રિપોર્ટ : ગયા વર્ષે 10 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું, આ વખતે ફેસ્ટિવ સિઝનમાં લક્ઝરી ગાડીઓ પર કોઈ ડિસ્કાઉન્ટ નહીં

0
0

કોવિડ -19 ને કારણે મહિનાઓ સુધી ચાલેલા સંઘર્ષ બાદ ડોમેસ્ટિક લક્ઝરી કાર માર્કેટમાં થોડી રિકવરી જોવા મળી છે અને આ ફેસ્ટિવ સિઝન દરમિયાન સારું પ્રદર્શન થાય એવી અપેક્ષા છે. જો કે, આ વર્ષે લક્ઝરી ગાડીઓ પર કોઈ મોટી ઓફર્સ અથવા ડિસ્કાઉન્ટ નહીં મળે. તેના બદલે કંપનીઓ આકર્ષક ફાઇનાન્સ સ્કીમ્સ કોમ્પ્લિમેન્ટ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. જેથી, શો રૂમ પર પૂરતી સંખ્યામાં ગ્રાહકો પહોંચે.

મર્સિડીઝે ‘અનલોકક વિથ મર્સિડીઝ બેન્ઝ’ કેમ્પેન શરૂ કર્યું ઉદાહરણ તરીકે, માર્કેટ લીડર મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં શરૂ થનારી ફેસ્ટિવ સિઝન માટે ‘અનલોક વિથ મર્સિડીઝ બેન્ઝ’ કેમ્પેન શરૂ કર્યું છે અને તેનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર માર્ટિન શ્વેનકે જણાવ્યું કે, અનલોક કેમ્પેનમાં સી-ક્લાસ, ઇ-ક્લાસ અને GLC માટે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ્સ છે, જેમાં લો EMI, આકર્ષક ROI (રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ) અને કોમ્પ્લીમેન્ટ્રી ઇન્શ્યોરન્સ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ વર્ષની ફેસ્ટિવ સિઝન ખૂબ જ પડકારજનક રહેશે. પરંતુ ગયા વર્ષની જેમ તે સફળ પણ રહેશે.

ઓડીને નવાં લોન્ચિંગથી આશા
  • ઓડીને પણ કેટલીક નવી પ્રોડક્ટ લોન્ચ સાથે આ ફેસ્ટિવ સિઝન સફલ રહે તેવી આશા છે. ઓડી ઈન્ડિયાના પ્રમુખ બલવીર સિંગ ઢિલ્લોને કહ્યું કે, અમે છેલ્લાં થોડા મહિના દરમિયાન કેટલીક સારી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે અને અમે અમારા સંભવિત ગ્રાહકોને ખુશ કરવા ઓડી Q2 પણ ભારતમાં લાવ્યાં છે.
  • તેમણે જણાવ્યું કે, ગ્રાહકો માટે આ ફેસ્ટિવ સિઝનનું મુખ્ય આકર્ષણ A6, A8L, Q8, RS7 સ્પોર્ટબેક અને RTS Q8 હશે અને ફક્ત નવી બ્રાન્ડની ગાડીઓ જ નહીં. પરંતુ ઓડી ઈન્ડિયાને આશા છે કે યુઝ્ડ કારનો બિઝનેસ પણ આ ફેસ્ટિવ સિઝનમાં બહુ સારો રહેશે.
  • આ ઉપરાંત અત્યારના ગ્રાહકો માટે અમે સ્પેશિયલ લોયલ્ટી અને એક્સચેન્જ પ્રોગ્રામ્સના માધ્યમથી રિ-પર્ચેસ અને અપગ્રેડ સરળ બનાવી રહ્યા છે. અમે એવા ગ્રાહકો માટે લો-કોસ્ટ EMI આપનારી બેંકો સાથે ભાગીદારી કરી છે જે અમારી ઓડી અપ્રૂવ્ડ ડીલરશિપના માધ્યમથી યુઝ્ડ કાર ખરીદવા માગે છે. ઢિલ્લોને કહ્યું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે ડોકટર્સ અને કોવિડ યોદ્ધાઓનો આભાર માનવા તેમને નવી કારની ખરીદી પર વિશેષ સુવિધાઓ આપી રહ્યા છીએ.

કંપનીઓનું ફોકસ વોલ્યૂમને બદલે પ્રોફિટ પર વધારેઃ એનાલિસ્ટ

  • એનાલિસ્ટના જણાવ્યાનુસાર, ભલે આ પ્રીમિયમ ઓટો મોબાઇલ કંપની ફેસ્ટિવ સિઝન દરમિયાન ઓફર આપી રહી હોય પરંતુ ગયા વર્ષ કરતાં આ બહુ ઓછી છે. ગયા વર્ષે આ ઓફર 10 લાખ સુધીના કેશ ડિસ્કાઉન્ટ લેવલે પહોંચી ગઈ હતી કારણ કે, BS6 તરફ ફેરફાર થઈ રહ્યો હતો અને ડીલર BS4 વાહનોનો સ્ટોક સમાપ્ત કરવા માગતા હતા.
  • IHS માર્કેટના એસોસિયેટ ડડાયરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું કે, ગયા વર્ષે BS4 સ્ટોક પૂરો કરવા સપ્ટેમ્બર અને નવેમ્બરની વચ્ચે પ્રીમિયમ ગાડીઓ પર ડિસ્કાઉન્ડ લેવલ બહુ વધારે હતું. પરંતુ આ વર્ષે રોગચાળા દરમિયાન ડિસ્કાઉન્ટ વધારે આપવામાં આવ્યું નથી કારણ કે, કંપનીઓ આ વખતે વોલ્યૂમ વિશે નહીં પણ નફો મેળવવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે લક્ઝરી ગાડીઓનું વેચાણ 20,000 યૂનિટથી ઓછું થવાની ધારણા છે. જેનો અર્થ એ કે ગયા વર્ષના આંકડાની તુલનામાં અડધાથી વધુનો ઘટાડો થશે.

ભાવવધારો પણ એક મોટું કારણ છે

ઓટોમોબાઇલ કંપનીઓએ તાજેતરમાં જ આ મહિને અને નવેમ્બરથી કિંમતમાં ભાવવધારાની જાહેરાત કરી છે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ આ મહિનાથી સિલેક્ટેડ મોડેલ્સ પર બે ટકાના ભાવવધારાની જાહેરાત કરી હતી, જ્યારે BMW ઈન્ડિયાએ જણાવ્યું કે, વધતા જતા ખર્ચ અને ઘટતા કરન્સી રેટને કારણે તે 1 નવેમ્બરથી તેની કારના ભાવમાં ત્રણ ટકાનો વધારો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here