ જો આ મજા ગંભીર સજા બની જાય તો! ઓસ્ટ્રેલિયાના 30 વર્ષીય સ્કાયડ્રાઈવર દેમિત્રી ડિયેન્કો સાથે કંઈક આવું જ બન્યું છે. ગત રવિવારે વર્ચ્યુઅલ ઓસ્ટ્રેલિયન સ્કાયડાઈવિંગ કોમ્પિટિશનમાં તેણે ભાગ લીધો હતો અને આ સાહસી કોમ્પિટિશનનો દિવસ તેનાં જીવનનો અંતિમ દિવસ સાબિત થયો.

પેરાશૂટની ખામીને કારણે જીવ ગુમાવનાર દેમિત્રી ડિયેન્કો

પેરાશૂટની ખામીને કારણે જીવ ગુમાવનાર દેમિત્રી ડિયેન્કો

ઓસ્ટ્રેલિયાના ‘જુરિયન બે’માં આ સ્પર્ધા યોજાઈ હતી. સ્કાય ડાઈવિંગ દરમિયાન પેરાશૂટ ન ખૂલ્યું હોવાથી તે જમીન પર પટકાયો હતો. આ યુવક સોલો વિંગસ્યૂટ જમ્પ પર્ફોર્મ કરી રહ્યો હતો. સ્પર્ધાના ક્રૂને જાણ થઈ કે યુવકના પેરાશૂટમાં કોઈ ખામી છે અને તે જમીન તરફ પટકાઈ રહ્યો છે તાત્કાલિક ત્યાંની ઈમર્જન્સી ટીમ પહોંચી હતી પરંતુ તે પહેલાં સ્કાય ડાઈવર તેના અંતિમ શ્વાસ લઈ ચૂક્યો હતો.

ડિયેન્કોને 6000 જેટલા જમ્પનો એક્સપિરિઅન્સ હતો

ડિયેન્કોને 6000 જેટલા જમ્પનો એક્સપિરિઅન્સ હતો

ડિયેન્કોનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ પોલીસ અને ઓસ્ટ્રેલિયન પેરાશૂટ ફેડરેશન દ્વારા ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડિયેન્કોએ પોતાનું પર્સનલ પેરાશૂટ ઉડાન માટે ઉપયોગમાં લીધું હોવાથી તેની સાથે આ દુર્ઘટના સર્જાઈ છે. સ્પર્ધાનું આયોજન કરનાર શહેરના પ્રેસિડન્ટ લેસ્લી હોમ્સે કહ્યું કે ડિયેન્કોને 6000 જેટલા જમ્પનો એક્સપિરિઅન્સ હતો.

સ્કાય ડાઈવિંગ સ્પર્ધાની તસવીર

સ્કાય ડાઈવિંગ સ્પર્ધાની તસવીર

‘જુરિયન બે’ શહેર માટે સ્કાય ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન એ ત્યાંનો પ્રીમિયમ બિઝનેસ છે. અહીં અનેક વર્ષોથી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા સિવાય અનેક દેશના એડવેન્ચર લવર્સ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચે છે. અનેકો વખત આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here