Wednesday, September 22, 2021
Homeએસ્ટ્રેલિયા : સુપરમાર્કેટમાંથી સલાડ ખરીદ્યું ,પેકેટ ખોલ્યું તો સલાડની જગ્યાએ ઝેરી સાપ...
Array

એસ્ટ્રેલિયા : સુપરમાર્કેટમાંથી સલાડ ખરીદ્યું ,પેકેટ ખોલ્યું તો સલાડની જગ્યાએ ઝેરી સાપ નીકળ્યો

ઘણી વખત એવું બને છે આપણને અપેક્ષા ન હોય તેવી જગ્યાએ સાપ જોવા મળે છે. પરંતુ જ્યારે ખાવાની વસ્તુમાં સાપ જોવા મળે તો તમને પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. આવી જ એક ઘટના સામે છે આવી છે જ્યારે સલાડના પેકેટમાંથી ઝેરી સાપ નીકળ્યો.

કપલે સ્ટોરમાંથી સલાડ ખરીદ્યું હતું
‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એલેક્ઝાન્ડર વ્હાઈટની સાથે આ ઘટના સર્જાઈ હતી. તે પોતાની પાર્ટનર એમિલી નેટીની સાથે ગત સોમવારે નજીકના સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી સલાડનું પેકેટ લીધું હતું. ઘરે આવીને સલાડનું પેકેટ ખોલ્યું તો તેમાંથી ઝેરી સાપ નીકળ્યો.

પેકેટમાં સાપનું બચ્ચું હતુ
ઘરે જઈને બાદમાં જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં એક ઝેરી સાપ જોઈને તે ડરી ગયો હતો. સલાડના પેકટમાં સાપ ફરી રહ્યો હતો અને પોતાની નાની જીભ બહાર કાઢી રહ્યો હતો. પહેલા તો તેને એવું લાગ્યું કે કોઈ નાનું જીવજંતુ હશે જે પેકેટમાં ફરી રહ્યું છે પરંતુ બાદમાં તેને ખબર પડી કે પેકેટમાં સાપ છે. જો કે, તે સાપનું બચ્ચું હતું. જો કે આ સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા સૌથી ઝેરી સાપમાંથી એક હતો.

મોડી રાત્રે સપેરા પહોંચ્યો
લાંબા સમય સુધી ગંભીર હાલતમાં બેસી રહ્યા બાદ બંનેએ વન વિભાગને ફોન કરીને પેકેટમાં સાપ હોવાની સૂચના આપી, પરંતુ ત્યાંથી કોઈની મદદ ન મળી. ત્યારબાદ તેમને સાપ પકડનાર એક સપેરાને કોલ કર્યો. તે સપેરા રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે ઘટનાનો વીડિયો બનાવી લીધો. રાત્રે સપેરાએ આવીને સાપના બચ્ચાને બહાર કાઢ્યો. તેની લંબાઈ લગભગ 20 સેન્ટિમીટર હતી. સપેરાએ જણાવ્યું કે, આ એક ખતરનાક જાતિનો સાપ છે. અત્યારે પણ તેની અંદર એટલું ઝેર છે કે જો તે કોઈને ડંખ મારે તો તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે. જો આ પ્રજાતિનો મોટો સાપ કરડે તો તેનો જીવ પણ જઈ શકે છે. ​​​​​​​

બાદમાં સલાડને ધોઈને ખાઈ ગયા
સાપ કાઢ્યા બાદ તેમને તે સલાડને સારી ધોઈ લીધું અને પછી ડિનરમાં તેને ખાઈ ગયા. બીજા દિવસે તેમણે અલ્ડી સ્ટોરના કસ્ટમર કેર સેન્ટરને આ અંગે લેખિત ફરિયાદ કરી. તેમણે સ્ટોર મેનેજમેન્ટ પાસેથી તપાસ કરવાની અને વળતર આપવાની માગ કરી છે. જ્યારે ઓલ્ડી સ્ટોરનું કહેવું છે કે, તેઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કેવી રીતે બન્યું. સ્ટોર મેનેજમેન્ટે તેની ચેકીંગ સિસ્ટમ મજબૂત બનાવવા અને ફરીથી આવું નહીં થાય તેની ખાતરી આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments