પ્રથમ T-20 : ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
18

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામે 3 T-20 સીરિઝની પહેલી મેચમાં કેનબરા ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ડાર્સી શોર્ટ ઓપનિંગ કરશે. જ્યારે મેથ્યુ વેડ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ભારત માટે ડાબોડી ફાસ્ટ બોલર ટી. નટરાજન T-20માં ડેબ્યુ કરી રહ્યો છે. તેમજ સંજુ સેમસન, વી. સુંદર અને દિપક ચહરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, મોહમ્મદ શમી અને ટી. નટરાજન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ. સીન એબોટ, મિચેલ માર્શ, મિચ સ્વેપસન, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને વચ્ચે અહીં રમાયેલી 9માંથી 5 T-20 ભારતે જીતી છે. ગઈ વખતે બંને ટીમ સિડનીમાં સામસામે થઇ હતી, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે કુલ 21 T-20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષથી સીરિઝ નથી હાર્યું ભારત

ભારત છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં T-20 સીરિઝ હાર્યું નથી. ગઈ વખતે 2018માં જ્યારે ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું હતું, ત્યારે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. 4 વર્ષ પહેલા 2016માં ભારતે ઓસ્ટ્રેલિયાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

બેટિંગની જવાબદારી કોહલી પર

ટીમની બેટિંગની જવાબદારી ફરી એકવાર કપ્તાન વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 64થી વધુની એવરેજથી 584 રન બનાવ્યા છે, જેમાં એક ફિફટીનો સમાવેશ થાય છે. તે પછી વાઇસ કેપ્ટન લોકેશ રાહુલનો નંબર આવે છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે 19 મેચમાં 318 રન કર્યા છે.

ઓપનર શિખર ધવન, શ્રેયસ ઐયર અને મનીષ પાંડે પર ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યા પાસેથી ટીમને તોફાની ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

બુમરાહ-જાડેજા પાસેથી સારા પ્રદર્શનની આશા

ભારત વનડેમાંથી શીખ લઈને T-20માં પહેલેથી સારી બોલિંગ કરવાનો પ્રયાસ કરશે. અંતિમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુર T-20 ટીમનો ભાગ નથી. તેવામાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ટી. નટરાજન અને નવદીપ સૈનીમાંથી કોઈ એકને પ્લેઈંગ ઇલેવનમાં તક મળી શકે છે. સ્પિન બોલિંગ એટેકની વાત કરીએ તો કુલદીપ યાદવ પણ T-20 ટીમનો ભાગ નથી. તેવામાં યુઝવેન્દ્ર ચહલ અને વી. સુંદર સ્પિન ડિપાર્ટમેન્ટમાં જાડેજાનો સાથ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here