ભારત સામે વનડે-ટી20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, કેમરન ગ્રીનને મળી તક

0
5

મેલબોર્નઃ ભારત વિરુદ્ધ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ યુવા ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને પોતાની ટી20 અને વનડે ટીમમાં સામેલ કર્યો છે જ્યારે બિગ બેશમાં શાનદાર પ્રદર્શનને કારણે મોરિસ હેનરિક્સે ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે.

ભારતની ટીમ ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે (27 નવેમ્બર, 29 નવેમ્બર, બે ડિસેમ્બર) અને ત્રણ ટી20 (4, 6, 8 ડિસેમ્બર) રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યુ, કેમરનનું ઘરેલૂ ફોર્મ શાનદાર રહ્યુ છે. ભવિષ્યના ખેલાડીના રૂપમાં તેના માટે આ સિરીઝ તક હશે.

ઓસ્ટ્રેલિયાએ સીમિત ઓવરોની ટીમમાં બેટિંગ ઓલરાઉન્ડરોને મહત્વ આપ્યું છે. ગ્રીનની પસંદગી નક્કી માનવામાં આવી રહી હતી. હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલે કહ્યુ હતુ કે તેમણે રિકી પોન્ટિંગ બાદ પ્રથમવાર આટલો પ્રભાવશાળી ક્રિકેટર જોયો છે. તો હેનરિક્સની આગેવાનીમાં સિડની સિક્સર્સે બિગ બેશનું ટાઇટલ જીત્યું હતું. તેની સ્ટ્રાઇક રેટ 150ની નજીક હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મિશેલ માર્શના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી પરંતુ તે ટેસ્ટ સિરીઝ પહેલા એ ટીમમાં વાપસી કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા વનડે અને ટી10 ટીમઃ આરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટોન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોરિસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોયનિસ, મેથ્યૂ વેડ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, એડમ ઝામ્પા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here