બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ છેલ્લા તબક્કામાં કોરોના વેક્સિનની ટ્રાયલ રોકી, ટેસ્ટિંગમાં સામેલ એક વ્યક્તિ બીમાર થયો

0
6

ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને કોરોના વેક્સિન બનાવતી લંડન ફાર્માની કંપની એસ્ટ્રાજેનેકાએ ક્લીનિકલ ટ્રાયલ રોકવી પડી છે. ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિ બીમાર થયો હોવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી છે. જોકે તેમણે આને રુટીન એક્શન ગણાવી છે અને કહ્યું છે કે, દર્દીની બીમારીની ગંભીરતા વિશે હજી કઈ જાણવા મળ્યું નથી.

ટ્રાયલમાં વધારે વાર ન લાગે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે, ટ્રાયલ દરમિયાન ટ્રાયલમાં સામેલ કોઈ સભ્યને ન સમજાય તેવી બીમારી સામે આવે તો ટ્રાયલ રોકવામાં આવતી હોય છે. મોટા ટ્રાયલ્સમાં ઘણી વખત આવું થતું હોય છે, પરંતુ તેનો રિવ્યુ કરવો જરૂરી હોય છે. અમે ઝડપથી આ કામ કરી રહ્યા છીએ જેથી ટ્રાયલની ટાઈમ લાઈન પર અસર ન થાય.

9 કંપનીઓની ટ્રાયલના ત્રીજા ફેઝમાં
એસ્ટ્રાજેનેકાએ ત્રીજા ફેઝની ટ્રાયલ માટે 30 હજાર સભ્યોનું રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટથી શરૂ કર્યું છે. એસ્ટ્રાજેનેકા તે 9 કંપનીઓમાંથી એક છે જેની વેક્સિનની ટ્રાયલ ત્રીજા એટલે કે છેલ્લા તબક્કામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here