Monday, December 5, 2022
Homeઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનનો ભારત પ્રવાસ રદ
Array

ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનનો ભારત પ્રવાસ રદ

- Advertisement -

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પોતાનો પ્રથમ ભારત પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ 13થી 16 જાન્યુઆરી સુધીભારતના પ્રવાસેહતા. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના જંગલોમાં લાગેલ આગની ઘટના બાદ સ્કોટ મોરિસને પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પણ તેમને સામેથી ફોન કરીને દાવાનળ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ રાખવાનું સૂચન કર્યું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે ત્રસ્ત લોકોએ ઘટના સ્થળની મુલાકાતે પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમને મૂરખ ગણાવ્યા હતા. જ્યારે અગ્નિશામક દળના એક કર્મીએ તેમના સાથે હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું.

દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ગત સપ્ટેમ્બર મહીનાથી લાગેલી આગ હજુ સુધી વિકટ સમસ્યારૂપ બની રહી છે અને 18 લોકોએ તેના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ન્યૂ સાઉથ વેલ્સના કોબાર્ગો ગામમાં પીડિતોની મુલાકાત લેવા પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને અપમાન અને અવગણનાનો સામનો કરવો પડયો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક ફાયર ફાઈટર સાથે હાથ મિલાવવા જાય છે ત્યારે તે ઉભો થઈને જતો રહે છે તેમ જોવા મળે છે. તે વ્યક્તિ હાથ ન મિલાવવા બદલ વડાપ્રધાનની માફી પણ માંગે છે. જાણવા મળ્યા મુજબ અન્ય લોકોના ઘરો બચાવતી વખતે તે વ્યક્તિએ પોતાનું ઘર આગના લીધે ગુમાવ્યું હતું.

રોષે ભરાયેલા પીડિતોએ મોરિસનનેે તે વિસ્તારમાંથી એક પણ મત નહીં મળે તેવી ધમકી આપી હતી અને સાથે જ તેમને મૂર્ખ પણ ગણાવ્યા હતા. આશરે 1.2 એકર જંગલોમાં ફેલાયેલી આગના કારણે 1,400થી વધારે ઘર નાશ પામ્યા છે અને યોગ્ય કાર્યવાહી ન કરવાને લઈ વડાપ્રધાન સ્કોટ મોરિસનની ખૂબ જ ટીકાઓ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular