Friday, March 29, 2024
Homeમારૂતિ સુઝુકીએ 3,000 હંગામી કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યાં, છેલ્લા 9 મહિનાથી ઓટો સેલ્સમાં...
Array

મારૂતિ સુઝુકીએ 3,000 હંગામી કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યાં, છેલ્લા 9 મહિનાથી ઓટો સેલ્સમાં ઘટાડો

- Advertisement -

નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ચેરમેન આર સી ભાર્ગવે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ 3,000 જેટલા હંગામી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ્સને રિન્યુ કર્યા નથી. ભાર્ગવે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે હાલ કંપનીએ બજારમાં માંગ ઘટવાને કારણે આ નિર્ણય કર્યો છે.

શેરહોલ્ડર્સને કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં ભાર્ગવે જણાવ્યું હતું કે સેફટી નોર્મ્સ અને ટેક્સ વધવાને કારણે કારની કિંમત વધી છે. અને આ કારણે તેની ખરીદી ઓછી થઈ છે. આ અંગે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા નવ મહિનાથી ઓટો સેકટરના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈમાં પણ આ ઘટાડો થયો હતો. આ કારણે હાલ ઓટો મેન્યુફેકચર્સ થોડા સમય માટે કામદારોને છુટા કરી પ્રોડક્શન બંધ કરી રહ્યાં છે.

હાલ કંપનીઓ દેશના નવા ઈમીશન નોર્મ્સને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરી રહી છે. આ સિવાય કંપનીઓ કમ્પ્રેસડ નેચરલ ગેસ(CNG) અને હાઈબ્રીડ કાર્સના ઉત્પાદન પર ભાર આપી રહી છે. મારૂતિ આ વર્ષે સીએનજી વ્હીકલ્સના ઉત્પાદનમાં 50 ટકા વધારો કરવાનું આયોજન કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular