Thursday, August 5, 2021
HomeIND vs AUS : અંતિમ વનડે જીતી વિરાટ સેનાએ આબરૂ બચાવી...
Array

IND vs AUS : અંતિમ વનડે જીતી વિરાટ સેનાએ આબરૂ બચાવી : ઓસ્ટ્રેલિયાએ 2-1થી સિરીઝ કરી કબજે

ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની અંતિમ મેચમાં કેનબરા ખાતે 303 રનનો પીછો કરતા 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન આરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે ફિફટી ફટકારતા અનુક્રમે 75 અને 59 રન કર્યા હતા. જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજને 2 વિકેટ લીધી. આ મેચ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટવોશ કરતા રોક્યું છે. કાંગારુંએ 3 વનડેની સીરિઝ 2-1થી જીતી.

વિદેશમાં સતત 7 હાર પછી જીત્યું ઇન્ડિયા

ભારત વિદેશમાં સતત 7 મેચ હાર્યા પછી મેચ જીત્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતને 3 વનડે અને 2 ટેસ્ટમાં હરાવ્યું હતું. તે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બંને વનડેમાં ટીમ ઇન્ડિયાને માત આપી હતી. સતત 7 મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે વિદેશમાં મેચ જીતી છે.

ભારતની જીતમાં હાર્દિક-જાડેજાનું મહત્ત્વનું યોગદાન

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. 152 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 92 રન કર્યા હતા, જ્યારે જાડેજાએ કરિયરની 13મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 66* રન કર્યા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રેણીમાં 72ની એવરેજથી 216 રન કરનાર સ્ટીવ સ્મિથને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેક્સવેલની વનડેમાં 22મી ફિફટી

ગ્લેન મેક્સવેલે પોતાના વનડે કરિયરની 22મી ફિફટી ફટકારતા 38 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 59 રન કર્યા હતા. તેમજ એસ્ટન અગર સાથે સાતમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલને બુમરાહે બોલ્ડ કર્યો હતો.

એલેક્સ કેરી વિરાટ કોહલી/ લોકેશ રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 42 બોલમાં 4 ફોરની મદદથી 38 રન કર્યા હતા.

ફિન્ચની વનડેમાં 29મી ફિફટી

આરોન ફિન્ચે શાનદાર બેટિંગ કરતા પોતાના વનડે કરિયરની 29મી ફિફટી મારી હતી. તે જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 82 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 75 રન કર્યા હતા.

હેનરિક્સ અને સ્મિથ નિષ્ફ્ળ રહ્યા

મોઝેઝ હેનરિક્સ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડવિકેટ પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 3 ફોરની મદદથી 22 રન કર્યા હતા. તે પહેલાં સ્ટીવ સ્મિથ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 7 રન કર્યા હતા.

મિસ્ડ ચાન્સ: ફિન્ચ 22 રને રમી રહ્યો હતો ત્યારે ધવને બુમરાહની બોલિંગમાં તેનો કેચ છોડ્યો હતો. તે પછી ફિન્ચ 27 રને રમી રહ્યો હતો ત્યારે બુમરાહે પોતાની જ બોલિંગમાં તેનો કેચ છોડ્યો હતો.

માર્નસ લબુશેન 7 રને ટી. નટરાજનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આ નટરાજનની ઇન્ટરનેશનલ વનડેમાં પ્રથમ વિકેટ છે.

લબુશેનને આઉટ કરીને વનડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપ્યા પછી ઉજવણી કરતો નટરાજન.
લબુશેનને આઉટ કરીને વનડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપ્યા પછી ઉજવણી કરતો નટરાજન.

ભારતે 303 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેનબરા ખાતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા છે. ભારત માટે હાર્દિક પંડ્યા (92*), રવિન્દ્ર જાડેજા (66*) અને વિરાટ કોહલી (63) એ ફિફ્ટી મારી. હાર્દિક અને જાડેજાએ 108 બોલમાં 150 રનની ભાગીદારી કરી, બંનેએ છેલ્લી સાત ઓવરમાં 93 રન ફટકાર્યા. ઓસ્ટ્રેલિયા માટે એસ્ટન અગરે 2 વિકેટ લીધી. જ્યારે એડમ ઝામ્પા, સીન એબોટ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી.

હાર્દિકનો વનડેમાં સર્વાધિક સ્કોર:

  • 92* (76) vs ઓસ્ટ્રેલિયા, કેનબરા (2020)
  • 90 (76) vs ઓસ્ટ્રેલિયા, સિડની (2020)
  • 83 (66) vs ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ (2017)

 

 

કોહલીની વનડેમાં 60મી ફિફટી

વિરાટ કોહલીએ વનડે કરિયરમાં પોતાની 60મી ફિફટી ફટકારતા 78 બોલમાં 5 ફોરની મદદથી 63 રન કર્યા હતા. તે જોશ હેઝલવુડની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

ઐયર અને રાહુલે નિરાશ કર્યા

શ્રેયસ ઐયર અને લોકેશ રાહુલે મિડલ ઓર્ડરમાં ફરી એકવાર નિરાશ કર્યા છે. ઐયર એડમ ઝામ્પાની બોલિંગમાં કવર પોઇન્ટ પર માર્નસ લબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. ઐયરે 21 બોલમાં 2 ફોરની મદદથી 19 રન કર્યા હતા. તે પછી લોકેશ રાહુલ 5 રને એસ્ટન અગરની બોલિંગમાં LBW થયો હતો.

વિરાટે સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સૌથી ઝડપી 12 હજાર રન પૂરા કર્યા

  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
  • સચિને 2003માં પોતાની 300મી ઇનિંગ્સમાં પાકિસ્તાન સામે સેન્ચુરીયન ખાતે સૌથી વનડેમાં ઝડપી 12 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
  • કોહલીએ આજે કેનબરા ખાતે પોતાની 242મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ સચિન કરતા 58 ઇનિંગ્સ ઓછી રમીને આ માઈલસ્ટોન અચીવ કર્યો છે.
  • રિકી પોન્ટિંગ આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. તેણે 2009માં પોતાની 314મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.
  • વનડેમાં 12 હજાર રન પૂરા કરનાર અન્ય ત્રણ બેટ્સમેન શ્રીલંકાના છે. કુમાર સંગાકારા, સનથ જયસૂર્યા અને મહેલ જયવર્દનેએ અનુક્રમે 336, 379 અને 399 ઇનિંગ્સમાં 12 હજારનો આંક વટાવ્યો હતો.

ભારતીય ઓપનર્સ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ ન કરી શક્યા

શુભમન ગિલ એસ્ટન અગરની બોલિંગમાં LBW થયો હતો. તેણે 39 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 33 રન કર્યા હતા. ગિલે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો. તે પહેલા શિખર ધવન 16 રને સીન અબોટની બોલિંગમાં શોર્ટ કવર્સ પર એસ્ટન અગરના હાથે કેચ આઉટ થયો હતો.

 

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ટી નટરાજન અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઝેઝ હેનરિક્સ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરન ગ્રીન, એસ્ટન અગર, સીન અબોટ, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments